જૂનાગઢ મેયર-66 નગરપાલિકાના પ્રમુખોની વરણી

આજે રાત્રે 8 વાગ્યે સાંસદ મયંક નાયક રાજકોટ આવી શહેર-જિલ્લા ભાજપ પ્રમુખના નામનું ખોલશે સસ્પેન્સ

રાજકોટ, તા. 5
ગઈકાલે પ્રદેશ ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિત 66 નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનોની પસંદગી કરવામાં આવી હતી. છેલ્લા બે માસથી ગુજરાતમાં શહેર અને જિલ્લાના પ્રમુખોના નામ અંગે અનેકવિધ અટકળો ચાલી રહી છે. ભાજપે હાલ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ ના નામની જાહેરાત કરી નથી ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આજથી હોળાષ્ટક બેસી જતા હોવાથી હવે ધુળેટી બાદ જ શહેર અને જિલ્લાના પ્રમુખોની યાદી પ્રસિદ્ધ કરશે તેવું હાલ સુત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ એવી વાત પણ સામે આવી રહી છે કે આજે રાત્રે 8 વાગ્યે સાંસદ મયંક નાયક રાજકોટ આવી શહેર-જિલ્લા પ્રમુખોના નામનું સસ્પેન્સ દૂર કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ સંગઠનમાં છેલ્લા ઘણા સમયથી અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જેના કારણે હાલ મહાનગર અને જિલ્લા પ્રમુખોની યાદી પ્રસિદ્ધ થઈ શકતી નથી ત્યારે હવે સંગઠન નવરચનામાં જે ક્લસ્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓને પણ અવગત કરાવી દેવા છે. ભાજપના સંગઠનમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ હવે હોળાષ્ટક પછી થઈ શકે છે તો રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી તા.21થી23 માર્ચના રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘની બેંગલુરુમાં મળનારી પ્રતિબંધ સભાની બેઠક પુર્વે નિશ્ર્ચિત થઈ શકશે. તા.14 માર્ચ સુધીમાં રાજયોને તેની સંગઠન નવરચના પુરી કરવાના આદેશ અપાયા છે અને હોળાષ્ટક પણ તે દિવસે જ પુરા થશે. આમ ગુજરાતને ધુળેટીને દિને જ સારા સમાચાર મળી જશે. ભાજપને ગુજરાત સહિત છ રાજયોમાં સંગઠન પ્રક્રિયા પુરી કરવાની છે જેથી 18 રાજયોમાં નવા સંગઠન મારફત રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણી થશે. રાજયમાં હવે યુદ્ધ સ્તરે આ કામગીરી કરવા જણાવાયુ છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશથી લઈ રાષ્ટ્રીય સ્તરે 60થી70% નવા ચહેરા હશે.
બીજી તરફ રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓના હોદ્દેદારોની નિમણૂક કરી દેવામાં આવી છે જેમાં પાંચમાંથી ચાર બેઠકો પર મહિલા ઉમેદવારોને તક આપવામાં આવી છે જેમાં ઉપલેટામાં વર્ષાબેન ગજેરા, ધોરાજીમાં સંગીતાબેન બારોટ, ભાયાવદરમાં રેખાબેન સોણજીયા તથા જેતપુરમાં મેનાબેન ઉસદડિયાની નિમણૂક કરવામાં આવી છે જ્યારે જસદણમાં પ્રમુખ પદે જીતેન્દ્ર છાયાણીને જવાબદારી સોંપાય છે. જ્યારે કાલાવડમાં પ્રમુખ તરીકે રંજનબેન રાખોલીયા ઉપપ્રમુખ પદે દયાબેન ઝાપડાને જવાબદારી સોંપવામાં આવી.

જૂનાગઢ મહાનગરપાલિકા
મેયર ધર્મેશ પોશીયા
ડેપ્યુટી મેયર આકાશ કટારા
સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર
શાસક પક્ષના નેતા મનન અભાણી
જૂનાગઢ જિલ્લો
બાંટવા નગરપાલિકા
પ્રમુખ સુનિલ જેઠવાણી
ઉપપ્રમુખ રામ ગરચર
વિસાવદર નગરપાલિકા
પ્રમુખ દયા સોલંકી
ઉપપ્રમુખ રમેશ માંગરોળિયા
માણાવદર નગરપાલિકા
પ્રમુખ જિતેન્દ્ પનારા
ઉપપ્રમુખ ભારતીબા ચુડાસમા
ચોરવાડ નગરપાલિકા
પ્રમુખ બેના ચુડાસમા
ઉપપ્રમુખ દિલીપ શાહ
વંથલી નગરપાલિકા
પ્રમુખ રાકેશ ત્રાંબડીયા
ઉપપ્રમુખ હુસેના સોઢા
બોટાદ નગરપાલિકા
પ્રમુખ ધર્મિષ્ઠા જોટાણીયા
ઉપપ્રમુખ નિરુ ત્રાસડિયા
કારોબારી ચેરમેન જયશ્રીબેન
ગઢડા નગરપાલિકા
પ્રમુખ હિતેષ પટેલ
ઉપપ્રમુખ સુરેશ મેર
ગીર-સોમનાથ જિલ્લો
કોડીનાર નગરપાલિકા
પ્રમુખ આબીદા ખાતુન નકવી
ઉપપ્રમુખ પ્રતાપભાઈ ઉર્ફે શીવા સોલંકી
કારોબારી અધ્યક્ષ વિવેક મેર
કચ્છ જિલ્લો
રાપર નગરપાલિકા
પ્રમુખ ચાંદ ઠક્કર
ઉપપ્રમુખ બબી સોલંકી
ભચાઉ નગરપાલિકા
પ્રમુખ પેથા રાઠોડ
ઉપપ્રમુખ ચંપા ગોઠી
દેવભૂમિ દ્વારકા જિલ્લો
દ્વારકા નગરપાલિકા
પ્રમુખ કોમલ ડાભી
ઉપપ્રમુખ સંજય માણેક
કારોબારી ચેરમેન પરેશ જાખરીયા
સુરેન્દ્રનગર જિલ્લો
થાન નગરપાલિકા
પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા
ઉપપ્રમુખ રાજુ અલગોતર
અમરેલી જિલ્લો
રાજુલા નગરપાલિકા
પ્રમુખ જ્યોતિ દવે
ઉપપ્રમુખ ઘનશ્યામ વાઘ
જાફરાબાદ નગરપાલિકા
પ્રમુખ રવિના બારૈયા
ઉપપ્રમુખ નીરવ ઠાકર
ચલાલા નગરપાલિકા
પ્રમુખ નયના વાળા
ઉપપ્રમુખ પ્રવિણ માલવિયા
લાઠી નગરપાલિકા
પ્રમુખ દયા જમોડ
ઉપપ્રમુખ બાબુ ધોળાકિયા
પોરબંદર જિલ્લો
કુતિયાણા નગરપાલિકા
પ્રમુખ શાંતિબેન
ઉપપ્રમુખ કાના જાડેજા
રાણાવાવ નગરપાલિકા
પ્રમુખ ગીતા ભુતિયા
ઉપપ્રમુખ રમા પીપરોતર
જામનગર જિલ્લો
જામજોધપુર નગરપાલિકા
પ્રમુખ કંચન ગોસ્વામી
ઉપપ્રમુખ દિલીપ જાવિયા
કાલાવડ નગરપાલિકા
પ્રમુખ રંજન રાખોલિયા
ઉપપ્રમુખ દયા ઝાપડા
જામજોધપુર નગરપાલિકા
પ્રમુખ કંચન ગોસ્વામી
ઉપપ્રમુખ દિલીપ જાવિયા
કાલાવડ નગરપાલિકા
પ્રમુખ રંજન રાખોલિયા
ઉપપ્રમુખ દયા ઝાપડા
મોરબી જિલ્લો
વાંકાનેર નગરપાલિકા
પ્રમુખ ડીમ્પલ સોલંકી
ઉપપ્રમુખ હર્ષિત સોમાણી
હળવદ નગરપાલિકા
પ્રમુખ ફોરમ રાવલ
ઉપપ્રમુખ સતિષ પટેલ

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:14 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm