ગુલમર્ગમાં આતંકીઓએ સેનાના વાહન પર કર્યો હુમલો : 2 સૈનિકો શહીદ

છેલ્લા એક સપ્તાહથી કાશ્મીરમાં બિન-સ્થાનિક મજૂરો પર સતત હુમલા થઈ રહ્યા છે

નવીદિલ્હી, તા. 24

ગુરુવારે ઉત્તર કાશ્ર્મીરના ઉરી સેક્ટર હેઠળ ગુલમર્ગમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો.  હુમલામાં ચાર જવાન ઘાયલ થયા હતા.  જેમાંથી બે સૈનિકોએ બલિદાન આપ્યું હતું જ્યારે બે કુલીઓ પણ શહીદ થયા હતા.  આ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.   આજે આ બીજો આતંકવાદી હુમલો છે.  વહેલી સવારે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશના એક મજૂરને ગોળી મારીને ઘાયલ કરી હતી.  અધિકારીઓએ જણાવ્યું કે બિજનૌરના રહેવાસી પ્રીતમ સિંહને બાટાગુંડ ગામમાં આતંકવાદીઓએ ગોળી મારી હતી, મજૂરને હાથમાં ગોળી વાગી હતી.  પ્રીતમ સિંહ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.  છેલ્લા એક સપ્તાહથી કાશ્ર્મીરમાં બિન-સ્થાનિક મજૂરો પર સતત હુમલા થઈ રહ્યા છે.

ગાંદરબલમાં શ્રીનગર-લેહ હાઈવે પર સોનમર્ગ નજીક ગગનગીર વિસ્તારમાં ઝેડ મોડ ટનલનું નિર્માણ કરતી કંપનીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો પર રવિવારે રાત્રે આતંકવાદીઓ દ્વારા એક ડોક્ટર અને છ મજૂરો પર હુમલો કરવામાં આવ્યો હતો.  માર્યા ગયેલા મજૂરોમાં કાશ્ર્મીરી અને બિન-કાશ્ર્મીરી બંનેનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલના વર્ષોમાં પ્રવાસી મજૂરો પર આ સૌથી મોટો હુમલો છે. જેમાં બે આતંકવાદીઓ હોવાનું કહેવાય છે. શોપિયાંમાં આતંકવાદી હુમલામાં બિહારના મજૂર અશોક ચૌહાણના મોતના એક દિવસ બાદ આ ઘટના બની છે.

પરપ્રાંતિય મજૂરો કાશ્ર્મીરના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલા ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં કામ કરે છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબના મજૂરો કાશ્ર્મીરમાં સફરજનના બગીચા અને તેના પેકિંગમાં કામ કરે છે. તેઓ બાંધકામ કંપનીઓના વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કરે છે. કાશ્ર્મીરમાં પણ સ્થાનિક સ્તરે ફળો અને શાકભાજી વેચનારાઓમાં તેમની સંખ્યા મોટી છે. આ મજૂરો રેલવે પ્રોજેક્ટ્સમાં પણ કામે છે.  માહિતી અનુસાર, આતંકવાદીઓએ 2021માં પણ પરપ્રાંતિય

મજૂરો પર આવા જ આતંકી હુમલા કર્યા હતા. 16 અને 17 ઓક્ટોબર, 2021ના રોજ બિહાર અને યુપીના ચાર મજૂરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે સમયે ખીણમાંથી પરપ્રાંતિય મજૂરોએ મોટા પાયે સ્થળાંતર કર્યું હતું.  હવે ફરી કાશ્ર્મીરમાં આવું જ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે ઉત્તર કાશ્ર્મીરના ઉરી સેક્ટર હેઠળ ગુલમર્ગમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:27 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm