અમદાવાદ એરપોર્ટ પરથી મળ્યો 2.10 કરોડનો હાયબ્રિડ ગાંજો

સાત આરોપીઓ ઝડપાયા : એક ફરારઃ તપાસનો ધમધમાટ શરૂ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ

રાજકોટ મિરર, અમદાવાદ તા.28

અમદાવાદના એરપોર્ટ ખાતેથી ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા આશરે બે કરોડની કિંમતનો સાત કિલોથી વધુ હાયબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે સાત શખસની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-2ના ગેટ બ્ાહારથી 7.5 કિલો  હાયબ્રિડ ગાંજા સાથે સાત આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ આરોપીઓ પાસેથી 27 હજાર રૂૂપિયાનું વિદેશી નાણું (દિરહામ) સહિત 4 પાસપોર્ટ કબજે કરવામાં આવ્યાં છે. આરોપીઓ વિદેશથી આ હાયબ્રિડ ગાંજો લાવ્યાં હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તમામ સાત આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાં એવી વિગતો ચર્ચાતી હતી કે ઓડીસાથી આવતા ટ્રકમાં સૂકવેલો ગાંજો અને પાવડર મોટી માત્રામાં મળી આવ્યો હતો. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી છે. કુલ 1,100 કિલો ડ્રગ્સ ઓડીસાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી.

આ ડ્રગ્સ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યું હતું, જેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે શરૂૂ કરી છે. ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આશરે 64,46,850 ના મુદ્દામાલ સાથે કુલ 7 આરોપીઓ ઝડપાયા હતા. ઓરિસ્સાથી આ ટ્રક અમદાવાદ ખાતે લાવી રહ્યા હતા. કુલ 194.850 ગ્રામ ગાંજો ખુલ્લા બારદાનમાં લાવ્યા. પોલીસનું કહેવું હતું કે, લાંબા સમય બાદ આટલી મોટી સંખ્યામાં ગાંજો ઝડપાયો છે. આ માલ ક્રિશ ઇન્ડસ્ટ્રીયલ વટવા GIDC ગોડાઉન ખાતે ઉતારવાના હોવાનું પ્રાથમિક તપાસમાં બાહાર આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોવાળા શહેરોમાંથી મોટાપાયે ગાંઝો, ડ્રગ્સ, હેરોઇન પકડાઇ રહ્યું છે ત્યારે તાજેતરમાં અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયો હતો. એ સિવાય અમદાવાદ અને બરોડામાં પણ માદક પદાર્થ પકડાવાના કિસ્સાઓ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. મોટાભાગના આવા તમામ બનાવોમાં આરોપીઓ પરપ્રાંતીય રાજ્ય તથા વિદેશથી હેરોઇન-ડ્રગ્સ ખુશાડતા હોવાનું અવખતો વખત બ્ાહાર આવ્યા બાદ પોલીસ તંત્ર હજુ સુધી મૂળ સુધી પોહોંચી શકતી ન હોવાથી  માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વોને ગુજરાતમાં મોકળુ મેદાન મળતું હોવાનું સાબિત થઇ રહ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:56 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm