ધોરણ 10-12ના પરિશાર્થીઓના લેટ ફી સાથે સ્વીકારાશે ફોર્મ

ધોરણ-10 અને 12 સાયન્સમાં શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી 6 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવાઈ

રાજકોટ મિરર, ગાંધીનગર તા.1
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવા સાથે ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. ધોરણ-10 અને 12 સાયન્સમાં શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી 6 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવી છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 9 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવવામાં આવી છે. રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની આ મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવશે.
રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારાશે. ધોરણ 12 સાયન્સમાં 7થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 7થી 10 ડિસેમ્બર દરમિયાન રૂૂ. 250 લેટ ફી સાથે, 11થી 20 ડિસેમ્બર દરમિયાન રૂૂ. 300 લેટ ફી સાથે અને 21થી 22 ડિસેમ્બર સુધી રૂૂ. 350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. 22 ડિસેમ્બર સુધીમાં કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. વિદ્યાર્થીઓનું પ્રિન્સિપાલ એપ્રૂવલ બાકી હોય તો તે પણ 22 ડિસેમ્બર સુધી કરી શકાશે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 10થી 24 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. જેમાં પ્રથમ તબક્કામાં 10થી 12 ડિસેમ્બર દરમિયાન રૂૂ. 250 લેટ ફી સાથે, 13થી 22 ડિસેમ્બર દરમિયાન રૂૂ. 300 લેટ ફી સાથે અને 23થી 24 ડિસેમ્બર સુધી રૂૂ. 350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. જ્યારે, ધોરણ-10માં 7થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. જેમાં પ્રથમ તબક્કામાં 7થી 10 ડિસેમ્બર દરમિયાન રૂૂ. 250 લેટ ફી સાથે, 11થી 20 ડિસેમ્બર દરમિયાન રૂૂ. 300 લેટ ફી સાથે અને 21થી 22 ડિસેમ્બર સુધી રૂૂ. 350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. 22 ડિસેમ્બર સુધીમાં કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:47 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech