CM રાજકોટમાં 793 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મનપા અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિતના પ્રોજેકટના કામ ધરશે હાથ

રાજકોટ, તા. 12
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે આજે રાજકોટ મહાનગરપાલિકાના રૂ.793.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટી.પી. સ્કીમ નં.32(રૈયા)મા નિર્માણ કરેલ અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિતના પ્રોજેકટના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન 1.5 ઇઇંઊં ના 1010 આવાસ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ઊઠજ-2 કેટેગરીના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરવામાં આવશે.શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સી.એન.જી. ફ્યુઅલ આધારિત 22 નવી બસ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે ખરીદ કરવામાં આવેલ 7 નવા જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ (ફ્લેગ ઑફ) પણ આ કાર્યક્રમમાં કરવામાં આવશે.
સમગ્ર વિસ્તારમાં ડી.આઇ. પાઇપલાઇન નેટવર્ક, સ્માર્ટ મીટર, સ્કાડા સિસ્ટમ તથા ન્યુમેટીક પમ્પિંગ સિસ્ટમથી સજ્જ કોમ્પ્યુટરાઈઝ નેટવર્ક જેમાં વપરાયેલ વાલ્વ ૠિીક્ષમરજ્ઞત કંપનીના ઉચ્ચ ગુણવતાવાળા વાપરવામાં આવેલ છે. જેના દ્વારા 24ડ્ઢ7 પોટેબલ વોટર સપ્લાયનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 33.00 મિલયન લીટર કેપેસિટીનો ૠજછ તથા પંપ હાઉસ બનાવવામાં આવેલ છે. તેમજ રીસાઈકલ્ડ વોટર માટે સ્માર્ટ સિટી વિસ્તારમાં હયાત 56 ખકઉ કેપેસિટી એસ.ટી.પી.ના ટ્રીટેડ પાણીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરી ભવિષ્યની વધારાની માંગને પહોચી વળવા રાજકોટ સ્માર્ટ સિટી દ્વારા 8 ખકઉ કેપેસિટીના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રીસાયકલ વોટર રીઝર્વોયર (સમ્પ) 23.00 મિલિયન લીટર કેપેસિટી તથા રિસાયકલ્ડ પાણીના નેટવર્કનું કામ કરવામાં આવેલ છે.
લોકાર્પણના કામો (કુલ રકમ રૂ.569.19 કરોડ)
ભારત સરકારની સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ટી.પી.સ્ક્રીમ નં.32(રૈયા) વિસ્તારમાં અઇઉ હેઠળ નિર્માણ કરવામાં આવેલ રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો (રકમ રૂ.565.11 કરોડ) . સિટી બસ સેવામાં નવા રૂટ શરૂ કરવા તેમજ ટ્રાફિકવાળા રૂટમાં વધારાની બસ શરૂ કરવા, એમ કુલ 22 નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શરૂ કરવા ફ્લેગ ઑફ.ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે 8000 લિ.કેપેસિટીના નવા ખરીદ કરવામાં આવેલ 7 નંગ જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ (ફ્લેગ ઑફ) (રકમ રૂ.3.73 કરોડ). પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે ત્રણ કેન્ટીનના બિલ્ડીંગમાં કરવામાં આવેલ રીનોવેશન કામ(રકમ રૂ.35 લાખ)
ખાતમુહૂર્તના કામો (કુલ રકમ રૂ.224.26 કરોડ)
બાંધકામ વિભાગને લગત કામો (કુલ 26 કામ, રકમ રૂ.67.76 કરોડ) , ડ્રેનેજ નેટવર્કને લગત કામો (કુલ 7 કામ, રકમ રૂ.44.50 કરોડ), વોટર વર્કસ નેટવર્કને લગત કામો (કુલ 6 કામ, રકમ રૂ.23.84 કરોડ), રોડ-ડામર કામ તથા ડિવાઈડર-સેન્ટ્રલ લાઈટીંગ લગત કામો (કુલ 15 કામ, રકમ રૂ.83.38 કરોડ) , સાધન ખરીદી (કુલ 2 કામ, રકમ રૂ.4.78 કરોડ)
રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઈ.પી.સી.(એન્જીનીયરીંગ પ્રોક્યુરમેન્ટ ક્ધસ્ટ્રકશન) કોન્ટ્રાક્ટ હેઠળ પાંચ વર્ષના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથે કુલ રૂ.565.11 કરોડના ખર્ચે મંજુર થયેલ છે. જેમાં રોડ નેટવર્ક, બી.આર.ટી.એસ. કોરીડોર તથા બસ સ્ટોપ, સ્માર્ટ લાઈટિંગ, 24ડ7 વોટર સપ્લાય, યુટિલિટી ડ્ક્ટ, સ્ટોર્મ વોટર, સીવરેજનો સમાવેશ થયેલ છે.અટલ સ્માર્ટ સિટી સંકુલ 930 એકરના વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.32(રૈયા) પ્રારંભિક મંજુર કરેલ છે. લેન્ડ પુલિંગ ટેકનિક અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને જુદા જુદા અનામત હેતુના કુલ 50 પ્લોટોનું ક્ષેત્રફળ 28,46,216 ચો.મી. જમીન પ્રાપ્ત થાય છે. રહેણાંક વહેચાણ હેતુના 4 અનામત પ્લોટોનું 48,648 ચો.મી. જમીન પ્રાપ્ત થાય છે. તેમજ વાણિજય વેચાણ હેતુ માટે 6 પ્લોટો 90,956 મળી, કુલ 1,39,604 ચો.મી. જમીન મહાનગરપાલિકાને પ્રાપ્ત થાય છે. જેને ભવિષ્યમાં હરરાજીથી વેચાણ કરી, આવક ઉભી થઈ શકશે.
ગ્રીન ફિલ્ડ એરિયા બેઇઝ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ખાસિયત
તમામ યુટિલિટી જેવી કે, ડ્રેનેજ વોટર સપ્લાય ચેમ્બર્સ, ડ્રેનેજ મેનહોલ કેરેજ-વે (ડામર રસ્તા)મા આવતા ન હોઈ, ભવિષ્યમાં ઘખ ખર્ચમાં ઘટાડો થશે તથા સિટીઝન સર્વિસીબીલીટી સારી થશે. ટી.પી. રોડ નેટવર્કમાં તમામ યુટિલિટી સર્વિસ રસ્તાના કેરેજ-વે ની બહાર હોઈ, રસ્તા વારંવાર ખોદાણ કરવાનું થશે નહિ જેથી રસ્તાઓ ડીઝાઇન પીરીયડ મુજબ ટકાઉ રહેશે વિશેષમાં આ રસ્તાઓમા હાયર ગ્રેડ ડામર ટૠ-40 નો ઉપયોગ કરવામા આવેલ છે. સમગ્ર સ્માર્ટ સિટી વિસ્તારમાં સ્ટોર્મ વોટર નેટવર્ક નાખેલ હોય વરસાદી પાણીનું ટીપે ટીપું સ્ટોર્મ વોટર ચેનેલાઈન્ઝડ નેટવર્ક દ્વારા કેચમેન્ટ એરિયા આધારિત તળાવ-1(અટલ સરોવર), 2 તથા 3 માં જળ સંચય થાય છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:42 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech