રાજકોટ જિલ્લામાં 1500થી વધુ ધાર્મિક દબાણો

રીવ્યુ બેઠકમાં રાજ્યના એડિશનલ કેબિનેટ હોમ સેક્રેટરીએ મેળવી માહિતી રાજકોટ સહિત તમામ મહાનગરોના કલેકટરો સાથે યોજાઇ વિડિયો કોન્ફરન્સ

રાજકોટ, તા.21
છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જે ગેરકાયદે બાંધકામો અને જે ધાર્મિક દબાણ હોય તેને દૂર કરવા માટેના તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે મળતી માહિતી મુજબ આ અંગે રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યું છે તો સામે સ્થાનિક પ્રશાસન પણ આ મુદ્દે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગઈકાલે રાજ્ય સરકારના આસિસ્ટન્ટ કેબિનેટ હોમ સેક્રેટરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા વહીવટ કરતા હોય એટલે કે કલેક્ટરો સાથે ખાસ વિડીયો કોન્ફરન્સ યોજી હતી જેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી કે જે ધાર્મિક દબાણનો છે તે કેટલા પ્રમાણમાં દૂર કરવામાં આવ્યા છે તો સ્થિતિ છે અને આગામી પ્લાન શું છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને જ હવે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે રાજ્યમાં હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ગેરકાયદે દબાણો છે અને સાથોસાથે ધાર્મિક દબાણો છે તેને દૂર કરવા માટેના પગલાંઓ લેવામાં આવશે. ધ્યાને લઈને જ હાલ રાજ્ય સરકાર દ્વારા બેઠક યોજવામાં આવી હતી.
રાજય સરકારના એડિશનલ. કેબીનેટ હોમ સેક્રેટરીએ ગઈકાલે રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ આયોજીત કરી ધાર્મીક દબાણોના મુદ્દે રિવ્યુ લીધા હતા.રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આ વિડીયો કોન્ફરન્સમાં કલેકટર તેમજ પ્રાંત અધિકારીઓ પણ જોડાયા હતા. આ વિડીયો કોન્ફરન્સના પગલે કલેકટર દ્વારા આજે આયોજીત કરાયેલ રેવન્યુ અધિકારીઓની બેઠક પણ મોકૂફ રાખી દેવામાં આવી હતી.સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જીલ્લામાં 1500 જેટલા ધાર્મીક દબાણો સરકારી જમીન પર અનઅધિકૃત રીતે ખડકાયેલા છે. આ મામલે આસી. કેબીનેટ હોમ સેક્રેટરી દ્વારા રિવ્યુ લઈ માર્ગદર્શન પુરૂૂ પાડવામાં આવેલ હતું.
બીજું મહત્વનું પરિબળ એ પણ છે કે દર મહિને આ અંગે ખાસ વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવતી હોય છે અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી અને કયા પ્રકારની કામગીરી થવી જોઈએ તે મુદ્દે ચર્ચા પણ કરવામાં આવે છે પરંતુ જે નક્કર કામગીરી થવી જોઈએ રાજકોટ જિલ્લામાં તે હજુ સુધી થઈ નથી જેને લઇને હાલ અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને ખાસ રાજ્ય સરકાર માંથી પણ રાજકોટ ને તજજ્ઞોના જણાવ્યા અનુસાર વધુ સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે ત્યારે હવે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ક્યા પ્રકારે પગલાં લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું.
ધાર્મીક દબાણોના મુદ્દે હાઈકોર્ટના દિશાનિર્દેશ મુજબ સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ કામગીરી કરવા આસી. કેબીનેટ સેક્રેટરી દ્વારા તાકીદ કરવામાં આવી હતી.અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજયભરમાં સરકારી જમીનો પર દબાણોનો મુદો એ પેચીદો પ્રશ્ન બનેલ છે. સરકારી જમીન પર ખડકાયેલા દબાણના મામલે ખાસ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે જેની સાથોસાથ હવે ધાર્મીક દબાણોના મામલે પણ તંત્ર ગંભીર બન્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર દ્વારા જે દબાણો દૂર કરવા માટેના આદેશો કરવામાં આવ્યા છે તેને ધ્યાને લઈ આગામી દિવસોમાં હવે તીવ્ર વ્યક્તિ કામગીરી હાથ ધરવામાં આવશે કારણ કે રાજકોટ સહિતના જિલ્લાઓમાં એ બાદની સ્પષ્ટતા અને ખાસ યાદી ધાર્મિક દબાણ માટેની તૈયાર કરવામાં આવેલી છે જેના પર હવે જિલ્લા કલેકટર અને રેવન્યુ સ્ટાફ કામગીરી હાથ ધરશે. ગઈકાલની બેઠક બાદ આજે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રેવન્યુ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં આ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:02 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm