ઇસ્ટ ઝોનમાં ડિમોલિશન : 97.43 લાખની જગ્યા કરાઈ ખુલી

ટાઉન પ્લાનિંગ વિભાગ આવ્યું એક્શન મોડમાં : વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન માં પણ હાથ ધરાશે ડિમોલિશન’

રાજકોટ, તા.19
મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાના આદેશ અનુસાર તથા સીટી એન્જીનીયર, એમ.આર.શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.4 માં અનામત પ્લોટ નં.34/બી તથા 35/એમાં થયેલ અંદાજીત 60 જેટલા ગેરકાયદેસર ઝુંપડાનું દબાણ દુર કરવા તથા વોર્ડ નં.6 માં બંધ કરેલ રોડ ખુલ્લો કરવા માટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.જેનીવિગત નીચે મુજબ છે.
જે વિગતો સામે આવી રહી છે તે મુજબ વોર્ડ નંબર ચારમાં અનામત પ્લોટ નંબર 34 / બ કે જે કોમર્શિયલ હેતુ માટે હતો તેમાં દબાણ ઊભું કરવામાં આવ્યું હતું અને તે દબાણને દૂર કરી 40.66 લાખની જગ્યા ખુલી કરાવવામાં આવી છે તેવી જ રીતે અનામત પ્લોટ નંબર 35 એ જે રેસીડેન્સી સેલ માટે રાખવામાં આવ્યો તેમાં ઝૂંપડાનું દબાણ જોવા મળ્યું હતું અને આશરે 56.77 લાખની જગ્યા ખુલી કરવામાં આવી. બીજી તરફ વોર્ડ નંબર છ માં આવેલા રામેશ્વર પાર્ક મેઇન રોડ ઉપર ટેંગલનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને કહી શકાય કે 97.43 લાખ ની જગ્યા ખુલી કરાવવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા ડિમોલિશનમાં કુલ 24,359 ચોરસ મીટર જગ્યા હાલ દબાણ મુક્ત કરવામાં આવી છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
હાલ ઇસ્ટ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં એન્જિનિયર દ્વારા યાદી કરવામાં આવેલી છે અને જે પણ ગેરકાયદે દબાણો હોય તેને તાકીદે દૂર કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવા માટે જણાવવામાં આવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે ઈસ્ટ ઝોનમાં જે 900 થી વધુ જગ્યાઓ પર બુલડોઝર ફેરવવામાં આવનાર હતું પરંતુ ઇસ્ટ ઝોન કચેરી ખાતે એ તમામ રહેવાસીઓને કે જે
ઓને વાંધો હોય તેમને સાંભળવામાં આવ્યા હતા પરંતુ હવે આ કામગીરી ક્યારે હાથ ધરાશે તેનો કોઈ અંદાજ નથી. મહાનગરપાલિકા હોય કે પછી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકાર તરફથી જે સૂચનાઓ અને આદેશ મળી રહ્યા છે તેને
ધ્યાને લઇ એ વાત તો સ્પષ્ટ છે કે હવે સ્થાનિક પ્રશાસન ઉપર ઉભા થયેલા દબાણોને દૂર કરવા માટેનું પ્રેશર ખૂબ વધ્યું છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ આ પ્રકારની કામગીરી જોવા મળે તો નવાઈ નહીં.
દરેક ઝોન વિસ્તાર હેઠળ હાલ સીટી એન્જિનિયર અને દબાણ દૂર કરવા માટે જવાબદારી સોંપવામાં આવી છે અને તેમના દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવાય છે હવે જરૂરી એ છે કે આ કામગીરીને ઝડપભેર આટોપી લેવામાં આવે તો આ દુષણ જે છે તે દૂર થઈ શકે. ઉપલા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણો કરી લેવામાં આવ્યા છે જેને લઇ એક નહીં અનેક ફરિયાદો ઉઠવા પામી છે અને આ માટે સરકાર દ્વારા પણ મહાનગરપાલિકાને સૂચિત કરવામાં આવ્યું છે કે તેમના દ્વારા ઝડપભેર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે જેના પરિણામ સ્વરૂપે જ ગઈકાલે ડિમોલિશન આજ ધરવામાં આવ્યું અને આશરે 90 લાખથી વધુની જગ્યા ખુલી કરવામાં આવી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:18 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech