તુર્કિના અંકારામા આતંકી હુમલો!

ત્રણ લોકોએ ગુમાવ્યો જીવ જ્યારે 14 લોકો ઘાયલ : તુર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ’ના મુખ્યાલય પર થયો

નવીદિલ્હી, તા. 23

તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો થયો છે.  આ હુમલામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 14 લોકો ઘાયલ થયા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો તુર્કીની રાજધાની અંકારામાં સ્થિત ડિફેન્સ અને એરોસ્પેસ કંપની ’તુર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ’ના મુખ્યાલય પર થયો હતો.  ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દેશના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ ઊંઅઅગનું ઉત્પાદન કરે છે.

તુર્કીના ગૃહમંત્રીએ કહ્યું કે, સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના મુખ્યાલય પર થયેલા આતંકવાદી હુમલામાં 3 લોકોના મોત થયા છે.  તેમણે જણાવ્યું કે હુમલામાં સામેલ બંને આતંકીઓ પણ માર્યા ગયા છે.  સ્થાનિક મીડિયા અનુસાર, જોરદાર વિસ્ફોટ સંભળાયો અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો.  આ પછી વિસ્તારમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો.  આ આતંકી હુમલાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કેટલાક આતંકીઓ ફાયરિંગ કરતા જોઈ શકાય છે.  જો કે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી.  હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.  હુમલા બાદ સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના મુખ્યાલયમાં ઈમરજન્સી સેવાઓ મોકલી દેવામાં આવી છે. 

વિસ્ફોટ અને ત્યારબાદ ફાયરિંગનું કારણ સ્પષ્ટ નથી.  જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આત્મઘાતી હુમલો થયો હતો અને તે પછી કેટલાક લોકોને બિલ્ડિંગમાં બંધક પણ બનાવવામાં આવ્યા હતા.  જો કે અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી.    અધિકારીઓ દ્વારા બિલ્ડિંગની અંદરના કર્મચારીઓને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને કોઈને પણ બહાર જવાની મંજૂરી આપવામાં આવી નથી.  તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ અલગ-અલગ એક્ઝિટ ગેટ પર થયા હોઈ શકે છે. એક અહેવાલમાં જણાવાયું છે કે હુમલાખોરોએ કેટલાક લોકોને બંધક પણ બનાવ્યા હતા અને ફેક્ટરીની બહાર બે વિસ્ફોટના અવાજો સંભળાયા હતા અને અથડામણ શરૂ થઈ હતી.  સ્થાનિક મીડિયા અનુસાર ફેક્ટરીમાં બે વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.  પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ ફોર્સ મોકલવામાં આવ્યો હતો.  મીડિયા રિપોર્ટ્સમાં તુર્કીના ગૃહ મંત્રી અલી યેરલિકાયાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ એક આતંકવાદી હુમલો હતો અને તેમાં કેટલાક લોકોના મોત થયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા.  મીડિયા સંસ્થા તુર્કિયે ટુડેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોરોએ કેટલાક લોકોને બંધક બનાવ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:44 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm