RTIમાં TPનું ‘પોત’ પ્રકાશ્યું 799 અરજીઓ

કિસ-કિસ કો બતાઉ, કેસે-કેસે મે સુનાઉ સબકો…..!

વિભાગની નબળી કામગીરી અને અધિકારીઓના વલણના પગલે લોકોએ RTIનો લીધો સહારો : આગામી દિવસોમાં અરજીનો મારો નહીં ઘટે તો કોર્પોરેશન માટે થશે માથાનો દુખાવો

મનપા પર રાઈટ ટુ ઇન્ફોર્મેશનનો મારો : છેલ્લા છ મહિનામાં કુલ 1765 અરજીઓ નોંધાઈ

રાજકોટ, તા. 24

આરટીઆઈ એ એક અધિનિયમ છે જે માહિતી મેળવવાના અધિકારના નાગરિકોના હક અને કાર્યવાહીને નિર્ધારિત કરે છે. આ કાયદા હેઠળ ભારતનો કોઈપણ નાગરિક જાહેર સત્તા ની માહિતી માટે વિનંતી કરી શકે છે જેનો જવાબ ત્રીસ દિવસની અંદર ઝડપથી આપવો જરૂરી છે. માહિતી એ કોઈપણ ફોર્મની કોઈપણ સામગ્રી છે, જેમાં રેકોર્ડ્સ, દસ્તાવેજો, ઇમેઇલ્સ, અભિપ્રાયો, પ્રેસ રીલીઝ, ઓર્ડર, કોઈપણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખવામાં આવેલી માહિતી સામગ્રીનાં રિપોર્ટ્સ વગેરે છે. તેમાં કોઈપણ ખાનગી બોડીની માહિતીનો પણ સમાવેશ થાય છે જેને જાહેર સત્તા દ્વારા કોઈ પણ કાયદા અંતર્ગત એક્સેસ કરી શકાય છે.આ કાયદામાં કારોબારી, વિધાનસભા અને ન્યાયતંત્ર સહિતના તમામ બંધારણીય અધિકારીઓને આવરી લેવામાં આવ્યા છે, આપણા દેશની સંસદ અથવા રાજ્યની વિધાનસભાના અધિનિયમ દ્વારા સ્થાપિત અથવા રચિત કોઈપણ સંસ્થા.  નાગરિકો કોઈપણ સરકારી દસ્તાવેજોનું નિરીક્ષણ કરી શકે છે, સરકારી કામો વગેરેનું નિરીક્ષણ આરટીઆઈ અંતર્ગત કરી શકે છે. રાષ્ટ્રીય સ્તરનો કાયદો પસાર કરવો ખૂબ જ કપરો બની ગયો હતો ત્યારે ફક્ત રાષ્ટ્રીય સલામતી અને સાર્વભૌમત્વતાના કારણોસર જ નહીં પરંતુ, જાહેર સત્તાના સ્ત્રોતોના અયોગ્ય રીતે બીજે વાળવા અંગેની વિનંતીઓને સામેલ કરવામાં આવે છે, ઉપરાંત આ કાયદામાં અસંખ્ય મુક્તિઓ આપવામાં આવી હોવાથી તેની તીવ્ર આલોચના કરવામાં આવી હતી.  રાઈટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ અત્યારના અનેકવિધ વિભાગોમાંથી માહિતી મેળવવા લોકો ઉતાવળા બની રહ્યા છે એટલું જ નહીં આરટીઆઈ નો કાયદો આવવાથી ઘણા ખરા કિસ્સાઓમાં સરકારી તંત્રનું કામ પણ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો આ વિભાગ પર અનેકવિધ પ્રશ્ર્નો ઊભા થયા છે અને આંગળીઓ પણ ચીંધવામાં આવી છે ત્યારે ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા પરનો જે ભરોસો અને વિશ્ર્વાસ હતો તે ડામાંડોર થયો છે એટલું જ નહીં અહીં લોકો મહાનગરપાલિકાની કામગીરી પર સહેજ પણ વિશ્ર્વાસ રાખતાં નથી તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે. આ અંગે રાજકોટના લોકોનો શું મિજાજ છે તે અંગે માહિતી લેવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ પેલી એપ્રિલ 2024 થી 22 ઓક્ટોબર એટલે કે આશરે સાડા છ માસના અંતરાલમાં જે પરિવર્તન રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ જોવા મળ્યું તે અત્યંત ચોંકાવનારું છે કારણ કે આ સમયગાળા દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં આશરે 1765 આરટીઆઇની અરજીઓ આવેલી છે જેમાં સર્વાધિક અરજી ટાઉન પ્લાનિંગ વિભાગની છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંગે વિવિધ શાખાઓને પણ સૂચિત કરવામાં આવી છે કે તેમના સંબંધિત વિભાગની જે આરટીઆઇ આવે તેઓએ તેનો જવાબ ઝડપભેર આપી દેવો પરંતુ આ તમામ અરજીઓમાં પેન્ડિંગ અરજીઓની યાદી પણ ખૂબ મોટી છે જે નો રિપોર્ટ અને જેનો આંકડો મહાનગરપાલિકા પાસે ન હોવાનું સંબંધિત વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે એટલું જ નહીં તેઓના જણાવ્યા અનુસાર પેન્ડિંગ ની વ્યાખ્યા પણ કંઈક અલગ જ છે જેથી કુલ અરજીમાંથી પેન્ડિંગ અરજી કેટલી છે તેનો તાગ મેળવી શકાય નહીં.

મહાનગરપાલિકાએ એ વાત ઉપર હવે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે 800 અરજી એટલે કે કુલ અરજીના અડધો અડધ અરજીઓ માત્ર ટાઉન પ્લાનિંગ વિભાગની જ હોય તો ક્યાંક ને ક્યાંક લોકો ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરીથી અસંતુષ્ટ છે માટે જ અરજીઓ કરવામાં આવતી હોય જો આ અંગે પરફેક્ટ મેકેનિઝમ ઊભું કરવામાં આવે તો આ અરજીનો ભરાવો પણ ઘટી જાય એટલું જ નહીં સંબંધિત વિભાગ નો સમય પણ જવાબ આપવામાં બચે. પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા ના વિભાગોની ઢીલી નીતિ અને કામગીરીમાં ઢીલાશના પગલે લોકો અસંતોષ્ઠ થયા છે અને સતત આરટીઆઈ કરી માહિતી માંગી રહ્યા છે. મહત્વની વાત જ એ છે કે સાડા છ મહિનામાં જો 1700 જેટલી અરજીઓ થતી હોય તો એ વાત પુરવાર કરે છે કે ક્યાંક ને ક્યાંક સંબંધિત વિભાગ ની કામગીરી પર પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે.

આ અંગે મહાનગરપાલિકાએ પણ ગંભીરતાપૂર્વક વિચાર કરવો ખૂબ જરૂરી છે કારણ કે હાલ ટોક ઓફ ધ ટાઉન કોઈ કચેરી હોય તો તે મહાનગરપાલિકા છે અને તેમાં પણ ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગ તો અત્યારના હોટ ટોપીક છે. સંબંધિત વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ અંગે ખાસ એક મિકેનિઝમ ઊભું કરવાની જરૂરિયાત છે જેથી આજે આરટીઆઇનો મારો થઈ રહ્યો છે તે ઘટી જાય. રાજકોટ મહાનગરપાલિકા હેઠળ એક નહીં અનેક કચેરીઓ કાર્યરત છે અને તે તમામ કચેરીઓમાં હાલ કામગીરી નબળી હોવાનું પણ આ આરટીઆઇના આંકડા ઉપરથી પુરવાર થઈ રહ્યું છે માની શકાય કે ઘણા ખરા લોકો માત્ર કચેરી નો સમય બગાડવા માટે અરજી કરતા હોય પરંતુ તે અરજી માત્ર કુલ અરજીની 10% પણ ગણવામાં આવે તો પણ આંકડો ખૂબ મોટો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી અને આવશ્ર્યક છે.

કયા વિભાગની કેટલી અરજી

       ટાઉન પ્લાનિંગ…..799 અરજી

       ટેકસ વિભાગ…..72 અરજી

       બાંધકામ…..62 અરજી

       સોલીડ વેસ્ટ…..56 અરજી

       એસ્ટાબ્લીસમેન્ટ વિભાગ…..42 અરજી

       ફાયર વિભાગ…..41 અરજી

       હેલ્થ વિભાગ…..40 અરજી

       આવાસ ટેકનિકલ….29 અરજી

તંત્ર જવાબ આપવામાં ઊણું

રાઇટ ટૂ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ કોઇપણ અરજી આવે તો તેનો નિકાલ ગણતરીના 30 દિવસમાં જ કરવાનો રહેતો હોય છે. પરંતું, વાસ્તવિકતા તો એ છે કે હાલ મહાનગરપાલિકામાં 1765 અરજીઓ આરટીઆઇ હેઠળ આવેલી છે તેમાં અડધો અડધ અરજીમાં તંત્ર હજુ સુધી જવાબ આપી શક્યું નથી તેવું જાણકાર વર્તુળો ચર્ચી રહ્યા છે. ત્યારે આરટીઆઇ વિભાગ પણ આ તમામ અરજીઓનો ઝડપભેર નિકાલ થાય તે માટે એડી ચોટીનું જોર લગાવે છે.

શહેરના તમામ 18 વોર્ડના વોર્ડ ઓફિસરોને કુલ 92 છઝઈં કરાઈ

મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકા હેઠળ કુલ 18 વોર્ડ આવેલા છે તેમાં તમામ વોર્ડના વોર્ડ ઓફિસરોને પણ આ છ મહિનામાં અનેકવિધ અરજીઓ કરવામાં આવી હતી જેમાં મળતી માહિતી મુજબ કુલ 92 આરટીઆઈ કરવામાં આવેલી છે જેમાં સર્વાધિક વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 13 માં કુલ છ-છ આરટીઆઇ થયેલી છે. જ્યારે બાકી તમામ વોર્ડમાં પાંચ આરટીઆઈ થયેલી છે. આ અરજી પાછા નો મુખ્ય હેતુ એ જ છે કે હવે ખુદ લોકો પણ જાગૃત થઈ ગયા છે કે તેમના દ્વારા કરવામાં આવેલા જે કામ છે અથવા તો જે માંગણી મુજબ જે રજૂઆત કરવામાં આવેલી છે તે કામ ક્યાં પૂર્ણ થયા છે કારણ કે લોકોની રાવ છે અને તજજ્ઞ પણ ફરિયાદ કરતા હોય છે કે અધિકારીઓ કામગીરી ના રિપોર્ટ અથવા તો પ્રગતિ હેઠળના કામ અથવા તો હાલ જે ચાલી રહ્યું છે કામ તે ક્યારે પૂર્ણ થશે તેનો કોઈ જવાબ ધન ધણીને આપતા નથી માત્રને માત્ર આરટીઆઈના ડરના કારણે જ તેઓએ માહિતી આપવી પડે છે જે માટે જ લોકોએ આરટીઆઈનો સહારો લીધેલો છે.

પેન્ડિંગ અરજીનો આંકડો કચેરી પાસે નથી

રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર હાલ વિભાગ પાસે કુલ 1765 આરટીઆઇ થયેલી છે તેમાંથી કેટલી આરટીઆઇનો જવાબ આપી દેવામાં આવ્યો છે અને કેટલી અરજી પેન્ડિંગ છે તે અંગે હજુ સુધી કોઈ આંકડો બહાર પાડવામાં આવ્યો નથી આ અંગે જ્યારે વિભાગના સંબંધિત અધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું હતું કે આરટીઆઇ વિભાગમાં પેન્ડિંગ અરજી કેટલી છે તેનો તાગ મેળવી શકાય નહીં કારણકે અહીં પેન્ડિંગના ઘણા ખરા મતલબ નીકળતા હોય એક તો કચેરીએ લેખિત કોપી આરટીઆઇ વિભાગને સોંપી દીધી હોય અને વિભાગ દ્વારા તેને હજુ ઓનલાઇન ચડાવવામાં આવી ન હોય એટલે તેને પણ પેન્ડિંગ ગણવામાં આવે છે બીજી તરફ જ્યારે રકમની ભરપાઈ કરવામાં આવનારી હોય તો તે રકમની ભરપાઈ અરજદારે ન કરતા તે અરજીને પણ પેન્ડિંગ ગણવામાં આવે છે જેથી કોઈ સ્પષ્ટ આંકડો કુલ 1765 માંથી કેટલી આરટીઆઇ પેન્ડિંગ છે તે મળી શકે નહીં.

વધતી જતી અરજીઓનું કારણ અકબંધ રાજકોટ મહાનગરપાલિકા માટે પણ હાલ સૌથી મોટો ચિંતાનો વિષય એ જ છે કે હાલ જે રીતે આરટીઆઇ ની અરજીનો મારો જોવા મળી રહ્યો છે તેને જોતા એ વાત તો સ્પષ્ટ છે કે લોકો મહાનગરપાલિકાની કામગીરીથી પૂર્ણત: અસંતોષ છે એટલું જ નહીં આ વધતી જતી અરજીઓનું કારણ શું હોઈ શકે તેનો પણ હજુ સુધી કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી અને મહાનગરપાલિકા તેનો તાગ પણ મેળવી શક્યું નથી. આ અંગે હાલ એક વખત નહીં અનેક વખત ગંભીરતાપૂર્વક ચર્ચા પણ કરવામાં આવેલી છે પરંતુ જે નિષ્કક્ષ નીકળવો જોઈએ તે હજુ સુધી નીકળ્યો નથી અને પરિણામ સ્વરૂપે મહાનગરપાલિકા ઉપર અરજીઓનું ભારણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
2:38 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech