દિલ્હી હાઈકોર્ટના જજના નિવાસ્થાને રોકડ મળ્યાનો દાવો પોકળ

ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે દાવાઓને ફગાવી દીધા અને સ્પષ્ટતા કરી કે આગ ઓલવતી વખતે કોઈ રોકડ રકમ મળી ન હતી

નવીદિલ્હી, તા. 21
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના લ્યુટિયન્સ દિલ્હીમાં સત્તાવાર નિવાસસ્થાને રોકડ મળવાના મામલામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. કારણ કે, ફાયર વિભાગે રોકડ મળવાના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. દિલ્હી ફાયર સર્વિસ (ઉઋજ)ના વડા અતુલ ગર્ગે શુક્રવારે આ દાવાઓને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા કરી હતી કે “અગ્નિશામક દળના કર્મચારીઓને આગ ઓલવતી વખતે કોઈ રોકડ રકમ મળી ન હતી.” ફાયર ઓફિસર ગર્ગના જણાવ્યા અનુસાર, 14 માર્ચે રાત્રે 11:35 વાગ્યે લ્યુટિયન્સ દિલ્હીમાં જસ્ટિસ વર્માના નિવાસસ્થાને આગની જાણ થઈ હતી, ત્યારબાદ બે ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો 11:43 વાગ્યા સુધીમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આગ એક સ્ટોર રૂૂમમાં લાગી હતી, જ્યાં સ્ટેશનરી અને ઘરવખરીનો સામાન રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આગ 15 મિનિટમાં કાબૂમાં આવી ગઈ હતી અને કોઈ જાનહાનિ થઈ નથી.
અધિકારી અતુલ ગર્ગે કહ્યું, “આગ ઓલવ્યા બાદ તરત જ અમે પોલીસને ઘટનાની જાણ કરી. ત્યાર બાદ અમારી ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ. અમારા ફાયર ફાઈટરોને આગ બુઝાવવા દરમિયાન કોઈ રોકડ રકમ મળી ન હતી.” મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે રોકડ મેળવવાના આરોપોની પ્રાથમિક તપાસ શરૂૂ કરી છે, જે અંતર્ગત દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી પ્રારંભિક અહેવાલ માંગવામાં આવ્યો છે.
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પોતાનો તપાસ અહેવાલ ભારતના મુખ્ય ન્યાયાધીશને સોંપશે. આ પછી રિપોર્ટની સમીક્ષા કરીને આગળની જરૂૂરી કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સંબંધિત મામલાની તપાસ શરૂૂ કરનાર સૌ પ્રથમ હતા. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મામલે અનેક પ્રકારની અફવાઓ અને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જેનાથી બચવાની જરૂૂર છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:14 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm