બાર એસોસિયેશનની ચૂટણીમાં સમરસ પેનલે માર્યું મેદાન

મોડી રાત્રે પરિણામ જાહેર : સમરસ પેનલના પ્રમુખ પદે પરેશ મારું અને ઉપપ્રમુખ પદે સુમિત વોરાનો વિજય : કાર્યદક્ષ પેનલના સેક્રેટરી સંદીપ વેકરીયા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્ર પારેખનો વિજય

રાજકોટ મિરર, તા.20
રાજકોટ બાર એસોશિયેશનની આજે યોજાયેલી ચૂટણીમાં 51 મતદારોનું ભાવી મતપેટીમાં દિવસ દરમિયાન કેદ થઇ ગયા બાદ મોડી રાત સુધી ચાલેલી ગણતરી દરમિયાન અંતે સમરસ પેનલના ઉમેદવારે મેદાન માર્યું હતું. આ લખાય છે ત્યારે રાત્રીના એક વાગ્યે મળેલી વિગતો પ્રમાણે સમરસ પેનલના અને પ્રમુખના દાવેદાર પરેશભાઈ મારૂને 799 મત મળતા તેમનો 179 મતે પ્રતિસ્પર્ધી સામે વિજય થયો હતો. ઉપપ્રમુખ તરીકે સુમિત વોરાને 1152 મત મળતા 452 મતથી તેમનો વિજય થયો હતો. સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી તરીકે કાર્યદક્ષ પેનલના સંદીપ વેકરિયાને 999 મત મળ્યા હતા જ્યારે જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્ર પારેખને 1005 મત મળતા તેઓ વિજયી થયા હતા.
એ સિવાય ટ્રેઝરર તરીકે પંકજ દોંગાણે 884, લાયબ્રેરી સેક્રેટરી તરીકે કેતન મંડણે 1129 મત અને મહિલા અનામત પર રક્ષાબેન ઉપાધ્યાયણે 868 મત મળ્યા હતા. આજે યોજાયેલી રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ સહિતના વિવિધ 16 હોદા ઉપર 51 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો અને સાંજ સુધીમાં તમામનું નશીબ મતપેટીમાં બંધ થઇ ગયું હતું.
પ્રમુખ પદ માટે 6 દાવેદારો મેદાનમાં છે. જેમાં ભાજપ સમર્થિત વકીલોના ત્રણ જૂથ વચ્ચે સીધો કશ્મકશ સર્જાયો હતો. સમરસ પેનલના પરેશ મારૂ, કાર્યદક્ષ પેનલના દિલીપ જોષી અને એક્ટિવ પેનલના બકુલ રાજાણી એમ ત્રણેય વચ્ચે રસાકસી થઇ હતી. પ્રમુખ પદ માટે અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલાએ પણ જંગમાં ઝપલાવ્યું હતું. ઉપપ્રમુખ પદમાં ત્રણ, સેક્રેટરીમાં ચાર, જોઇન્ટ સેક્રેટરીમાં બે, ટ્રેઝરરમાં ત્રણ, લાઇબ્રેરી સેક્રેટરીમાં બે, કારોબારી મહિલા અનામતમાં ચાર અને કારોબારીમાં નવ સભ્યની સંખ્યા માટે 27 ઉમેદવારોએ ચૂંટણી લડી છે. પ્રમુખ સહિત 16 હોદા ઉપર 51 વકીલ ઉમેદવારો વચ્ચેનું મતદાન પેટીમાં પુરાઈ ગયું હતું.
9 વાગ્યાથી મતદાન થયેલા મતદાનમાં ત્રણ વાગ્યા સુધીમાં વન બાર વન વોટ મુજબ 3699 વકીલ મતદારોમાંથી પૂર્વ સાંસદ માવજીભાઈ માવાણી, રમાબેન માવાણી, મનપાના પૂર્વ મેયર પ્રદીપ ડવ, સ્વામી દેવપ્રકાશદાસ મહંત ઉનાવા ગાંધીનગર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોષી, મહામંત્રી માધવ દવે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ સેનેટરી સભ્ય ભરતસિંહ જાડેજા, કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ બાથવાર, અશોકભાઈ ડાંગર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, અશોકસિંહ વાઘેલા, ભાજપ અગ્રણી મનહર બાબરીયા, કિરીટભાઈ પાઠક, દિલીપભાઈ પટેલ, પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ ક્ધવીનર, અનિલભાઈ દેસાઈ, રાજકોટ શહેર લીગલ સેલના ક્ધવીનર પિયુષભાઈ શાહ, શહેર લીગલ સેલના સહ ક્ધવીનર કમલેશભાઈ ડોડીયા, સંજયભાઈ વ્યાસ, તુષારભાઈ ગોકાણી, રીપન ગોકાણી, જયદેવસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ડી. ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, વિજયભાઈ ભટ્ટ, દેવાંગ ભટ્ટ, મનીષભાઈ ખખર, મુકેશભાઈ દેસાઈ, ધીરુભાઈ પીપળીયા, ડીજીપી એસ.કે. વોરા, મહેશભાઈ જોશી, મુકેશભાઈ પીપળીયા, સમીરભાઈ ખીરા, અતુલભાઇ જોશી, પ્રશાંતભાઈ પટેલ, અનિલભાઈ ગોગીયા, તરુણ માથુર, બીનલબેન રવેસિયા, સ્મિતાબેન અત્રી અને આબિદભાઈ સોસન, રૂપરાજસિંહ પરમાર, સુરેશ ફળદુ, ભગીરથસિંહ ડોડીયા અને જીગ્નેશ સભાડ સહિતના વકીલીએ મતદાન કરતા કુલ 57.37 ટકા મતદાન નોંધાયું હતું. જે ગત વર્ષની સરખામણીએ સાત ટકા મતદાન ઓછું નોંધાયું હોવાનું વકીલોએ જણાવ્યું હતું.
ચૂંટણીમાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવાથી લઈને ચૂંટણીમાં મતદાન સુધીની ચૂંટણી સ્ટાફની કામગીરીમાં મુખ્ય ચૂંટણી અધિકારી કેતનભાઈ શાહ, જયેશભાઇ અતીત અને જતીનભાઈ ઠક્કર સહિતની ટીમે મતદાન મથક ઉપર ખડેપગે ફરજ બજાવી હતી.
એક્ટિવ પેનલના બકુલ રાજાણી, સમરસ પેનલના પરેશ મારું અને કાર્યદક્ષ પેનલના દિલીપભાઈ જોશી સ્વતંત્ર ઉમેદવાર અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલા, ઉપપ્રમુખ માટે મયંક પંડ્યા, નિરવ પંડ્યા અને સુમિત વોરા, સેક્રેટરીમા કેતન દવે, સંદીપ વેકરીયા, પરેશ વ્યાસ અને વિનસ છાયા, જોઈન્ટ સેક્રેટરીમાં ગિરિરાજસિંહ જાડેજા અને જીતેન્દ્ર પારેખ, ટ્રેઝરરમાં રાજેશ ચાવડા, પંકજ દોંગા અને કૈલાશ જાની, લાઇબ્રેરી સેક્રેટરીમાં રવિ ધ્રુવ અને કેતન મંડ, મહિલા અનામતમાં અરુણાબેન પંડ્યા, હર્ષાબેન પંડ્યા, રૂપલબેન થડેશ્વર અને રક્ષાબેન ઉપાધ્યાય, નવ કારોબારીમાં એક્ટિવ પેનલના રમેશભાઈ આદ્રોજા, ધર્મેન્દ્ર ઝરીયા, હસમુખ બારોટ, ધારેશ દોશી, અનિલ પરસાણા, દીપેન પાટડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ભાવનાબેન વાઘેલા, સમરસ પેનલના કારોબારી સભ્યો સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતી માંકડીયા, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, નિકુંજ શુકલ, મુનિષ સોનપાલ, રવિ વાઘેલા, કિશા વાલવા, કાર્યદક્ષ પેનલના કારોબારી સભ્ય ચિત્રાંક એસ. વ્યાસ, મહેશ એન. પુંધેરા, હુસેન એમ. હેરંજા, અનિલ બી. ડાકા, હિરેન પી. ડોબરીયા, નીલ વાય. શુક્લા, કિશન એસ. રાજાણી, સંજય એન. કવાડ, ભાવિક ટી. આંબલીયા સહિત 27 ઉમેદવારોના ભાવિનો આજે સાંજે ફેંસલો થશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:15 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech