કોઠારીયા સોલવન્ટમાં પાણી ઢોળાવા મામલે પડોશીઓએ ધોકા-પાઇપ ઉલાળ્યા: ત્રણ ઘાયલ

બીજા બનાવમાં મોબાઇલ ફોનના હપ્તા બાબતે મિત્ર પર મિત્રની ધોકાવાળી.રાજકોટ: પડોશીઓ વચ્ચે પાણી ઢોળવા મામલે જામી પડી હતી. કોઠારીયા સોલવન્ટમાં પાણી ઢોળવા મામલે થયેલી બોલાચાલીમાં પડોશીઓ વચ્ચે ધોકા-પાઇપ ઉડતાં બે મહિલા સહિત ત્રણને ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટમાં સરકારી સ્કૂલ પાછળ રહેતા પ્રવીણભાઈ ઓઘડભાઈ દેરવાડીયા અને તેમના પત્નિ કિરણબેન સવારે ઘર પાસે હતાં ત્યારે પાડોશી વનીતાબેન તેના પતિ છગનભાઇ, હુસેનભાઈના ઘરના સહિતે ઢીકાપાટુ અને લાકડીથી મારમારતા બંનેને સિવિલમાં ખસેડાયા હતાં. પ્રવિણભાઇને સારવાર માટે દાખલ કરાયા હતાં.
તેમના પત્નિ કિરણબેનના કહેવા મુજબ સવારે નળનું પાણી આવ્યું હોઇ જે પાણી છલકાઈ પડોશીના ઘર તરફ જતા વનીતાબેને બહાર આવી તમારે તો આ રોજનું થ્યું કહી માથાકુટ કરી હતી એ પછી મારામરી થઇ હતી. સામા પક્ષે નીતાબેન છગનભાઇ મકવાણા નામના મહિલા પણ પોતાને પ્રવીણભાઈ, કિરણબેન અને તેની દીકરી વૈશાલીએ લાકડીથી માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બંને પક્ષની માથાકુટની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી.
બીજા બનાવમાં રૈયા રોડ યોગીનગર શાક માર્કેટ પાસે રહેતાં અને વજનકાંટાનું કામ કરતાં છવ્વીસ વર્ષના ભાર્ગવ જયસુખાઇ સોની પર રાતે યુનિવર્સિટી રોડ દ્વારકાધીશ હોટલ નજીક રહેતાં તેના જ મિત્ર અભિ, અભીના સગા મહેશભાઇ સહિતનાએ હુમલો કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.
ભાર્ગવના કહેવા મુજબ તે અને મિત્ર જયદિપ જાદવ મિત્ર અભીના ઘરે ગયા હતાં. અભીએ મારા નામે એક આઇફોન અને જયદિપના ક્રેડીટ કાર્ડ પર બે આઇફોન ખરીદ કર્યા હોઇ હવે તે હપ્તા ભરતો ન હોઇ તેની વાત કરવા માટે અમે બંને મિત્રો તેના ઘરે જતાં તેના સગાએ ગાળાગાળી કરતાં ડખ્ખો થયો હતો અને મારા પર હુમલો કરાયો હતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:17 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm