જીવલેણ અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા : એક ટુવહીલર પણ ઠોકરે આવી ગયુ

રેલનગરમાં વિચિત્ર અકસ્માત
સિટી બસ ડ્રાઇવર-મહિલાના મોત

રૂટ નંબર 40ના સીટી બસ ચાલક પરસોત્તમભાઈ રવજીભાઈ બારૈયાને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો: બસની ઠોકરે
રીક્ષાને રિક્ષાની ઠોકરે મહિલા સંગીતાબેન માકડીયા ચડી ગયા: ડ્રાઇવર અને મહિલાનું મોત: રીક્ષાચાલક સહીત બે ને ઈજા

રાજકોટ મિરર તા.5
રેલનગરમાંથી પસાર થતી સીટીબસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યા બાદ બસની હડફેટે ઓટોરીક્ષા ચાલક, ઓટોની હડફેટે રાહદારી મહિલા, ટુ વ્હીલર ચાલક અને અન્ય એક વ્યક્તિ ચડી જતા રાહદારી મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. બનાવથી રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક પૂર્વવત કરાવીને ઇજાગ્રસ્તો અને મૃતકોને સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ આજે મનપા સંચાલિત 40 નંબરની સીટી બસ આજે રેલનગરમાંથી પસાર થઇ રહી હતી ત્યારે તેમના ડ્રાઈવર પરસોત્તમભાઈ રવજીભાઈ બારૈયા (ઉ.50)ને ચાલુ બસે હાર્ટ એટેક આવતા તેઓ સ્ટીયરીંગ પર ઢળી પડતા, ચાલુ બસે રીક્ષાને ઠોકરે ચડાવતા રીક્ષા ચાલકનું મુકેશભાઈ તાજસિંહ રાઠોડ( ઉં. વર્ષ 31)ને નાની મોટી ઈજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે. બનાવ સમયે રીક્ષાની હડફેટે ચડી ગયેલા રાહદારી મહિલા સંગીતાબેન ગંગારામભાઈ માંકડિયા(ઉ.35-રહે. રેલનગર, પાર્થ સ્કુલ) એમ બંનેનાં મૃતદેહો પોલીસે પીએમ માટે સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા.
કહેવાય છે આજના વિચિત્ર અકસ્માતમાં એક ટુ વ્હીલર ચાલક અને અન્ય એક એમ ત્રણ વ્યક્તિ બસની હડફેટે ચડી ગયા હતા. જેમાં રાહદારી મહિલાનું મૃત્યુ થયું હતું. બનાવ સમયે અફરાતફરીના માહોલ વચ્ચે સેવાભાવી રાહદારીઓએ બસમાંમાં મૃત પામેલ એસટી ડ્રાઈવર પરસોત્તમભાઈ અને રેલનગર વિસ્તારમાં જ રહેતા અને ખરીદી સબબ ઘરની બહાર નીકળેલા અને સીટી બસની હડફેટે ચડીને મોતને ભેટેલા સંગીતાબેનના મૃતદેહોને સિવિલ હોસ્પીટલમાં ખસેડ્યા હતા.

બે સ્વજનોની આકસ્મિક વિદાયથી 2 સંતાનોએ માતાની,
3 સંતાનોએ પિતાની ગુમાવી છત્રછાયા

આજના રેલનગરમાં થયેલા વિચિત અકસ્માતમાં બસ ચાલક અને રાહદારી મહિલાના મોત થતા આ બંને સ્વજનોની આકસ્મિક વિદાયથી બે સંતાનોને માતાની અને ત્રણ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. આ બાબતે વિગતો મળી હતી કે, મૃતક સીટી બસ ચાલક પરસોત્તમભાઈ રવજીભાઈ બારૈયાણે ત્રણ સંતાનોમાં મોટા પુત્ર વિનોદભાઈ, બહેન સોનલબેન સતીશભાઈ સિહોરા(પરણિત) તેમજ નાના પુત્ર અનિલભાઈનો સમાવેશ થાય છે. આ ત્રણેય ભાંડરડાઓએ પિતાની છત્રછાયા ગૂમાવી દેતા પરિવારજનોમાં શોક વ્યાપ્યો છે. જ્યારે મૃતક રાહદારી મહિલા સંગીતાબેન ગંગારામભાઈ માંકડિયાણે બે સંતાનોમાં એક 24 વર્ષનો દીકરો અને 15-16 વર્ષની દીકરીનો સમાવેશ થાય છે. આ બંને ભાઈ-બહેને અચાનક માતાની છત્રછાયા ગૂમાવી દેતા પરિવારજનોમાં આક્રંદ છવાયું છે.

બસ ચાલક માટે જે પોસતું તે મારતું મહિલા માટે ખરીદી બની કાળ!
40 નંબરની સીટી બસ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં બસ ચાલક અને મહિલાના મૃત્યુથી બંને સદગતોના પરિવારમાં વિલાપ સર્જાયો છે. મૃતકોના સ્વજનોએ કહ્યું હતું કે, બસ ચાલક પરસોત્તમભાઈ માટે તો “જે પોષતું તે મારતું” જેવી ઘટના સાબિત થઇ હોય તેમ તેઓ રાબેતા મુજબ ડ્રાઈવિંગની નોકરી કરતા હતા અને હાર્ટ એટેકથી અવસાન પામ્યા તો રેલનગરમાં રહેતા સંગીતાબેનતો ઘરની પરચુરણ વસ્તુઓની ખરીદી માટે ઘર બહાર નીકળ્યા અને સીટી બસે કાળ બની તેણીનો જીવ લીધો હોવાનું બન્યું છે. એક એવી પણ જાણકારી મળી હતી કે, મૃતક મહિલા ઘરે બેઠા મોતી કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા.

અન્ય બે રાહદારીઓને પણ ઈજા
આજના બનાવમાં એક રાહદારીને પણ ઇજા થયાનું જાણવા મળે છે. બનાવને પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા પ્રદ્યુમ્નનગર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. આ બનાવથી બે પરિવારોએ સદસ્ય ગુમાવતાં ગમગીની છવાઈ ગઈ છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:18 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech