CMના હસ્તે 793 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહુર્ત કાર્યક્રમ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 13 ડિસેમ્બરના રોજ રાજકોટના આંગણે આવાસ ફાળવણી સહિત ટ્રાફિક સમસ્યાને નિવારવા નવી બસો આવશે મૂકવામાં

રાજકોટ, તા. 9
રાજકોટ મહાનગરપાલિકાના રૂ.793.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે યોજાશે. મુખ્યમંત્રી 13 ડિસેમ્બરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના વરદ હસ્તે અનેકવિધ પ્રોજેક્ટને માટે ખુલ્લા મુકવામાં આવશે. જે માટે
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન 1.5 ઇઇંઊં ના 1010 આવાસ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ઊઠજ-2 કેટેગરીના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવશે.શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં 22 નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે નવા ખરીદ કરવામાં આવેલ 7 નંગ જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ (ફ્લેગ ઑફ) પણ આ કાર્યક્રમમાં કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ.569.19 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.224.26 કરોડના જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ 13 ડિસેમ્બરના રોજ બપોરે 12:00 કલાકે વોર્ડ નં.2માં આવેલ રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો અંગેની વિગતો બહાર પાડવામાં આવી છે જેમાં કુલ 569 કરોડના લોકાર્પણ ના કામો હાથ ધરાશે સાથોસાથ ભારત સરકારની સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ટી.પી. સ્ક્રીમ નં.32(રૈયા) વિસ્તારમાં અઇઉ હેઠળ નિર્માણ કરવામાં આવેલ રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કુલ રૂ.565.11 કરોડના ખર્ચે મૂકવામાં આવશે જેમાં રોડ નેટવર્ક, વોટર સપ્લાય તથા રી-સાઈકલ્ડ વોટર સપ્લાય સિસ્ટમ, સિવરેજ સિસ્ટમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, સ્માર્ટ સ્ટ્રીટ લાઈટીંગ, પાવર કેબલ માટે યુટીલીટી ડક્ટસ, સાઈકલ ટ્રેક, ફૂટપાથ વગેરેનો સમાવેશ થાય છે. બીજી તરફ સિટી બસ સેવામાં નવા રૂટ શરૂ કરવા તેમજ ટ્રાફિકવાળા રૂટમાં વધારાની બસ શરૂ કરવા એમ કુલ 22 નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શરૂ કરવા ફ્લેગ ઑફ કરાશે . ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે 8000 લિ.કેપેસિટીના નવા ખરીદ કરવામાં આવેલ 7 નંગ જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ રૂ.3.73 કરોડના ખર્ચે કરવામાં આવશે.
લોકાર્પણની સાથો સાથ કુલ 224 કરોડના ખર્ચે ખાતમુહૂર્તના પણ કાર્યો હાથ ધરાશે જેમાં બાંધકામ વિભાગને લગત કામો કુલ 26 કામ, રકમ રૂ.67.76 કરોડના ખર્ચે , ડ્રેનેજ નેટવર્કને લગતા કુલ 7 કામો રૂ.44.50 કરોડના ખર્ચે વોટર વર્કસ નેટવર્કને લગતા કુલ 6 કામો રૂ.23.84 કરોડના ખર્ચે રોડ-ડામર કામ તથા ડીવાઈડર-સેન્ટ્રલ લાઈટીંગ લગતા કુલ 15 કામ રૂ.83.38 કરોડના ખર્ચે એવીજ રીતે સાધન ખરીદી માટેના કુલ 2 કામ રૂ.4.78 કરોડના ખર્ચે હાથ ધરાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી માન. રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા સહિત મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:15 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech