રાજકોટ જીલ્લા વિસ્તારમાં રૂ.314 લાખના ખર્ચે રીપેર કરાશે ચેકડેમો

જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ સરકારનો માન્યો આભાર

રાજકોટ મિરર, તા.8
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ એક અખબારી યાદી માં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેતી અને ખેડૂતો ની સમૃધિ માટે એમએસપી માં વધારો સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અસરકારક રીતે અમલમાં લાવી રહીછે ત્યારે મુખ્યમંત્રીના ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર ની આ ખેડૂતલક્ષી તમામ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોચાડી રહી છે અને આ તમામ યોજનાઓના લાભો તમામ લોકો સુધી પહોચાડવા માટે રાજકોટ જિલ્લા પંચાયત સતત કાર્યરત છે.
ત્યારે ભાજપ સરકાર નલ સે જલ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઘર ઘર સુધી પીવાનું પાણી અને સૌની યોજના ની વિવિધ લિંકો દ્વારા સિંચાઈ માટે ગામે ગામ માં નર્મદા ના પાણી પહોચાડી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના સિંચાઈ માટેના નાના મોટા ચેકડેમોને રીપેરીંગ કરી પાણી ભરાવાની ક્ષમતા માં વધારો કરવાના હેતુ થી રૂ.314 લાખના રીપેરીંગના કામો ને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મંજુરી આપવામાં આવી છે.
આ અંતર્ગત વિવિધ ગામોના ડેમો ના રિનોવેશન માટે જેમકે કોઠારિયા ગામે માઇનર ઇરિગેશન માટે રૂ.13.97 લાખ બેડી ગામે માઇનોર ઇરિગેશન માટે રૂ 19.33 લાખ,હડાળા ગામે માઇનોર ઇરિગેશન માટે રૂ 5.69 લાખ,નગર પીપળીયા ગામે માઇનોર ઇરિગેશન માટે રૂ 31.74 લાખ, હડાળા ગામે માઇનોર ઇરિગેશન માટે રૂ 78.21 લાખ લોઠડા,ખોરાણા,આણંદપર(નવાગામ) ચીભડાં ગામો ના માઇનોર ઇરિગેશન માટે કુલરૂ.77.68 લાખ તેમજ કુવાડવા ડેમ માટે રૂ. 85.85 લાખ મંજૂર કરવા માં આવ્યા છે .ઉપરોકત ચેકડેમો રીપેરીંગ તેમજ રિનોવેશન થવાથી આ ડેમો ની પાણી ભરાવા ની ક્ષમતા માં વધારો થવા ઉપરાંત આસપાસ ની જમીનોના તળ પણ ઊંચા આવસે જેનાથી આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતો ને સિંચાઈ માટે ખૂબજ લાભદાયી રહેશે.
આ કામો ને મંજૂરી આપવા બદલ રાજ્ય સરકાર મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, સંસદસભ્ય,ધારાસભ્ય તેમજ સંગઠનના હોદેદારો સહિત તમામનો આભાર જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણબેન રંગાણીએ વ્યક્ત કર્યો હતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
11:59 am, Jun 7, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech