73 કરોડની સરકારી જમીન કરાઈ ખુલ્લી : રાજકોટ જિલ્લામાં પણ અનઅધિકૃત બાંધકામો થશે દૂર
રાજકોટ, તા. 19
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે દેશભરમાં જે દબાણો ઊભા થયેલા હોય તેને દૂર કરવા માટેના દરેક સંભવત પગલા લેવા માટે સ્થાનિક પ્રશાસનને આદેશ આપી દીધા છે મળતી માહિતી મુજબ હાલ દરિયાઈ સુરક્ષા ને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ટાપુ વિસ્તાર અથવા તો દરિયા વિસ્તારમાં જે જગ્યા પર દબાણો ખડકાયેલા હોય તેને દૂર કરવા માટે હાલ કામગીરી ઝુંબેશ સ્વરૂૂપમાં ચાલે છે જેમાં બેટ દ્વારકા, પીરોટન ટાપુ, દ્વારકા સહિત આજુબાજુના વિસ્તારોમાં હાલ જે દબાણ થયા હતા તેનાથી ગુસણખોરીના અનેક પ્રશ્નો અને સમસ્યાઓ ઉદભવિત થઈ હતી આ દુષણને દૂર કરવા માટે છેલ્લા એક સપ્તાહથી મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે જે ગઈકાલે પૂર્ણ થયું.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દ્વારકામાં છેલ્લા આઠ દિવસથી અનેકવિધ જગ્યા ઉપર દબાણ દૂર કરવામાં આવ્યું છે તેમાં જે આંકડો સામે આવી રહ્યો છે તેના પર જો નજર કરવામાં આવે તો એક સપ્તાહમાં 520 થી વધુ ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે અને આશરે 73 કરોડની સરકારી જગ્યા ખુલી કરવામાં આવી છે. બીજી તરફ બેટ દ્વારકા અને ઓખામાં ચાર ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા છે અને દ્વારકામાં બે અને આરંભડામાં એક ધાર્મિક સ્થળને તોડવામાં આવ્યું છે. મહત્વનું એ છે કે હવે માત્ર દ્વારકા જામનગર જિલ્લો જ નહીં પરંતુ રાજકોટ જિલ્લામાં હાઇવે પર જે પણ ગેરકાયદે દબાણ હશે તેને તોડી પાડવા માટેના આદેશો રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવ્યા છે.
દ્વારકા,બેટ દ્વારકા ઓખામાં આઠ દિવસ ચાલેલા મેગા ડીમોલેશન પૂર્ણ થયું છે,બેટ દ્વારકામાં અને ઓખામાં 4 જ્યારે દ્વારકામાં 2 અને આરંભડામાં 1 ધાર્મિક સ્થળો અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા છે અને 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને રૂૂ.73.50 કરોડની કિંમતની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે.8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ રહી ખડેપગે. પાર વિસ્તાર અને ઓખા વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું છે જેમા દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા છે,હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવી છે.પાંચ દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332. ચો. મી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે,ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત (ચોપન કરોડ પીસ્તાલીસ લાખ રૂૂપિયા) થાય છે.હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે.
દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે.
પીરોટન ટાપુને પુન: મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂૂપ સાબિત થઈ રહ્યા હતા.
