જંગી રકમની ઓફર છતાં ટંકારા પોલીસ રહી અડગ ભાસ્કર સહિતના શ્રીમંતોએ કસ્ટડીનો કર્યો `અનુભવ’

મામલો `સંકેલવા’ થયા’તા ધમપછાડા : દીકરીની સગાઇ છે! : પુત્રનું તુટી જશે તેવી કાકલુદી!!

રાજકોટમાં TRP કાંડ બાદ પણ ભ્રષ્ટાચારે માઝા મુકી છે ત્યારે મોરબી રૂરલ પોલીસે કરી પ્રસંશનીય કાર્યવાહી

રાજકોટ,તા.28

ટંકારાની ક્નર્ફટ હોટલમાં પોલીસે ઝડપી પાડેલા હાઈ પ્રોફાઈલ જુગારધામમાં શ્રીમંત નબીરાઓએ આબરૂ જવાની બીકે કરેલા ધમપછાડાની વિગતો ધીમે ધીમે બહાર આવી રહી છે. એક તબક્કે મામલો રફેદફે કરવા બે-ત્રણ કરોડ સુધીની ઓફર કરાયાનું જાણવા મળે છે ત્યારે ટંકારા પોલીસની અડગતાને દાદ દેવી પડે તેવી વિગતો બહાર આવી રહી છે. જુગાર રમાડનાર દિપકસિંહ જાડેજા, ભાસ્કર પ્રભુ પારેખ, શૈલેષ ઠુમ્મર વિગેરેએ પોલીસને લલચાવવા અનેકવિધ ત્રાગાઓ કર્યા હતાં પરંતુ પોલીસ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલ અને ટીમે શ્રીમંતાઈને પોલીસ કસ્ટોડિ પાછળ ધકેેલી દીધી હતી. પૈસાનું ગુમાન ધરાવતા અમુકે તો જીંદગીમાં પહેલીવાર પોલીસની કડકાઈ અને કસ્ટોડિની હવાનો સ્વાદ માણ્યો હતો.

મળતા અહેવાલો મુજબ ચોક્કસ બાતમીના આધારે ટંકારાના ક્નર્ફટ રિસોર્ટ ઉપર પોલીસ ત્રાટકી ત્યારે કોઈ પરિવારની બર્થડે પાર્ટી પણ ચાલી રહી હતી અને વાહનોના થપ્પા વચ્ચે પોલીસે બાતમી મુજબની ફોર્ચ્યુનર શોધી કાઢી હતી અને જુગારીયાઓના ગળા સુધી પોલીસના પ્રમાણિક હાથ પહોંચી ગયા હતાં.

પોલીસ બોર્ડમાં ચર્ચા એવી છે કે આજ દિન સુધી યેનકેન પ્રકારે પોલીસ કાર્યવાહીથી સાંગોપાંગ સરકી ગયેલાઓને પ્રથમવાર મક્કમ પોલીસનો મુકાબલો થયો હતો અને રાત પોલીસ કસ્ટોડિમાં વિતાવી પડી હતી. એમ કહેવાય છે કે દિપકસિંહ જાડેજા, ભાસ્કર પ્રભુદાસ પારેખ, શૈલેષ ઠુમ્મર વિગેરેએ ધીમે ધીમે ત્રણેક કરોડ સુધીની ઓફર પોલીસને કરી દીધી હોવાનું મનાય છે. મોટી ઓફર છતાં દરોડો પાડનાર પોલીસ ટીમ મક્કમ રહેતા બે જુગારીયાઓએ ઈમોશ્નલ કાર્ડ પણ વહેતુ મુકયું હતું.

 એક સકુનીએ તો એવી કાકલુદી કરી હતી કે દિકરીની સગાઈ થઈ છે વેવાઈ પાસે કયા મોંઢે જશું, તો વડી બીજાએ આગામી 7મી તારીખે પુત્રની સગાઈ છે સામો પક્ષ નારાજ થઈ જશે, તેવી હાજીજી કરી હતી. પરંતુ  ટંકારા પોલીસ ટસની મસ થઈ ન હતી અને આખી રાત કડક કાર્યવાહી કરી અંતે કાયદાકીય જોગવાઈના અનુસંધાને સવારે જામીન પર છોડયા હતાં.

આજ દી’ સુધી કાયદાની ચુંગાલમાં નહીં ફસાયેલા એક જુગારીએ તો નામ જ ખોટુ આપ્યું હતું અને કલમ 6 (અ) (ઈ)નો ઉમેરો કરવો પડે તેવી ભૂલ કરી હતી જે અનુસંધાને પોલીસે કાયદાની વધુ કલમ પણ ઉમેરી છે.

ભાસ્કર પ્રભુદાસ પારેખે પોલીસ સમક્ષ એવી કાકલુદી કરી હતી કે મને છોડી દો તમે કેશો એમ રસ્તો કરીશું, પરંતુ પોલીસ કાફલો મક્કમ રહેતા પોતાનો ફોટો જાહેર ન કરવાનું કહી જુના સરનામા પોલીસને આપ્યાનુ મનાય છે. રાજકોટ-દુબ્ાઈ સહિત અનેકવિધ જગ્યાએ શો રૂમ ધરાવતાં ભાસ્કર પારેખ અને પરિવાર એમ કહેવાય છે કે દરરોજનું 100 કિલો જેવું સોનુ અને દાગીનાનું વેચાણ કરે છે ત્યારે જુગઠુ રમતા છેક ટંકારા પહોંચવાની બ્ાાબ્ાતે નજીકના વર્તુળોમાં ચર્ચા જાગી છે.

મળતા અહેવાલો મુજબ સામ-દામ-દંડ-ભેદની તમામ નીતિઓ અપનાવાયા બાદ પણ ધાર્યુ ન થતા મનઘડત ખોટા આક્ષેપો કરવાના નિષ્ફળ પ્રયત્નો પણ અજમાવવામાં આવ્યા હોવાનું પોલીસ વર્તુળોમાં ચર્ચાય છે. અત્રે એ નોંધનીય છે કે હોટેલ કમ્ફર્ટમાં જ્યારે પોલીસ ત્રાટકી ત્યારે હોટેલના મેનેજરે દરવાજો ખોલવામાં થોડીક આનાકાની કરી હતી પણ પોલીસે રૌદ્ર સ્વરૂૂપ બતાવતા અંતે મેનેજરને પોલીસના શરણે થવું પડ્યું હતું.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:23 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm