CM રાજકોટમાં કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની આપશે ભેટ

સવારે 10 વાગ્યે હિરાસર એરપોર્ટ પહોંચી સીધા મોરબી જવા થશે રવાના : સાંજે પાંચ કલાકે કટારીયા ચોકડી ખાતે કેબલ બ્રિજનું કરશે ભૂમિ પૂજન

રાજકોટ, તા. 25
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ અને મોરબીની મુલાકાતે આવી રહ્યા છે જ્યાં તેઓ કરોડો રૂૂપિયાના વિકાસ કામોને ખુલ્લા મુકશે અને તેની ભેટ નગરજનોને આપશે. મળતી માહિતી મુજબ આજે મોરબી અને રાજકોટ બંને જગ્યા પર તેઓ હાજર રહેવાના હોવાના કારણે ભરચક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જે માટે ગઈકાલે યોગ્ય અને જરૂૂરી રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. હાલ મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી આજે સવારે 10 વાગ્યે અમદાવાદથી રાજકોટ હિરાસર એરપોર્ટ પર ખાસ એરક્રાફ્ટમાં આવી પહોંચશે જ્યાં જિલ્લા કલેક્ટર દ્વારા તેઓનું સન્માન અને સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ સીધા જ તેઓ હેલિકોપ્ટર મારફતે મોરબી પહોંચી ત્યાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને તેઓ સીધા સાંજે 5:00 વાગ્યે હિરાસર એરપોર્ટ પહોંચી રાજકોટ આવા રવાના થશે.
હાલ જે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે તેને ધ્યાને લઈ તેવો સીધા જ કાલાવડ રોડ પરની કટારીયા ચોકડી પર પહોંચી રાજકોટ મહાનગરપાલિકા અને રૂૂડાના કરોડના વિકાસ કામોને ખુલ્લા મુકશે સાથોસાથ રાજકોટમાં કટારીયા ચોકડી પાસે બનનાર જે આઈકોનિક બ્રિજ થવાનો છે તેનું પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્રના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે અને તે કાર્યક્રમમાં વિચરતી વિમુક્તિ દેવીપુજક સહિતના 480 થી વધુ લાભાર્થીઓને સનદનું પણ વિતરણ કરશે.
તે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પેરેડાઇઝ હોલ ખાતે આયોજિત રાવળદેવ સમાજના 174 લાભાર્થીઓને પણ સનદ આપવા આવવાના હોવાનું હાલ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારબાદ તેમના દ્વારા વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન ની કાર્યક્રમો હાજરી આપી સીધા એરપોર્ટ પહોંચી અમદાવાદ જવા રવાના થશે.
આ કાર્યક્રમ સુચારું રૂૂપથી યોજાય તે માટે દરેક વ્યવસ્થા ઝીણવટપૂર્વક કરવામાં આવી રહી છે અને આ બાબતે પોલીસ તંત્ર દ્વારા ખાસ રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું જેથી આજે જે કાર્યક્રમ યોજવાનો છે તેમાં કોઈ પણ ભૂલ ન થાય. મહત્વની વાત એ છે કે રાજકોટને કાલે કરોડો રૂૂપિયાના વિકાસ કામોની ભેટ મળવાની છે જે અકલ્પનીય છે સાથોસાથ ઘણા ખરા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ થવાનું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:25 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech