કેબલ બ્રિજ માટે બેકબોને ભર્યા સૌથી ઓછા ભાવ

ચકાસણી સમિતીની મંજુરી મળતા તૂર્તમાં શરૂ થશે કામ : ચાર એજન્સી આવી મેદાને

રાજકોટ, તા. 18
હાલ રાજકોટ દરેક દિશામાં વિકાસ કરી રહ્યું છે ત્યારે કાલાવડ રોડ પર ટ્રાફિકના પ્રશ્નને નિવારવા માટે કટારીયા ચોક પર બ્રિજ બનાવવાની જે દરખાસ્ત મુકવામાં આવી હતી તેને મંજૂર કરી દેવાય છે એટલું જ નહીં બજેટમાં મુકાયેલી જોગવાઈ મુજબ આ કટારીયા ચોકડી ખાતે રાજકોટના સર્વપ્રથમ કેબલ બ્રિજ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેના ભાવ આવી ગયા છે. મળતી માહિતી મુજબ ગઈકાલે અભાવ ખોલ્યા હતા અને 124 કરોડના ટેન્ડર સામે 14.24% ફોન એટલે 141 કરોડના ભાવની એલ વન ઓફર આવી હતી. ત્યારે 124 કરોડનું ટેન્ડર જીએસટી સાથે 141 કરોડ એ પહોંચ્યું છે. કટારીયા ચોકમાં સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક સમસ્યા અત્યંત વિકરાળ બનતી હોય છે ત્યારે રાત્રે વધુ અવરજવરના સમયે પસાર થતા યાત્રિકોને ઘણી ખરી તકલીફ પડતી હોવાનું માલુમ પડતા અહીં બ્રિજની જરૂરિયાત ઊભી કરવા ની રજૂઆત મહાનગરપાલિકાને કરવામાં આવી હતી જેને ગ્રાહ્ય રાખવામાં આવી છે.
કટારીયા ચોકડીએ જે ફ્લાય ઓવરબ્રિજ બનશે તેની કુલ લંબાઈ પોણો કિલોમીટર થી વધુ એટલે 800 મીટરની છે અને મળતી માહિતી મુજબ ફૂટપાથથી તેની પહોળાઈ 24 મીટર રાખવામાં આવી છે. જે ડિઝાઇન મૂકવામાં આવી છે તેમાં પ્લાન્ટેશન પણ છે અને મધ્ય ભાગ 160 મીટર નો રાખવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બ્રિજ જલારામ ફૂડ કોર્ટ થી શરૂ થશે અને કોસ્મોપ્લેક્સ પાસે પૂરો થશે ત્યારે આ બ્રિજ હેઠળ ગેમઝોન બનાવવાનું પણ આયોજન મહાનગરપાલિકા દ્વારા હાલ થઈ રહ્યું છે.
બે-ત્રણ આપણે સોશિયલ મીડિયા માટે મળતી માહિતી મુજબ અન્ડરબ્રીજ ની હાલ ઘંટેશ્વર સાઈડના ફૂલ તરફથી શરૂ થશે અને રંગોલી આવાસના 18 મીટરના ટીપી રોડ કે જે ગોંડલ રોડ તરફ પૂરો થશે ત્યારે આ કામ અપાય એટલે 30 મહિનામાં પૂરું કરવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા મળતી માહિતી મુજબ આ કેબલ બ્રિજ માટે ચાર એજન્સીઓ મેદાને આવી હતી જેમાં બેકબોનના સૌથી નીચા 141.73 કરોડનો ભાવ આવ્યો છે તો ઇન્ફ્રાટેક કંપનીના 142 કરોડ, મંગલમ બિલ્ડકોના 153 કરોડ અને વિજય મિસ્ત્રી ક્ધસલ્ટન્સી કંપનીના 147 કરોડના ભાવની ઓફર આવી હતી. ત્યારે તમામ ચાર ટેન્ડરો જે એજન્સી દ્વારા મળ્યા છે તેની ચકાસણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જ યોગ્ય નિર્ણય લેવાશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:28 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech