છેલ્લે બર્થડે ઉજવવો છે આવીજા કહી હોટેલમાં લઇ જઈને કર્યો બળાત્કાર
હવસખોર રાહુલ પરમારે BHMS ભણેલી યુવતી પર આચર્યું વારંવાર દુષ્કર્મ
રાજકોટ તા.19
શહેરની એક બીએચએમએસ સુધીનો અભ્યાસ કરનાર યુવતી પર રાહુલ પરમાર નામના મિત્રએ લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે લગ્ન કરવાને બદલે તરછોડી દેતા જીવતર ઝેર થઇ ગયાનું અનુભવીને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર સ્થળેથી પોલીસને આપેલી વિગતો મુજબ એ ડીવીઝન પોલીસમાં ગુન્હો નોંધાયો છે.
આ બનાવની જાણવા મળેલી વિગતો શહેરમાં રહેતી 23 વર્ષની યુવતી સાથે મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી રાહુલ રાજુભાઈ ઉર્ફે જગદીશભાઈ પરમાર નામના શખ્સે અવારનવાર દુષ આચર્યા બાદ તમાચા ઝીંકી લગ્ન નહીં કર્યાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે તેણે બીએચએમએસ સુધીનો અભ્યાસ કર્યો છે. તે 2014માં ધો. 9માં અભ્યાસ કરતી હતી ત્યારે સાથે અભ્યાસ કરતાં રાહુલ સાથે મિત્રતા થઈ હતી. બંને અવારનવાર ફોનમાં વાતચીત પણ કરતા હતા. ત્યારબાદ તેણે બીએચએમએસનો અભ્યાસ શરૂૂ કર્યો હતો. ત્યારે આરોપી સ્નેપચેટમાં મેસેજ કરતો હતો. પ્રેમ સંબંધ બંધાતા અનેક વખત મુલાકાત પણ કરી હતી. એક દિવસ આરોપીએ તેને લગ્ન માટે પ્રપોઝ કરતા તેણે સહમતી આપી હતી. ત્યારબાદ આરોપીએ પોતાના બર્થ ડે પર તેને માલવિયા ચોક ખાતે હોટલ નોવા ક્રોસમાં બર્થ ડે પાર્ટી રાખી છે, બધા મિત્રો આવવાના છે કહી તેને પણ પાર્ટીમાં આવવાનું કહેતાં તે ત્યાં ગઇ હતી. હોટલે પહોંચતાં ત્યાં રાહુલ સિંવાય અન્ય કોઇ ન હોવાથી પૂછતા તેણે તને સરપ્રાઇઝ આપવા મેં કહ્યું હતું. તેમ જણાવી આધારકાર્ડ માંગતા તેને ના પાડી હતી. આથી આરોપીએ આપણા પ્રેમ સંબંધની કોઇને જાણ ન થાય એટલે રૂૂમમાં બર્થ ડે પાર્ટી મનાવીએ કહેતા તેને આધાર કાર્ડ આપી બંને રૂૂમમાં ગયા હતા. જ્યાં આરોપીએતેના પર દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ અવારનવાર રાહુલ તેને હોટલે બોલાવી લગ્ન કરશે તેમ કહી હવસનો શિકાર બનાવતો હતો. નવરાત્રિ આસપાસ તેણે લગ્નનું કહેતા રાહુલે તે ઘરે લગ્ન બાબતે વાત કરી તેને જણાવશે તેમ કહ્યું હતું. પરંતુ અવારનવાર રાહુલને લગ્ન બાબતે કહેતા તે કોઈ પ્રત્યુતર આપતો ન હતો. છેલ્લે ગઈ તા. 25ના રાહુલે તેને નાનામવા નજીક બગીચામાં લગ્નની વાત કરવા બોલાવી હતી. જ્યાં બોલાચાલી થતાં રાહુલે તેને તમાચા ઝીંકી ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ પણ રાહુલે તેને ફોન કરી મનાવી ફરી હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તા. 8નાં રાહુલે તેને મારા ઘરે કોઈ નહીં માને તારે જે કરવું હોય તે કરી લે તેવો વોટ્સએપ મેસેજ કરી ફોન બંધ કરી સંબંધ તોડી નાખતા લાગી આવતા તેણે ફિનાઈલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પીઆઇ આર.જી. બારોટ સહિતની ટીમ દ્વારા આરોપીની શોધખોળ આદરાઈ છે.
