ડિજિટલ ડેટાની ચાલી રહી છે તપાસ : પેઢી સાથે જોડાયેલા અન્ય વેપારીઓ પર તપાસની સંભાવના
રાજકોટ, તા. 14
રાજકોટના જાણીતા બિલ્ડર ગ્રુપ ઉપર જીએસટી વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તે પૂર્ણ થઈ ગયા છે એટલું જ નહીં ક્યાંક ને ક્યાંક તજજ્ઞોનું માનવું છે કે હજુ પણ ઘણુ ખરુ બહાર આવી શકે છે. આજ દિન સુધી હાલ જે દરોડા પાડવામાં આવતા હોય છે તેમાં એક કે બે દિવસમાં જ સરસ ઓપરેશન પૂરું થઈ જાય અને કોઈ મોટા પ્રમાણમાં કરચોરી અથવા તો જીએસટી ચોરી બહાર ન આવે તો તે એક નહીં અનેક પ્રશ્નો ઊભા કરે છે ત્યારે હાલ પૂર્ણ થયેલી જીએસટીની રેડમાં ચર્ચા નો વિષય એ બન્યો છે કે અત્યાર સુધી જે ડેરોડા પાડવામાં આવ્યા અને જે વિગતો એટલે કે જે જરૂરી દસ્તાવેજો હસ્તગત કરાયા તે બાદ તાકીદે જ પેઢી ધારકને એક કરોડથી વધુની પેનલ્ટી અને વ્યાજ સાથે રકમની ભરપાઈ કરવા માટે જણાવ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ પણ વિભાગના કર્મચારીઓ પાસે બંને બિલ્ડર ગ્રુપના લેપટોપ કોમ્પ્યુટર જેવા ઉપકરણો તપાસ અર્થે લેવામાં આવ્યા છે . જે અંગે હજુ પણ તપાસ હાથ ધરવામાં આવશે અને શું જીએસટી ચોરી બહાર આવે છે તે તો આવનારો જ સમય કહેશે પરંતુ હાલ જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છહવે જોવાનું એ રહ્યું કે બાકી રહેતી જે જગ્યાઓ છે તેમાંથી વિભાગને શું હાથ લાગ્યું છે કારણ કે જે રીતે દસ્તાવેજો સહિત ડિજિટલ ઉપકરણો મળી આવ્યા છે તેમાં અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને હાલ અવલોકન પણ થઈ રહ્યું છે.
બીજી સૌથી મોટી વાત તો એ છે કે વન વર્લ્ડ ગ્રુપના કુલ પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ખોટી રીતે પ્રેમ કરેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેના જે પ્રયત્નો કરવામાં આવ્યા તેને લઈને ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા જે અંગેની તપાસ હાલ હાથ ધરવા માટે જીએસટી પ્રિવેન્ટીવની ટીમની સાથોસાથ અમદાવાદની ટીમ દ્વારા આ ઓપરેશનમાં ઘણા મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને ચોકાવનારી વિગતો મળે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
જો ખરેખર સેન્ટ્રલ એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોય તો કોઈ પણ રીતે જે તે સ્થળ પરથી જીએસટી ચોરી મળી આવે અથવા તો આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોય તો બેનામી વ્યવહારો મળી આવે પરંતુ એવું કંઈ થયું નહીં ઊલટું જીએસટીનો દંડ ભરાવી રેડને આટોપી લેવામાં આવી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ હજુ સુધી એ વાતની સ્પષ્ટતા થઈ નથી કે સત્ય હકીકત શું છે.
પરંતુ બિલ્ડર લોબી પરના જીએસટી ઓપરેશનને લઈ ખરા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેવું તજજ્ઞોનું માનવું છે. ત્યારે હવે હસ્તગત કરવામાં આવેલા દસ્તાવેજો તથા ડિજિટલ ઉપકરણો નું શું થશે અને તેમાંથી શું બહાર આવશે તે તો આવનારો સમય જણાવશે પરંતુ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે અત્યારે જે સ્થિતિ ઊભી થઈ અને જે રેડ આટોપી લેવામાં આવી તેમાં ઘણાખરા પ્રશ્નો ઊભા થયા છે અને ક્યાંકને ક્યાંક બિલ્ડર લોભી ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા હોવાનું લોકોમાં ચર્ચા એ જોડ પકડ્યું છે.
દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો માંથી શું બહાર આવે છે તે આવનારો સમય જ જણાવશે
સેન્ટ્રલ જીએસટી અને પ્રિવેન્ટીવ વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા ત્યારે વિભાગ દ્વારા વિવિધ શંકાસ્પદ દસ્તાવેજો તથા ડિજિટલ ઉપકરણોને જપ્ત કર્યા હતા જેની તપાસ હાલ ચાલી રહી છે જે મહત્વનું છે કે આવનારા દિવસોમાં પણ આ જગ્યા એટલે કે આ ઉપકરણોમાંથી શું બહાર આવે છે તેના ઉપર દરેક અધિકારી ની મીટ છે. મહત્વનું એ છે કે આ ઓપરેશન અમદાવાદ વિભાગની બાદમીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ત્રણ દિવસ ચાલેલી આ રેડમાં કઈ શંકાસ્પદ ન મળે અને સીધો જ ટેક્સ ભરાવી દેવામાં આવે તે તજજ્ઞોના મતે ઘણાખરા પ્રશ્નો ઉભા કરે છે જેથી બજાર હાલ ગરમ થઈ છે.
તપાસમાં માત્ર બે જગ્યા પરથી જ શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા
જીએસટી પ્રિવેન્ટી ઉના સૂત્રોના જણાવ્યા અનુસાર જે કુલ પાંચ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી તેમાંથી માત્ર બે જગ્યા પરથી જ શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે જેને લઈને હાલ લોકોમાં ભારે ચર્ચા જોવા મળી છે કારણ કે એ વાત તો સ્પષ્ટ છે કે જીએસટી વિભાગ હોય કે પછી આવકવેરા વિભાગ હોય તે કોઈ પણ સ્થળ ઉપર તપાસ હાથ ધરે તો કહીને કંઈ મળી આવે ત્યારે માત્ર પાંચમાંથી બે સ્થળ ઉપર જ શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હોય તેવું હાલ જે ચિત્ર સામે આવી રહ્યું છે તેને લઈને લોકોમાં અને તજજ્ઞોમાં ભારે ચર્ચા છે. હવે આ પરિસ્થિતિમાં આગળ શું થશે તે જોવાનું રહ્યું કારણ કે આવકવેરા વિભાગને પણ તાકીદે આ અંગે તપાસ હાથ ધરવા માટે સૂચિત કરવામાં આવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે જે આગામી દિવસોમાં ખ્યાલ આવશે કે ખરા અર્થમાં સત્ય હકીકત શું છે.
