છેલ્લા સાત મહિનામાં 41 ફાઈલ BU માટે થઈ છે, ઇન્વર્ડ માત્ર ત્રણ જ મંજૂર
આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કરી રહી છે કરારોને કેન્સલ : રાજકોટને આર્થિક નુકસાની
ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓની ઢીલી નીતિના પગલે બિલ્ડરો અને રિયલ એસ્ટેટને પહોંચી માઠી અસર
રાજકોટ, તા. 11
રાજકોટ નહીં સમગ્ર રાજ્યમાં બિલ્ડર એસોસિએશન દ્વારા સરકાર અને સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરવામાં આવી હતી કે જે સૂચિત જંત્રીના દર છે તેને ઘટાડવામાં આવે કારણ કે જો આ સૂચિત દર યથાવત રહેશે તો ઘણા ખરા પ્રશ્નો પણ ઊભા થશે એમ પણ રિયલ એસ્ટેટ ક્ષેત્ર હાલ પડી ભાંગ્યું છે કારણ કે ટીઆરપી અગ્નિકાંડ બાદ જે ઝડપથી ટીપી વિભાગની કામગીરી થવી જોઈએ તે થતી ન હોવાનો આરોપ અને આક્ષેપ ખાસ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમના જણાવ્યા મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગના ચોક્કસ અધિકારી દ્વારા જે રીતે અનથળ અનધડ નિયમો ઘડવામાં આવી રહ્યા છે તેનાથી ઘણી નુકશાની પણ પહોંચી છે એટલું જ નહીં આ માટે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી ત્યારે સરકારનું કહેવું છે કે આવનારા દિવસોમાં તેમના તમામ જે પ્રશ્નો છે તેનું નિવારણ લાવવામાં આવશે. હાલની આ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈ બિલ્ડર એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા સાત મહિનામાં એક પણ પ્લાન પાસ કરવામાં આવ્યા નથી તો સામે અધિકારી એવું કહે છે કે 25 મીટર ઉપરના આઠ જેટલી ફાઈલોને મંજૂર કરી દેવામાં આવી છે ત્યારે બંને વચ્ચે જે વિસંગતતા ઊભી થઈ છે તેનો હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. હાલ ઝડપભેર કામગીરી થાય તો જ રિયલ એસ્ટેટ ક્ષેત્રને ટકાવી શકાશે બીજી તરફ બિલ્ડર એસોસિએશનના જણાવ્યા અનુસાર અત્યારે સૌથી મોટી તકલીફ અને સમસ્યા એ છે કે જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ રાજકોટમાં આવી રહી છે તેમના દ્વારા પણ હાલ કરવામાં આવેલા કરારો કેન્સલ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો મળી છે જેમાં સ્ટારબક્સ અને હેમ્લીસનો સમાવેશ થાય છે.
બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અનેકવિધ એવા જટિલ પરિપત્રો કરવામાં આવ્યા છે કે જેનાથી રીયલ એસ્ટેટની કમર કેમ તૂટી ન જાય તો નવાઈ નહીં. તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે 15 મીટરથી લઈ 25 મીટર સુધી નું જે બાંધકામ હોય તે માટે તે ફાઈલ ડેપ્યુટી કમિશનરને મોકલવામાં આવે જે ખરા અર્થમાં આ યોગ્ય છે. જાણવાજોગ બિલ્ડર એસોસિએશન એ જણાવ્યું હતું કે ભૂતકાળમાં આ પ્રકારની ફાઈલો ટાઉન પ્લાનિંગ અધિકારી પાસે જ આવતી હતી પરંતુ જે ભૂતકાળમાં સ્થિતિ ઊભી થઈ તેનો મતલબ એવો નહીં કે આજે પણ એ જ સ્થિતિ જોવા મળે. જો 15 મીટર થી ઉપરના બાંધકામ હોય તે પણ ટાઉન પ્લાનિંગ અધિકારીને હસ્તગત કરવામાં આવે તો કામગીરીમાં સહેજ પણ વિલંબ નહીં થાય. બીજી તરફ પ્લોટ વેલિડેશનના પ્રશ્નો પણ બિલ્ડરોને સતત સતાવી રહ્યા છે જે માટે ભૂતકાળમાં પણ રાજ્ય સરકારે અને સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. બિલ્ડર એસોસિએશનના જણાવ્યા અનુસાર હાલજે નિર્ણયો ઘડવામાં આવ્યા છે તેને અનુસરવામાં કોઈ બિલ્ડરને વાંધો નથી પરંતુ જે નિયમો પહેલાના જે બી યુ માટેની ફાઈલો ઇન્વર્ડ થયેલી છે તેને ટાઉન પ્લાનિંગ વિભાગ ઝડપભેર પૂર્ણ કરી અને તેનો નિકાલ લાવે તે ખૂબ જરૂરી છે કારણ કે છેલ્લા સાત મહિનાથી આ પ્રકારની વિવિધ ફાઈલો હાલ ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે પડેલી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો ન હોવાના કારણે બિલ્ડરોએ ઘણી આર્થિક નુકસાની નો સામનો પણ કરવો પડી રહ્યો છે.
એ વાત તો સાચી છે કે કોઈપણ શહેરનો વિકાસ ત્યારે જ શક્ય બને કે જ્યારે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કે પછી ખૂબ મોટા હાયરાઇઝ બનતા હોય પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ બિલ્ડર એસોસિએશન દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે હાલના ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ અધિકારી પંડ્યા દ્વારા જે ઝડપથી કામગીરી થવી જોઈએ તે થતી નથી તો બીજી તરફ ટાઉન પ્લાનિંગ અધિકારી પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ઝડપથી કામગીરી થવી જોઈએ તે મુજબની જ થાય છે અને આશરે 25 મીટરથી વધુના જે બાંધકામ વાળી ફાઈલો હોય તેવી આઠ ફાઇલના બીયુ આપી દેવામાં આવ્યા છે. પરંતુ જે જગ્યા અથવા તો કહી શકાય કે જે મિલકત માટે અપૂરતા દસ્તાવેજ હોય અથવા તો જે ક્વેરી કાઢવામાં આવેલી હોય તે યોગ્ય રીતે પૂર્તતા કરવામાં ન આવે ત્યાં સુધી બીયુ સર્ટિફિકેટ આપી શકાય નહીં. હાલ રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા બિલ્ડરો તથા રાજકોટના ટાઉન પ્લાનિંગ વિભાગના ઇન્ચાર્જ અધિકારી વચ્ચે ક્યાંક ને ક્યાંક તણાવ જોવા મળી રહ્યો છે. જોવાનું એ રહ્યું કે હાલ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આ કિસ્સામાં કયા પ્રકારના પગલા લે છે કારણ કે આરોપ સતત એવા પણ લાગે છે કે ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ અધિકારી જાણી જોઈને કામ કરતા નથી અને બિલ્ડરોને કઈ રીતે હેરાન કરવા તે રીતે નવા નવા નિયમો કાઢી રહ્યા છે જે ખરા અર્થમાં બિલ્ડરો માટે તેની પૂર્તિ કરવી ખૂબ અશક્ય છે.
પહેલા મૌખિક કવેરી કહેવાતી હવે લેખિત આપવાની થઈ શરૂઆત
રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે હાલ જે પ્રશ્નો ઊભા થયા હોય તો નિયમ અનુસાર લેખિત કવેરી મોકલવી પડતી હોય છે પરંતુ બિલ્ડરોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તાણ પ્લાનિંગ વિભાગ દ્વારા મૌખિક કવેરી કાઢવામાં આવતી હતી પરંતુ જે વિરોધ વંટોળ ઊભો થયો છે તે બાદ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા લેખિત કવેરી કાઢવાનું શરૂ કર્યું છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે જ્યારે ક્વેરી પૂર્ણ કરી દેવામાં આવે અને તે મુજબની તમામ જરૂરિયાત પૂરી કરાય તેમ છતાં પણ અન્ય એ પ્રકારની ક્વેરી કાઢવામાં આવે છે જેની બિલ્ડર પૂર્તતા કરી શકતા નથી ત્યારે આ જે હેરાનગતિ થઈ રહી છે તે ન થાય તે પણ એટલું જ જરૂરી છે.
પ્લોટ વેલિડેશનના પ્રશ્નો હાલ માથાનો દુખાવો
રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા હાલ પ્લોટ વેલીડેશન માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે તે માટે બિલ્ડરોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે ત્યારે બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર પ્લોટ વેલીડેશન માટે છે જટિલ પ્રક્રિયા ઉભી કરવામાં આવી છે તેને સરળ બનાવવામાં આવે તો જ બિલ્ડરો માટે તે આશીર્વાદરૂપ નિવડી શકે. બીજી તરફ બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર હાલ પ્લોટ વેલીડેશનને લઈને ઘણા ખરા પ્રશ્નો ઉભા થયા છે ત્યારે આ અંગે કોઈ નકર નિર્ણય અને વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો હરિયાલ એસ્ટેટ વિભાગને થોડું બુસ્ટ મળી રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
બીયુ માટે 41 ફાઇલ થઈ છે ઇનવર્ડ
મળતી માહિતી મુજબ રાજકોટમાં બીયુ સર્ટિફિકેટ માટે કુલ 41 ફાઈલ ઇનવર્ડ કરાવવામાં આવેલી છે. સાત મહિના વીતી ગયા છતાં માત્ર ત્રણ ફાઈલને જ ક્લિયર કરવામાં આવી છે ત્યારે બિલ્ડર એસોસિએશનના જણાવ્યા અનુસાર આ ફાઈલો ને કેમ મંજૂર કરવામાં નથી આવતી તેનો કોઈ અંદાજો નથી ઊલટું તેમનું માનવું છે કે જો આ ફાઇલમાં કોઈપણ પ્રકારની કવેરી હોય તો તેને કહેવામાં આવે તો જે તે વ્યક્તિ તેને સોલ્વ કરી શકે. પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરોને હેરાન કરવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે.
પૂર્તતાના અભાવે ફાઈલ પાસ થઈ ન હોય બાકી કામગીરી ચાલે છે સુચારુ રૂપથી જ
ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે ફાઈલો હજુ સુધી મંજૂર થઈ નથી અથવા તો જે તે ફાઇલને બિયુ સર્ટિફિકેટ મળ્યું નથી તે તમામ ફાઇલમાં મધ અંશે પૂર્તતા કરવામાં આવી ન હોય તેના કારણે જ ફાઈલ પાસ થઈ શકે ન હોય એને બી યુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હોય જ્યારે જે તે ફાઈલ માં ઊભી થયેલી કવેરીની પૂર્તતા કરવામાં આવશે તો ત્વરિત તેમને જરૂરી દસ્તાવેજો આપી દેવામાં આવશે અને તે ફાઈલને મંજૂર પણ કરી દેવાશે. વધુમાં અધિકારીઓ જણાવ્યું હતું કે હાલ જે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ ઉપર બિલ્ડરો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે અત્યંત પાયા વિહોણા છે કારણ કે જે ગતિથી કામ થવું જોઈએ તે જ ગતિથી હાલ કામગીરી થઈ રહી છે.
