લુખ્ખાએ યુવતિને કારમાં પુરી કહ્યું-તું ખોટા છોકરા સાથે ફરે છે, આ તારું પ્રોટેક્શન ન કરી શકે, તું મારી સાથે આવી જા!

અપહરણ-લૂંટ-ખંડણીના ગુનામાં ‘ચંડાળ ચોકડી’ની પોલીસે હવા કાઢી

અધવ રોડ સીઝન્સ સર્કલ પાસે યુવાન અને મંગેતરના અપહરણ કરી ભયંકર ટોર્ચર કરનારા ચારેયને યુનિવર્સિટી પોલીસે કલાકોમાં દબોચ્યા: ખુદ ડીસીપી-એસીપીએ કરી આગવી ઢબે પુછતાછ

દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર, તા. 2
નાના મવા રોડ વિસ્તારમાં રહેતો ચોવીસ વર્ષના યુવાન અને તેની મંગતેરનું તેની જ કારમાં અવધ રોડ સીઝન્સ હોટેલના સર્કલ નજીકથી અપહરણ કરી અવાવરૂ સ્થળે લઇ જઇ મારકુટ કરી લૂંંટ ચલાવી, ખંડણી માંગી હતી. આ ચારેય લુખ્ખાઓને પોલીસે કલાકોમાં પકડી લેતાં ચોંકાવનારી વિગતો ખુલી છે. ચારેય રીઢા ગુનેગારો છે અને અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. જેમાં એક હત્યાના ગુનામાં, એક બળાત્કારના ગુનામાં પણ સામેલ છે. એક તો હજુ છ મહિના પહેલા જ પાસામાં જઇ આવ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે ત્રણ આરોપી યુવાનને તેની કારની બહાર ઉભો રાખી ટોર્ચરીંગ કરતાં હતાં. બીજી તરફ ચોથા લુખ્ખાએ કાર અંદર બેઠેલી આ યુવાનની મંગેતર સાથે અડધો પોણો કલાક સુધી છેડતી પજવણી કરી ભયંકર ત્રાસ વર્તાવ્યો હતો. પોલીસે આ ચારેયને કાયદાનું બરાબરનું ભાન કરાવતાં ઉંહકારા કરવા માંડ્યા હતાં.
વિગતો પર નજર કરીએ તો નાના મવા વિસ્તારમાં રહેતો યુવાન થર્ટી ફર્સટની સાંજે મંગેતર સાથે કાલાવડ રોડ પર જમવા ગયા બાદ સીઝન્સમાં આઇસ્ક્રીમ ખાવા ગયો અને ત્યાંથી પરત ઘરે જવા નીકળ્યો ત્યારે સીઝન્સ નજીક સર્કલ પાસે કાર ઉભી રાખી મંગેતર સાથે વાત કરતો હતો ત્યારે વરના કારમાં આવેલા ચાર શખ્સોએ પોલીસની ઓળખ આપી બાદમાં તેની જ કારમાં યુવાન અને મંગેતરનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ માર મારી, રોકડા 1700 લૂટી લઇ વધુ પૈસા ઘરેથી મંગાવવાનું કહી એકાદ કલાક ભય સર્જી દીધો હતો. યુવાનને તેની કારમાંથી બહાર ખેંચી મારકુટ કરી એ દરમિયાન એક શખ્સ કારમાં જ હતો તેણે તેની મંગેતરને ‘તું આવા છોકાર ભેગી શું ફરે છે, એ તારુ શું પ્રોટક્શન કરી શકે, મારા ભોગી આવ’ કહી તેણીને કિશ કરવાની, બથ ભરવાની કોશિષ કરી છેડતી કરી હતી. આવુ અડધો-પોણો કલાક સુધી તેણે કર્યુ હતું! ચારેય લુખ્ખાઓને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું છે. જેમાં બે સગા ભાઇઓ છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર 24 વર્ષના યુવાનની ફરિયાદ પરથી આકરી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ ચારેયે પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી યુવાન અને તેની મંગેતરનું અપહરણ કરી મંગેતરની છેડતી કરી તેમજ બંનેને મારકુટ કરી રોકડની લૂટ ચલાવી તેમજ આ યુવાનના પિતાને ફોન કરાવી ખંડણી રૂપે વધુ પૈસાની માંગણી કરવાનો ગુનો નોંધ્યો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એન. પટેલ અને ટીમે આ ગુનામાં ચારેય ગુનેગારોને સાણસામાં લઇ લીધા છે. ખુદ ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા ભારાઇએ ચારેયની આગવી ઢબે પુછતાછ કરી હતી. ચાર પૈકી ત્રણ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. યુવાન અને મંગેતર જ્યારે નીકળ્યા ત્યારે રસ્તો સુમસામ હોઇ ચારેય લુખ્ખા ટીજીબી સર્કલે બેઠા હોઇ તેણે મલીન ઇરાદા સાથે જ કાવત્રુ ઘડી કારનો પીછો કરી ગુનાને અંજામ આપ્યાનું કબુલ્યું હતું. જે ચાર આરોપી પકડાયા છે તેના નામ વિપુલ લાભુભાઇ મેતા (ઉ.વ.34-રહે. પરિશ્રમ સોસાયટીની બાજુમાં ઇસ્કોન મંદિર પાસે વાજડી), અલ્પેશ ઉર્ફ અપુડો ઉર્ફ અપ્પુ નરેશભાઇ મકવાણા (ઉ.વ.27-રહે. અવધનો ઢાળા આંબેડકરનગર આવાસ ક્વાર્ટર), પરિમલ ત્રિભુવનભાઇ સોલંકી (ઉ.વ.22-રહે. અવધના ઢાળ પાસે આવાસ ક્વાર્ટર) અને તેના ભાઇ વિજય ઉર્ફ ત્રિભુવનભાઇ સોલંકી (ઉ.વ.21-રહે. અવધના ઢાળ પાસે આવાસ ક્વાર્ટર)ને દબોચી લઇ કાર કબ્જે કરી છે. ચારેયની ઓળખ પરેડ કરાવવા તજવીજ કરવામા આવી છે. પોલીસે ચારેયની ખો ભુલાવી દીધી હતી.
ભોગ બનનાર યુવાને પોલીસને જણાવ્યુ઼ હતું કે હું બાંધકામનો વ્યવસાય કરુ છું અને નાના મવા રોડ પર રહુ છું. મારી સગાઇ તાજેતરમાં થઇ છે. 31મી ડિસેમ્બરની રાતે હું અને મારી ફિયાન્સી વરના કાર લઇને સાંજે સાડા સાતેક વાગ્યે કાલાવડ રોડ પર જમવા ગયા હતાં. એ પછી હરિપરના પાટીયે બીજી હોટલે ગયા હતાં. ત્યાંથી અવધ રોડ પર સીઝન્સ ખાતે આઇસ્ક્રીમ ખાવા ગયા હતાં. પરંતુ ત્યાં ટ્રાફિક વધુ હોઇ અમે નકળી ગયા હતાં. હું ડ્રાઇવીંગ કરતો હતો અને ફિયાન્સી બાજુમાં બેઠી હતી. સીઝન્સ હોટેલની બહાર નીકળી સર્કલ પાસે પહોંચી અમારી ગાડી ઉભી રાખી અમે વાતો કરતાં હતાં. આ વખતે અચાનક પાછળથી સફેદ વરના કાર આવી હતી, તેના ચાલકે અમારી કારની આગળ તેની કાર રાખી દેતાં હું મારી કાર આગળ લઇ શક્યો નહોતો. વરના કારમાંથી એક શખ્સ ઉતરી મારી કારના ડ્રાઇવર સાઇડના દરવાજે આવ્યો હતો અને સીધી જ મારી કારની ચાવી કાઢી લીધી હતી. બીજો એક શખ્સ પણ આવ્યો હતો. આ શખ્સે ‘તમે અહિયા શું કરો છો, ગાડીમાં મુંજકા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ છે, બહાર આવીને સાહેબ સાથે વાત કરી લો’ તેમ કહેતાં હું બહાર નીકળ્યો નહોતો.
આથી અજાણ્યા શખ્સે મારી સાથે ઝપાઝપી કરી હતી. મેં મારી ગાડીની ચાવી ખુંચવવા પ્રયાસ કરતાં ઝપાઝપી થઇ હતી. પરંતુ બાદમાં મારી ગાડીમાં પાછળની સીટમાં બે જણા બેસી ગયા હતાં અને મને ચાવી આપી ગાડી ચલાવવાનું કહેતાં મેં ગાડી ચલાવી હતી. કાર સીઝન્સ હોટેલથી કાલાવડ રોડ તરફ જતાં રસ્તે પહોંચતા એ શખ્સોની વરના ગાડી આગળ ડાબી તરફ કાચા રસ્તે વળી હતી. આગળ ઉભી રહી હતી. ત્યારે તેની કારના નંબર મેં જોતા તે જીજે03ઇસી-5537 હતાં. પાછળ બેઠેલા શખસે મને ગાડી રોકવાનુ઼ કહેતાં મૈં ગાડી રોકતાં તે બંને ઉતરી ગયા હતાં. મને ફરીથી આગળની ગાડીમાં બેઠેલી પોલીસને મળવાનું કહેતાં હું ઉતર્યો નહોતો.
ત્યાં આગળની કારમાંથી એક શખ્સ ટોપી પહેરીને આવ્યો હતો અને કહેલું કે હું પોલીસ છું તું નીચે ઉતરત, હું ન ઉતરતાં મને પકડીને ઉતારી દીધો હતો અને પાછળ બેસાડી દીધો હતો. અજાણ્યો શખ્સ મારી કાર ચલાવવા માંડ્યો હતો. આગળ કારને અવાવરૂ જેવી જગ્યાએ પ્લોટમાં લઇ જઇ ઉભી રાખી દેવાઇ હતી. એ પછી ફરીથી એક શખ્સે કહેલુ કે-હું પોલીસ છું, તમારા બંનેના નામ આપો, આધારકાર્ડ આપો. આથી મેં આધારકાર્ડ ભેગા ન હોય હું ઘરે ફોન કરીને કાર્ડ મંગાવી લઉ તેમ કહી મેં મારો ફોન કાઢતાં મારો અને મારી ફિયાન્સીનો ફોન આ શખસોએ આંચકી લીધો હતો. ત્યારબાદ મને પકડીને બહાર કાઢી લીધો હતો અને જે પૈસા હોય તે આપી દેવા કહેતાં મેં પર્સ આપી દીધુ હતું જેમાં 1700 રૂપિયા હતાં. આ વખતે બાકીના ત્રણ શખ્સો મને ઘેરીને ઉભા હતાં. ત્યારબાદ જેકેટ પહરેલા શખ્સે આટલા પૈસા નહિ ચાલે, વધુ પૈસા મંગાવ નહિતર છરી મારી દઇશું. તેમ કહી મને મારકુટ કરવામ ાંડ્યા હતાં. ચારેયએ મને લાત-ધુંબા, લાફા માર્યા હતાં. એક શખ્સ મારતો મારતો પૈસા માટે દબાણ કરતો હતો. બાદમાં મને એક વ્યક્તિએ ફોન પાછો આપતાં તે ફોન મારી ફિયાન્સીનો હોઇ મેં તેમાંથી મારા પિતાને ફોન કરી આધાર કાર્ડ અને પૈસા લઇ અમને છોડાવવા અવધ રોડ પર આવો તેમ કહ્યું હતું.
આ વખતે પણ આ શખ્સોએ અમને મારકુટ ચાલુ રાખી હતી. ગાળો પણ ભાંડી હતી. સતત એક કલાક સુધી આ બધુ ચાલ્યું હતું. આ બધુ ચાલતુ હતું ત્યારે એક શખ્સ મારી ગાડીમાં બેસી રહ્યો હતો, બાકીના ત્રણે મારકુટ ચાલુ રાખી હતી. થોડીવાર પછી આ લોકોએ મારો ફોન પણ પાછો આપી દીધો હતો.
તેમાંથી હું સતત મારા પિતા સાથે વાત કરતો હતો. આ દરમિયાન એક શખ્સ કે જેને તેના સાગરીતો મસ્તાન કહીને બોલાવતાં હતાં તેણે મારો ચાલુ ફોન ઝુંટવી મારા પિતાને કહેલુ કે-તમે પૈસા લઇને એજી ચોકમાં આવો, આ બંનેને અમે ત્યાં લઇને આવીએ છીએ. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો અને ફરીથી ફોન આંચકી લીધો હતો અને અમને બંનેને ગાડીમાં બેસાડી દીધા હતાં. ત્યારબાદ દરવાજેથી એક શખ્સે મારી ફિયાન્સીને મોઢા પર મુક્કો મારી દીધો હતો અને મને ચાર પાંચ લાફા મારી લીધા હતાં. આ પછી અમારા ફોન સ્વીચ ઓફ કરી અમારી જ ગાડીમાં ફેંકી આ ચારેય ભાગી ગયા હતાં. અમે બંને ગભરાઇ ગયા હોઇ ત્યાંથી નીકળી કાલાવડ રોડ કોસ્મોપ્લેક્સ પાસે પહોંચી ડેકીમાંથી ફોન કાઢી ચાલુ કરી મારા પિતાને ફોન કરી જડ્ડુસ પાસે બોલાવ્યા હતાં.
અમે જે તે વખતે પોલીસ ફરિયાદ કરી નહોતી. પણ બાદમાં બપોર પછી મારી ફિયાન્સીએ મને કહેલુ કે એક શખ્સે મારી છેડતી કરી હતી અને મારા ફોન નંબર માંગ્યા હતાં.
તેમજ પગ પર અડપલા કરી હાથ પકડી બથ ભરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેં તેનો પ્રતિકાર કર્યો હતો. તેમજ એક શખ્સે એવુ પણ કહેલુ કે-આવા છોકરા સાથે તું શું ફરે છે? આ શું તારુ પ્રોટક્શન કરશે, તું મારા ભેગી ચાલ. આવુ મારી સાથે અડધો કલાક સુધી તેણે કર્યુ હતું અને હું ખુબ ગભરાઇ ગઇ હતી. ફિયાન્સીએ આ વાત કરતાં અમે પોલીસ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં યુવાને કહ્યું હતું. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એન. પટેલ અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી ચાર આરોપીઓને દબોચી લીધા હતાં. ચારેયને બરાબરનું કાયદાનું ભાન કરાવાયું હતું.
પીઆઇ એચ. એન. પટેલ, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોનસ. મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિજુભા જાડેજા, મનોજભાઇ મકવાણા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રાહુલભાઇ રાઠોડ અને કોન. ટમુબેન ગોજીયાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલા ચારેયની ઓળખ પરેડ કરાવી વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ કરવામાં આવી છે.

એક લુખ્ખા દ્વારા કારમાં યુવતિની અડધો કલાક સુધી કરાઇ હતી છેડતી-પજવણી, બથ ભરવા, કિસ કરવા પ્રયાસ કર્યો પણ તેણીએ હિમ્મત પુર્વક સામનો કર્યો હતો

ઝડપાયેલા ચારેય રીઢા ગુનેગાર: એકની હત્યામાં, એકની બળાત્કારમાં સંડોવણી: એક વિરૂધ્ધ દસ ગુના, ચારમાં બે સગા ભાઇઓ
પોલીસે જે ચાર આરોપી પકડ્યા છે તે તમામ રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઇ એચ. એન. પટેલના જણાવ્યા મુજબ વિપુલ મેતા અગાઉ શહેરના બી-ડિવીઝન પોલીસમાં અપહરણ હત્યાના ગુનામાં 2014માં સંડોવાયો હતો, આ ઉપરાંત 2016માં અપહરણ, તેમજ એ વર્ષે જ બી-ડિવીઝનમાં મારામારી-ધમકીના ગુનામાં પોલીસ ચોપડે ચડ્યો હતો. જ્યારે અલ્પેશ ઉર્ફ અપ્પુ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ, પ્ર.નગર પોલીસ, તાલુકા પોલીસ, ટંકારા પોલીસ, ગોંડલ સીટી પોલીસ, ગોંડલ તાલુકા પોલીસમાં ચોરી, બળજબરીથી પડાવવું-ધાકધમકી, જાહેરનામા ભંગ, મારામારી-રાયોટ, દારૂ, કાવત્રુ ઘડી તોડફોડ કરવી-ધમકી દેવી, અપહરણ-મારામારી સહિત 10 ગુના અગાઉ નોંધાયા હતાં. તેમજ આ વર્ષના એપ્રિલ મહિનામાં પાસામાં પણ ધકેલાયો હતો. જ્યારે ત્રીજો આરોપી પરિમલ સોલંકી અગાઉ રાજકોટ તાલુકા, પ્ર.નગર, યુનિવર્સિટી પોલીસ, ટંકારા પોલીસમાં દારૂ, મારામારી, ધમકી દઇ બળજબરીથી નાણા પડાવવા, જાહેરનામા ભંગ, બળાત્કાર સહિત 7 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડ્યો હતો. જેમાં બળાત્કારનો ગુનો યુનિવર્સિટી પોલીસમાં નોંધાયો હતો. ચોથો આરોપી વિજય ઉર્ફ કાળીયો એ પરિમલનો સગો ભાઇ છે. તેના વિરૂધ્ધ અગાઉ તાલુકા અને યુનિવર્સિટી પોલીસમાં ચોરી, રાયોટીંગ, જાહેરનામા ભંગના 7 ગુના નોંધાયા હતાં. આ ચારેય આરોપીઓની પોલીસે તે કદી ભુલી ન શકે તેવી ‘પુછપરછ’ કરી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:50 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech