આરોગ્ય ક્ષેત્રની સકારાત્મક ઘટના સિવિલમાં ડોકટરે દર્દીને રક્ત આપ્યું

લોહીનો સંબંધ

સમાજમાં મીડિયા જગતની મોટી ભૂમિકા હોય છે, પરંતુ વર્તમાનમાં  મોટાભાગના મીડિયા નૈતિક જવાબદારી ચૂકી રહ્યા છે. અખબારોના પાના અને ન્યુઝ ચેનલોના પડદા સતત નેગેટીવ ઘટનાઓ જ દર્શાવે છે. આ ઘટનાઓ દર્શાવવી જ જોઈએ, પણ સમાજમાં સકારાત્મક ઘટનાઓ પણ સતત બની રહી છે, તેને પણ મીડિયામાં સ્થાન મળવું જોઈએ.

ખ્યાતી હોસ્પિટલના કાંડ બાદ ગુજરાતભરમાં મીડિયામાં આરોગ્ય ક્ષેત્રના નેગેટીવ ન્યુઝ છવાયેલા છે. આરોગ્ય ક્ષેત્રે બધા જ ખરાબ નથી હોતા. વખાણવા જેવું ઓછું છે, પણ તેને વખાણવું જરૂરી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલનું નામ આવે એટલે મનમાં સારા વાઈબ્રેશન્સ ઉઠતા નથી, પણ આ હોસ્પિટલમાં તાજેતરમાં બનેલી ઘટના મનને ખુશ કરવા સક્ષમ છે.  હાલ હોસ્પિટલમાં રક્તની અછત છે.  થેલેસેમિયાના દર્દીઓને અનિવાર્યપણે રક્ત ચઢાવવું પડે છે. દર્દીઓની જરૂરીયાતને ધ્યાનેમાં રાખીને તાજેતરમાં સિવિલ હોસ્પિટલ હોસ્પિટલના તબીબો સહીત સ્ટાફના 100 લોકોએ રક્તદાન કર્યું હતું.

આ ઘટનાને  મીડિયામાં પૂરતું પ્રાધાન્ય અપાયું નથી.  સિવિલ હોસ્પિટલની નાનકડી ભૂલને પણ ઝાટકણી કાઢીને મીડિયા ગુજરાતભરમાં પ્રકાશિત કરી દે છે. સિવિલમાં કૈંક સારૂ બને તો તેને પૂરતું પ્રાધાન્ય અપાતું નથી.

દર્દીઓ માટે રક્તની વ્યવસ્થા કરવી એ દર્દીના સ્વજનો કે બ્લડ બેન્કનું કામ છે.  તબીબો કે મેડીકલ સ્ટાફની આ જવાબદારી હોતી નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતા અને નૈતિકતાનાં આધારે તબીબો-સ્ટાફ રક્તદાન કરે એ પ્રસંશનીય ઘટના ગણાય. લોહીની અછત ઉભી થઇ અને તે અછતને નિવારવાનો પ્રયાસ થયો એ સલામને યોગ્ય કાર્ય છે. આ માટે પ્રેરણા આપનારને પણ અભિનંદન આપવા જોઈએ.

રાજકોટ-સૌરાષ્ટ્રમાં રક્તદાન કેમ્પો સતત યોજાતા રહે છે. રક્તદાતાઓની પણ અછત નથી. ઘણા લોકો નિયમિત રક્તદાન કરતા રહે છે.  આ વિરાટ પ્રવુત્તિ ધમધમતી હોવા છતાં રક્તની અછત સર્જાય તે ગંભીર બાબત ગણાય. લોકોએ સેવાભાવથી આપેલા રક્તનો ગેર ઉપયોગ તો નથી થતો ને ? આ તપાસનો વિષય છે.

આ ઉપરાંત રક્તની જરૂર પડે તેવા દર્દીઓ સમાજમાં વધી રહ્યા હોય તો એ મુદ્દો પણ ગંભીર ગણાય. આ બંને મુદ્દે તપાસ જરૂરી છે. સમાજમાં આરોગ્ય-તંદુરસ્તીનું મહત્વ પ્રસ્થાપિત કરવાની જરૂર છે. બીમારી શરમ ગણાવી જોઈએ. રક્તદાનમાં લોહીના ધોધ વહાવવા સાથે તંદુરસ્તી ટનાટન રહે તેનો પ્રચાર પણ થવો જોઈએ.

સ્વજન હોય તેના માટે લોહીના સંબંધ શબ્દ વપરાય છે. સિવિલ હોસ્પીટલના તબીબો તથા મેડીકલ સ્ટાફે માનવતાના આધાર પર અજાણ્યા સાથે લોહીના સંબંધો સ્થાપીને પ્રેરક કાર્ય કર્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:02 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm