GST એક, પ્રશ્નો અનેક : રાજકોટના વેપારીઓ હેરાન પરેશાન, નંબર લેવા જોવા પડે છે આભે તારા

છેલ્લા એક વર્ષમાં જીએસટી રજીસ્ટ્રેશન માટે 12445 અરજીઓ આવી, જેમાંથી 6,634 અરજીઓ રદ

રાજકોટ, તા. 8
2021 થી 2024 ના મધ્ય સુધી, ભારતમાં GST નોંધણી રદ્દીકરણ વિવિધ પરિબળો દ્વારા પ્રભાવિત છે. છેલ્લાં ત્રણ વર્ષમાં, રદ્દીકરણની સંખ્યામાં સમગ્ર રાજ્યોમાં નોંધપાત્ર ફેરફાર થયો છે, જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ મુખ્ય યોગદાનકર્તા છે. આ રદ્દીકરણના પ્રાથમિક કારણોમાં બિઝનેસ બંધ, રિટર્ન ફાઈલ કરવામાં નિષ્ફળતા, બિઝનેસ સ્ટ્રક્ચરમાં ફેરફાર અને કપટપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. વધુમાં, અમાન્ય બેંક ખાતાઓ અને કાયદાકીય જોગવાઈઓનું પાલન ન કરવા જેવા મુદ્દાઓએ પણ ભૂમિકા ભજવી હતી. ડેટા દર્શાવે છે કે દરેક રાજ્યે રદ્દીકરણમાં વધઘટ અનુભવી હતી, જે પ્રાદેશિક આર્થિક સ્થિતિ અને અનુપાલન પડકારોને પ્રતિબિંબિત કરે છે. 2021 થી જૂન 2024 સુધીમાં રદ્દીકરણની કુલ સંખ્યા 5.7 મિલિયનથી વધુ છે, જે GST નિયમો સાથે વ્યવસાયના પાલન અંગે ચાલી રહેલી ચિંતાઓને પ્રકાશિત કરે છે.
બોગસ વેપારીના નંબર તુરતં જ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જીએસટી નો કાયદો જ્યારથી આવ્યો ત્યારથી ભેજાબાજો દ્રારા તેમના કર્મચારીઓ અને શ્રમિકો ના નામે બોગસ પેઢીઓ ઊભી કરી કરોડો પિયાનું બોગસ બીલીંગ કૌભાંડ આચરવામાં આવે છે આવી અનેક પેઢીઓ ગુજરાત સહિત દેશભરમાંથી ઝડપાય છે. જેમાં ગુજરાતમાં સૌથી વધારે ભાવનગર અને સુરત ખાતેથી બોગસ બિલ્ડીંગ કૌભાંડ સામે આવ્યું હતું.
રાજકોટ ઉપરાંત રાયભરમાં આવા બોગસ રજીસ્ટ્રેશન અને નકલી પેઢીઓને શોધવા માટે જીએસટી દ્રારા સિનિયર અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ટીમ શંકાસ્પદ પેઢીઓને ત્યાં બ તપાસ માટે જશે. વેપારીઓએ કેટલા બોગસ વ્યવહારો કર્યા છે તે અંગેની સઘન ચકાસણી સહિતની તપાસ કરવામાં આવશે અને જે વેપારીઓના નામ ખૂલશે તેની સામે ફોજદારી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. દેશવ્યાપી ઝુંબેશ હાલ ચલાવવામાં આવી છે.
સરકાર વ્યવસાયને સરળ બનાવવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે ત્યારે જરૂરી એ છે કે આ કિસ્સામાં વેપારીઓ પણ સરકારને સહાય કરે અને ઉપયોગી નીવડે પરંતુ હાલ જે વાસ્તવિકતા જોવા મળી રહી છે તેની પાછળ સૌથી મોટું કારણ એ છે કે અત્યારે માત્ર ગુજરાત જ રહે પરંતુ સમગ્ર ભારતમાં હાલ જીએસટીના જે કોભાંડો સામે આવી રહ્યા છે તેને ધ્યાને લઈ સરકાર દ્વારા મક્કમ પગલા લેવા ની ગણતરી થી હાલ એ તમામ નંબરો રદ કરી દેવામાં આવી રહ્યા છે જે કોઈપણ રીતે શંકાસ્પદ જણાતા હોય ત્યારે છેલ્લા ઘણા સમયથી હાલ જીએસટી વિભાગ દ્વારા આ અંગે એક નક્કર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેની ગંભીરતા જોતા એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે આવનારા દિવસોમાં હજુ પણ આ પ્રકારની ઝુંબેશ યથાવત રીતે ચાલતી રહેશે કારણ કે જ્યાં સુધી વેપારીઓ નહીં સમજે ત્યાં સુધી ગેરરીતિઓ યથાવત રીતે ચાલતી રહેશે.
કહેવત છે કે સૂકા પાછળ લીલું પણ બળે ત્યારે જીએસટીમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે અત્યારે કોઈ પણ વ્યવસાય ચાલુ કરવો હોય તો જીએસટી નંબર લેવો ફરજિયાત છે પરંતુ ત્યાં સુધી તે શક્ય નથી જ્યાં સુધી તમામ દસ્તાવેજો યોગ્ય રીતે આપવામાં આવ્યા હોય પહેલા જીએસટી નંબર ખૂબ સરળતાથી મળી રહેતો પરંતુ હવે વેપારીએ લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. મહત્વની વાત તો એ છે કે અત્યારે હાલ જીએસટી નંબર લેવા હોય તો ઘણો ખરો સમય પણ વીતી જાય છે સામે તેની માઠી અસરનો સામનો ઉદ્યોગો પણ કરવો પડે છે હાલ મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષમાં 12445 જીએસટી નંબર મેળવવા માટેની અરજીઓ આવી હતી જેમાંથી અડધો અડધ એટલે કે 6,000 થી વધુ અરજીઓને રદ કરી દેવામાં આવી છે. એ વાત સાચી છે કે અરજદારોનો પણ ક્યાંક ને ક્યાંક વાંક હોય છે અથવા તો તેમના દ્વારા કરવામાં આવેલી ગેરરીતિઓ સામે આવતી હોય છે પરંતુ અડધો અડધ અરજીઓ રદ કરવી તે અંગે હજુ સુધી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી જેને લઇને ઘણા ખરા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
વેપારી વર્ગનું માનવું છે કે આ પરિસ્થિતિ જો આવનારા દિવસોમાં પણ યથાવત રહી તો ગુજરાત શું સમગ્ર દેશમાં વ્યવસાય કરવો ખૂબ કપરો બની જશે કારણ કે જ્યાં સુધી જીએસટી નંબર ન લેવામાં આવ્યો હોય ત્યાં સુધી સરકારી યોજનાઓનો લાભ પણ મળતો નથી ઊલટું ઘણા અન્ય પ્રશ્નો પણ ઊભા થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા જે સમયથી જીએસટી લાગુ કરવામાં આવ્યો તેનો મુખ્ય હેતુ જ એ હતું કે એક રાષ્ટ્ર અને એક કર પરંતુ ભેજાબાજ લોકોના કારણે જે ચીંડાઓ ગોતવામાં આવ્યા તેને લઈ જીએસટીની આવકને પણ ઘણી ખરી અસર પહોંચી હાલ જીએસટીની આવક ઉત્તરોતર એક લાખ કરોડને પાર જોવા મળે છે સેમ પરિસ્થિતિ તમામ રાજ્યોની પણ છે છતાં પણ જે ખોટું થતું હોય તેનું પ્રમાણ જે અંશે ઘટવું જોઈએ તેના બદલે ઉતરોતર તેમાં વધારો થઈ રહ્યો છે અને આ જ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને જીએસટી વિભાગ દ્વારા એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં જીએસટી નંબર જો મેળવેલ હોય અને જે તે જગ્યા પર યોગ્ય વ્યવસાય થતો ન હોય અથવા તો કોઈ જીએસટી નંબર પર શંકા અધિકારીઓને ઉપજી હોય તો તે તમામ નંબરો રદ કરી દેવામાં આવે છે. બીજી તરફ હાલ નવો જીએસટી નંબર લેવા માટે અરજદારો હાહાકાર કરી રહ્યા છે કારણ કે એટલી હદે કોમ્પ્લિકેશન થઈ ચૂક્યું છે કે અત્યારે તે તમામ ઉદભવિત થયેલી સમસ્યાની પૂર્તતા કરવી ખૂબ અઘરી બની છે.


નંબર લેવામાં લાગે છે સમય
અરજદારો જે અરજી કરે તેમાં નિયમનું પાલ થતું નથી. કેટલાક કિસ્સામાં એડ્રેસ નથી હોતું તો કેટલાક કિસ્સામાં જવાબદાર વ્યકિતની જવાબદારી ફિકસ નથી થતી હોતી. 2 ભાડાની જગ્યા પર જ્યારે વ્યવસાય કરવામાં આવે છે તો એવા સંજોગોમાં ભાડા કરાર, લાઈટ બિલ વગર અરજી કરી દેવામાં આવે છે તેથી અરજી રદ કરવી પડે છે. 3 જ્યારે પિતાની માલિકીની જમીન પર દીકરો વ્યવસાય કરવા માંગતો હોય છે ત્યારે પિતાની સહમતી લેવી જરૂરી છે અને આ માટે એક અરજી કરવાની હોય છે. પરંતુ આ માટેનું ફોર્મેટ યોગ્ય રીતે રજૂ થતું નથી. આવા કિસ્સામાં પિતા-પુત્ર બન્નેની સહી અને ફોટો આપવાનો થતો હોય છે.


10,000 થી વધુ અરજીઓ સ્પષ્ટતા માટે પરત કરાઈ
જીએસટી રજીસ્ટ્રેશન હવે થોડું કપરૂ બની ગયું છે. કારણ કે ઘણા ખરા કિસ્સામાં જે અરજદાર દ્વારા અરજી કરવામાં આવેલી હોય તે અરજીમાં ઘણી ખરી વિગતો ખૂટતી હોય છે ત્યારે તેની ભરપાઈ કરવા માટે અધિકારીઓ અને રાજ્ય કરવેરા વિભાગ તે અરજીને પરત મોકલતા હોય છે ત્યારે છેલ્લા એક વર્ષમાં 10,000 જેટલી અરજીઓને સ્પષ્ટતા કરવાના હેતુ સબબ પરત મોકલવામાં આવી હતી. જીએસટી ને ઘણો ખરો સમય વીતી ગયો છે છતાં પણ જે વેપારી વર્ગમાં જાગૃતતા હોવી જોઈએ તેનો પૂર્ણત: અભાવ જોવા મળી રહ્યો છે અને પરિણામ સ્વરૂપે તેમના જીએસટી નંબર પણ રદ થઈ જતા હોય છે. નંબર રદ થઈ જવાથી કામ પૂર્ણ થતું નથી કારણ કે વેપારી દ્વારા જે વેપાર કરવા અર્થે જે કરારો કર્યા હોય અને તેમાં પણ જ્યારે જીએસટી નંબર ન હોય તો તે સોદા પણ રદ થાય છે જેની માઠી અસરનો સામનો વેપારીએ કરવો પડે છે.


રદ કરવા પાછળના કારણો નથી આપતું જીએસટી
હાલ જે લોકો જીએસટી નંબર મેળવવા માટે મહેનત કરે છે તેમના તો જીએસટી નંબર સરળતાથી આવતા જ નથી પરંતુ જે લોકોના એટલે કે વેપારીના જીએસટી નંબર રદ કરવામાં આવ્યા હોય તેનું કારણ પણ વિભાગ જણાવતું નથી તેને લઈને વેપારીમાં ઘણો અસંતોષ વ્યાપી ઉઠ્યો છે જો આ જ પરિસ્થિતિ રહી તો જીએસટી ઉપર જે ભરોસો આવો જોઈએ તે નહીં આવે કારણ કે અત્યારના વેપારીઓને જીએસટી કાયદા પર સતત દુરાગ્રહ જોવા મળી રહ્યો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:49 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech