અમદાવાદ ડોર ટૂ ડોર મોડલ શું રાજકોટમાં શક્ય બનશે? : ગાર્બેજ કલેક્શનમાં 53 કરોડના કામના 112 કરોડે પહોંચવાની ધારણા

ગાર્બેજની દરખાસ્તમાં અગળમ્-બગળમ્?

ભાજપના જ નગરસેવકના આકરા ‘તેવર’ બાદ ન્યુ કમિશનર દ્વારા પુન: વિચાર કરવામાં આવે અને હાલની દરખાસ્તને રદ કરાવા વિપક્ષોની માંગ

રાજકોટ, તા. 14
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લાં ઘણા સમયથી સ્વચ્છ રાજકોટ અભિયાનને ચરિતાર્થ કરવા માટેના જે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તેને લઈને ઘણી ખરી નવી યોજનાઓની પણ અમલવારી કરવામાં આવી છે ત્યારે હાલ છેલ્લી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી તથા ન્યુસન્સ પોઈન્ટ પરથી કચરો ઉપાડવા સહિતની કામગીરીને લઈ ઇતિહાસનું સૌથી મોટું 1000 કરોડથી વધુનું ટેન્ડર પ્રસિદ્ધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો જે બાદ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક પૂર્વે યોજાયેલી સંકલનમાં ભાજપના કોર્પોરેટરે પણ આ અંગે વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો જ આ યોજનાની યોગ્ય અમલવારી થઈ શકે પરંતુ તેમની વાતને ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી.
શહેરમાં ગાર્બેજ કલેક્શનની કામગીરી તેમજ ન્યુસન્સ પોઈન્ટ પરથી કચરો ઉપાડવા માટે એક અલગ એજન્સીની નિમણૂક કરવા માટે નો નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે દર વર્ષે આશરે 52 કરોડના ખર્ચે મહાનગરપાલિકા ખર્ચો કરે છે ત્યારે હવે જે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે દર વર્ષે 59 કરોડનો દર વર્ષે ખર્ચ કરશે અને દસ વર્ષ સુધી આ ભાવે કામ કરવાની દરખાસ્તને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર હાલ સામાન્ય ગણાતી કામગીરી અને ફીચર્સ ઉમેરી આ કામને 111.56 કરોડનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે સહેજ પણ સર્વગ્રાહી નથી. રાજકોટ મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના કોર્પોરેટર નેહલભાઈ જે વધારાનો ખર્ચ કરવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે તે હાલના ખર્ચ કરતા બમણો છે જેના બદલામાં મહાનગરપાલિકાને શું આવક થશે એટલું જ નહીં લોકોને શું મળશે તે તમામ મુદ્દાઓ હાલ ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે આ વિષય ઉપર જ્યાં સુધી ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે ત્યાં સુધી અનેકવિધ પ્રશ્નો ઊભા થાય તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોને પદાધિકારીઓ સબ સલામતના બુંદીયા મૂકી રહ્યા છે. બીજી મહત્વની વાત એ છે કે આ અંગે જ્યારે સંબંધિત વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓએ પણ યોગ્ય જવાબ આપ્યો ન હતો ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે અંધેરી નગરી મેં ગંડુ રાજા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે કોઈને ખ્યાલ જ નથી કે નવી યોજના કેવી રીતે કામ કરશે.
હવે જોવાનું એ રહ્યું કે ડોર-ટુ-ડોર ગારબેજ કલેક્શન માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવશે તેમાં કેટલી એજન્સીઓ રસ દાખવે છે કારણ કે તજજ્ઞોના જણાવ્યા અનુસાર હાલ મહત્વની વાત એ છે કે જે રીતની જોગવાઈઓ કરવામાં આવેલી છે તેને ધ્યાને લેતા આવનારા દિવસોમાં આ અંગે માત્ર એક કે બે એજન્સી જ રસ દાખવે તો નવાઈ નહીં. આ તો સાત તજજ્ઞનું માનવું છે કે આ અંતર્ગત હાલ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેમાં લાગતી વળગતી એજન્સીને જ જાણે જસ ખટાવવો હોય તેવું આયોજન સત્તાધિશો દ્વારા કરવામાં આવ્યું છે. તો સામે સત્તાધિશો કહે છે કે આ યોજનાની અમલવારી થતા જ લોકોને ઘણો ખરો ફાયદો પણ મળશે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ યોજનાથી લોકોને કંઈ જ ફાયદો થવાનો નથી જેમ તેઓ આજની તારીખે કચરો ટીપરવાનમાં નાખે છે તેવી જ રીતે તેઓએ પણ કચરો નવી પદ્ધતિ મુજબ ટીપરવાનમાં નાખવાનો રહેશે. 10 વર્ષમાં આશરે રૂમ.590 કરોડ જેવી વધારાની રકમ મનપાની તિજોરીમાંથી ઉસેડી લેવાશે તેના વાજબીપણાની કોઈ વિગતો જારી થઈ ન્હોતી.
હાલ જે ચર્ચાએ જોર પકડ્યું છે તેમાં એ વાત સ્પષ્ટ છે કે ભાજપના કોર્પોરેટરે પોતાના સુજાવો આપ્યા હતા પરંતુ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો સર્વ સંમતિ સાધી અન્ય સત્તાધીશો એ આ દરખાસ્તને મંજૂર કરવાનો નિર્ણય લીધો હતો જે બાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નેહલ શુક્લ હાજર રહ્યા ન હોવાનું પણ લોકો અને તજજ્ઞ ચર્ચી રહ્યા છે. એકંદરે પ્રથમનજરે જ શંકાસ્પદ જણાતા આ કોન્ટ્રાક્ટ કે જેમાં 600 કરોડમાં થતું કામ રૂમ.1100 કરોડ ચૂકવીને કરાવાય છે તે અંગે હવે પ્રદેશ ભાજપ અને રાજ્ય સરકાર શુ વલણ અપનાવે છે તેના પર જનતા,શાસક અને વિપક્ષની નજર રહેશે.

કયા હેડ હેઠળ કેટલો ખર્ચ થશે તેની કોઈ સ્પષ્ટતા મનપા તંત્રએ કરી નથી

મળતી માહિતી મુજબ હાલ સ્ટેન્ડિંગ કમિટીમાં જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી છે તેમાં સત્તાધીશો અને મહાનગરપાલિકાના અધિકારીઓ ને એ વાતનો અંદાજો નથી કે ક્યા હેડ હેઠળ કેટલો ખર્ચ થશે અને તેની જે વિગતો મળવી જોઈએ તે પણ તેમની પાસે ઉપલબ્ધ નથી જે અનેકવિધ પ્રશ્નો સૂચવે છે. જ્યારે 1000 કરોડથી ઉપરનું ટેન્ડર હોય અને તેમાં મહાનગરપાલિકા પાસે એ ગંભીરતા અથવા તો કહી શકાય કે ક્યાં વિભાગ અને કયા કામગીરીમાં કેટલો ખર્ચ થશે તેની વિગત ન હોય તો તે ઘણું ખરું કહી જાય છે કા તો અનઢળ આયોજનના પગલે આ યોજનાને અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ખરા અર્થમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ અને સત્તાધિશોએ આ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવી અને યોગ્ય મંત્રના કરવી ખૂબ જરૂરી છે.

વિપક્ષ ધ્રૂજારાના મૂડમાં : મજબુત અવાજ ઉઠાવી શકશે કે વધુ એકવાર થશે ટાઇ-ટાઇ ફીશ

રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલ જે ટેન્ડર પ્રસિદ્ધ કરવા માટેની જે મંજૂરી આપવામાં આવી છે તેને ધ્યાને લઈ આ મંજૂરીને રદ કરવામાં આવે. જેની પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે મ્યુનિસિપલ કમિશનર પાસે સર્વોચ્ચ સત્તા છે જેમાં તેઓ કોઈ પણ મંજૂરીને વહીવટી નિર્ણય અને મંત્રના હેઠળ તેને મુલતવી રાખી શકે છે જે માટે તેઓએ સત્તાધીશ પક્ષને માત્ર ભરોસામાં જ લેવું પડે તેમ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું મ્યુનિસિપલ કમિશનર આ અંગે કોઈ ગંભીરતાપૂર્વક નિર્ણય લેશે કે કેમ ?

કોન્ટ્રાક્ટમાં આવી રહી છે ભ્રષ્ટાચારની ગંધ : વિપક્ષી નગરસેવક વશરામ સાગઠિયા

મહાનગરપાલિકાના તજજ્ઞોના જણાવ્યા અનુસાર હાલ છે કોન્ટ્રાક્ટ ઊભો કરવામાં આવ્યો છે અને જે બનાવવામાં આવ્યો છે અને જે માટે આવનારા દિવસોમાં જે ટેન્ડર પ્રસિદ્ધ થશે તેમાં ભ્રષ્ટાચાર ની ગંધ આવી રહી હોય તેવું પણ તેઓ જણાવી રહ્યા છે કારણકે એક જ સાથે 1000 કરોડ રૂપિયા નો ટેન્ડર પ્રસિદ્ધ કરવું એ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. ત્યારે આવનારા દિવસોમાં આ અંગે મહાનગરપાલિકા શું નિર્ણય લેશે તે હવે જોવાનું રહ્યું.

કરોડોના ટેન્ડરમાં કેમ ‘ઉંટ’(જોઈન્ટ વેંચર)ને ન અપાય છુટ : જાણકાર સૂત્રોમાં કચવાટ

જ્યારે 1000 કરોડથી વધુનું ટેન્ડર હોય તે કિસ્સામાં જોઈન્ટ વેન્ચર અથવા તો વિવિધ એજન્સીઓ આ ટેન્ડરમાં ભાગ લઈ શકે તે મુજબની કામગીરી અને કાર્યવાહી થવી જોઈએ પરંતુ હાલ જે ટેન્ડર પ્રસિદ્ધ કરવા માટેની વાત સામે આવી રહી છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે જો આ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે તો એકલ દોકલ એજન્સી જ આ અંગે પોતાનો રસ દાખવશે. જે અનેક પ્રશ્નો ઉભા કરે છે. ત્યારે આ પ્રકારની ટેન્ડરમાં જે જોગવાઈ કરવામાં આવી છે તેની પાછળનું શું કારણ તે અંગે હજુ સુધી કોઈ નક્કર પગલા અથવા તો નકારણ સામે આવ્યું નથી. મહાનગરપાલિકા 1,000 કરોડથી વધુનું ટેન્ડર પ્રસિદ્ધ કરવાનું છે પરંતુ મહત્વનું અને સામાન્ય વાત તો એ છે કે આટલો બમણો ખર્ચ કરવો હોય ત્યારે મનપા પાસે એવું કોઈ આયોજન નથી અને એવી કોઈ વિગત નથી કે ક્યાં હેડ હેઠળ કેટલો ખર્ચ થશે. હાલ આ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે અને હજુ સુધી મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોઈ નક્કર આયોજન પણ કરવામાં આવ્યું નથી ત્યારે હાલ જે કામગીરી અને જે ટેન્ડર બહાર પાડવામાં આવશે તે ઘણા ખરા અંશે ચોક આવનારું હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવું તજજ્ઞ જણાવી રહ્યા છે. હાલ મહાનગરપાલિકાએ ખરા અર્થમાં આ દરખાસ્ત પર પુન: વિચાર કરવો ખૂબ જરૂરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:28 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech