નકલી કોર્ટ ચલાવતા નકલી જજની ડિગ્રી પણ નકલી, વિદેશી યુનિવર્સિટીએ કર્યો મોટો ખુલાસો

ભારે કરી, અમદાવામાંથી ઝડપાયેલી નકલી કોર્ટના જજની ડીગ્રી પણ નકલી

ગાંધીનગર, તા.24

અમદાવાદમાંથી  ઝડપાયેલ નકલી કોર્ટના મુખ્ય આરોપીને પોલીસે 11 દિવસના રિમાન્ડ પર લીધો છે. બીજીબાજુ તેમણે બતાવેલી જજની ડીગ્રી પણ નકલી હોવાનું વિદેશી યુનીવર્સીટીએ જણાવી આ બાબતે યુનીવર્સીટી જવાબદાર ના હોવાનું પોલીસને જણાવતા ખળભળાટ મચી ગયો છે.

ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિનનની કીમીયાગીરીએ રાજ્યભરમાં ચકચાર જગાવી છે. ત્યારે સમગ્ર મામલે નકલી લવાદ મોરિસને ગઈકાલે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે નકલી જજના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારબાદ હવે મોરીસના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે. નકલી જજ બનેલા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિયનનો મામલો વિદેશ સુધી પહોંચ્યો છે. નકલી જજના નકલી ડિગ્રી સર્ટિફિકેટને લઈને વેસ્ટ આફ્રિકાના ઘાનાની કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીએ નોટિસ ફટકારી છે. આ યુનિવર્સિટીની તસવીરો વાયરલ થઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા યુનિવર્સિટીનો સંપર્ક સાધ્યો હતો. આ દરમિયાન યુનિવર્સિટી દ્વારા મોટો ખુલાસો કરાયો છે. કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીએ કહ્યું હતું કે, ’જો કોઈપણ છેતરપિંડી થાય છે તો યુનિવર્સિટી જવાબદાર રહેશે નહીં.’ આ સિવાય આરોપીની ઈન્ટરનેશનલ લો ડિગ્રી સામે પણ સવાલ ઉભો થયો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:42 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech