GPSCની તિજોરીમાં મનપાનો 38 લાખનો ચાંદલો

અણધડ આયોજનના પગલે મનપાને આર્થિક નુકસાની : ડિપોઝિટની રકમ પરત મળશે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્ન

રાજકોટ, તા. 27
રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ શહેર બનાવવા માટે ઘણી ખરી મહેનત કરી રહ્યું છે એટલું જ નહીં અનેકવિધ પ્રોજેક્ટને પણ આખરી ઓપ આપવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ મહત્વનું એ છે કે આ તમામ પ્રયત્નો જો યોગ્ય રીતે પરિપૂર્ણ થાય તો ને તો જ સ્માર્ટ સિટી ક્ધસેપ્ટ યોગ્ય રીતે અમલમાં આવી શકે. બીજી તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દરેક લોકોને પોતાના ઘરનું ઘર મળે તે હેતુસર હાલ આવાસ યોજના બનાવવાનો નિર્ણય લીધો છે અને છેલ્લા ઘણા સમયથી અનેકવિધ આવાસો પણ બની ગયા છે અને તેમાં લોકો રહેવા પણ આવી ગયા પરંતુ રાજકોટના ઘણા ખરા એવા આવાસો છે કે જે હાલ સંપૂર્ણ ખાલી ખમ હોય જેમાં એક પણ વ્યક્તિ રહેવા આવ્યો ન હોય એટલું જ નહીં તેની હરાજી થયેલ હોય પરંતુ તેમાં લાભાર્થે રસ પણ ના દેખાડ્યો હોય તેવા બે આવાસો હાલ મહાનગરપાલિકા માટે ચિંતાનો વિષય બન્યો છે. શહીદ રાજગુરુ ટાઉનશીપ તથા વીર તાત્યા ટોપે ટાઉનશીપ જે લાભાર્થીઓ માટે ઊભા કરવામાં આવ્યા હતા તેમાં હજી સુધી કોઈ નક્કર આયોજન ના અભાવે ખાલી ખમ પડેલા છે બીજી તરફ લાભાર્થીઓ વેઇટિંગમાં પણ એટલા જ છે ત્યારે તજજ્ઞોનું માનવું છે કે મહાનગરપાલિકા પાસે આટલી સારી જગ્યા હોય તો કેમ તેનો ઉપયોગ રહેવાસીઓ માટે કરવામાં આવતો નથી જેને લઈને ઘણા ખરા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. હવે મહત્વનું એ છે કે આ અંગે જ્યારે રાજ્ય સરકાર કોઈ નક્કર પગલાં લેશે અને મહાનગરપાલિકા આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લે તો જ આ પ્રશ્નનો ઉકેલ આવી શકે.
રાજકોટ મહાનગરપાલિકા હેઠળ જે બે આવાસો ચર્ચાનો વિષય છે તેમાં એક નવો મુદ્દો સામે આવ્યો કોઈ પણ આવાસ યોજના બને ત્યારે સર્વપ્રથમ એ વાતનું ધ્યાન રાખવામાં આવતું હોય કે તમામ આવાસો માટે ગેસની લાઈન ઊભી કરવામાં આવે જેથી જ્યારે લાભાર્થીઓ રહેવા આવે તે સમયે તેઓએ કોઈ તોડ ભાંગ ન કરવી પડે અને સીધું જ ગેસની લાઈન પણ શરૂ થઈ જાય જે માટે હાલ જે આવાસો બની રહ્યા છે તેમાં ગેસની પાઇપલાઇન નાખી દેવામાં આવે છે હવે ધ્યાને જે વાત આવી છે તે એ છે કે ગુજરાત ગેસ એટલે કે જીએસપીસી કોઈપણ ગેસ કનેક્શન લેવામાં આવે ત્યારે તેમની ડિપોઝિટ લેતું હોય છે જે હાલ ડિપોઝિટ નો ભાવ ₹5,000 ઉપરનો છે પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હોવાથી આજે ડિપોઝિટ ની રકમ છે તે ઘણી ખરી ઓછી છે અને કનેક્શન ડેટ 1854 નક્કી કરવામાં આવેલા છે હવે મહાનગરપાલિકા દ્વારા બંને જગ્યા માટેની ડિપોઝિટ ની રકમ તો ભરી દેવામાં આવી છે પરંતુ હવે તે ડિપોઝિટ ની રકમ નું શું તે અંગે મહાનગરપાલિકા સંપૂર્ણપણે અજાણ છે. તજજ્ઞો દ્વારા મળતી માહિતી મુજબ હાલ શહીદ રાજગુરુ અને વીર તાત્યા ટોપે ટાઉનશીપ સંપૂર્ણ ખાલી ખમ છે છતાં પણ ગેસની લાઈનો ઊભી કરી દેવામાં આવી છે અને તે માટેની રકમ પણ મહાનગરપાલિકાએ
ડિપોઝિટ પેટે જીએસપીસી ને આપી દીધી છે જેને આશરે ત્રણ વર્ષ જેટલો માતબર સમય પણ વીતી ગયો છે અને એ
રકમ હાલ બ્લોક પણ થઈ ગયેલી છે આ અંગે ખરા અર્થમાં મહાનગરપાલિકાએ
કોઈ નક્કર નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે અને જ્યાં સુધી કોઈ નિવેડો નહીં આવે ત્યાં સુધી મહાનગરપાલિકાને આર્થિક બોજો પણ વધશે.


ડિપોઝિટ પેટે મનપાના 38.30 લાખ રૂપિયા જીએસપીસીમાં જમા
મહાનગરપાલિકાએ ગેસની લાઈન લેવા માટે જીએસપીસી ને 38.30 લાખ ડિપોઝિટ પેટે આપ્યા છે કારણકે શહીદ રાજગુરુ ટાઉનશિપમાં 1538 યુનિટો છે જ્યારે લલુડી હોકડી પાસે બનેલા આવાસોમાં કુલ 528 યુનિટો ખાલી છે ત્યારે દરેક યુનિટ દીઠ કનેક્શન ગણવામાં આવે તો 1854 લેખે કુલ 38 લાખ રૂપિયા જેટલી ડિપોઝિટ ની રકમ થાય છે જેને જમા કરવામાં આવી છે. આ કરવા પાછળ મહાનગરપાલિકા નો હેતુ એ જ હતો કે જો ભવિષ્યમાં કોઈ લાભાર્થીએ ગેસની લાઈન લેવી હોય તો તોડ ભાંગ કરવી પડે ત્યારે આવાસ યોજના બને તે સમયે જ ગેસની લાઈન ઉભી કરવામાં આવે જેથી લાભાર્થીઓએ કોઈ પણ પ્રકારની હેરાનગતિનો સામનો ન કરવો પડે.
આવાસ યોજના ડીસમેન્ટલ થાય તો ડિપોઝિટનું શું તે અંગે મનપા અવઢવમાં
મહાનગરપાલિકાના તજજ્ઞોનું માનવું છે કે હાલ આ ખાલી પડેલા આવાસો ને જો ડીસમેન્ટલ કરવામાં આવશે તો ભરવામાં આવેલી ડિપોઝિટ નું શું તે અંગે હજુ કોઈ નક્કર આયોજન અથવા તો જવાબ મહાનગરપાલિકા પાસે નથી આ અંગે જ્યારે રાજકોટ મિરરે સંબંધિત વિભાગના અધિકારી સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે આ અંગે તો ગુજરાત ગેસ પાસે જ અભિપ્રાય માંગવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે શું ગુજરાત ગેસ ડિપોઝિટ ની રકમ પરત આપશે કે કેમ કારણકે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આ તમામ આવાસ યોજનાની મુલાકાત લીધી હતી અને ખાલીખમ હોવાના પગલે કોઈ નક્કર આયોજન કરવા ક્યાંકને ક્યાંક રાજ્ય સરકાર પાસેથી અભિપ્રાય પણ માંગવામાં આવ્યો હોય તેવું તજજ્ઞ જણાવી રહ્યા છે.
2066 આવાસોમા આજ દિન સુધી નથી આવ્યા કોઈ લાભાર્થી
2066 આવાસો આજે પણ ખાલીખમ જોવા મળે છે. જેમાં આજ દિન સુધી કોઈ લાભાર્થી આવ્યો નથી. હવે જરૂરી અને મહત્વનું એ છે કે આ ખાલી પડેલા આવાસો માટે કોઈ નક્કર આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. જો આવાસો ખાલી રહેશે તો તેનો બીજો વિકલ્પ શું તે અંગે પણ હાલ ચર્ચા કરવામાં આવશે અને મહાનગરપાલિકાએ તે દિશામાં પણ હું વિચારવું પડશે અને જરૂર પડીએ તો હેતુફેરની દરખાસ્ત કરવાનો પણ નિર્ણય લેવો પડશે જેથી જે લોકો આવાસ વિહોણા છે તેઓને મળી રહે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:38 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech