પહાડને હચમચાવે તે શક્તિ એટલે ‘યોગ’

ભારતની સંસ્કૃતિ છતાં લોકો થઈ રહ્યા છે વિમુક્ત : નિરોગી અને સ્વસ્થ જીવન માટે યોગ સિવાય નથી છૂટકો

રાજકોટ, તા. 10
યોગ એ ભારતીય આધ્યાત્મિક અને શારીરિક પ્રેક્ટિસ અથવા શિસ્ત છે જે પ્રાગૈતિહાસિક સમયથી છે. કેટલાક લોકો જે વિચારે છે તેનાથી વિપરીત, યોગ એ માત્ર સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સુધારવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથેની કસરત નથી, પરંતુ તે આત્મ-અનુભૂતિ વિશે પણ છે. આપણા જીવનમાં યોગનું મહત્વ ઓછું આંકી શકાય નહીં.
યોગ એક એવું વિજ્ઞાન છે જે માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને પણ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આપણા જીવનનો પાયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે યોગના સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદા છે. તણાવ રાહત અને વજન વ્યવસ્થાપનથી લઈને તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારવા સુધી, આ પ્રાચીન પ્રથા તમને સંપૂર્ણ જીવન જીવવામાં મદદ કરી શકે છે. યોગ એ વર્ષો જૂની કળા છે જેણે વિશ્વભરના લાખો લોકોને વધુ સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. આજે, તેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે, ખાસ કરીને જેઓ તણાવ અને પીઠના દુખાવાથી પીડાય છે. યોગને સામાન્ય રીતે શરીરની કસરત સાથે સંબંધિત વસ્તુ માનવામાં આવે છે, પરંતુ યોગ એ માત્ર કસરત નથી. યોગ વ્યક્તિના મનને મજબૂત અને સ્વસ્થ બનાવે છે અને તેને વધુ સારું જીવન જીવવા તરફ દોરી જાય છે. શ્રેષ્ઠ યોગ વેબસાઇટ્સ તમને તમારા શરીર માટે યોગ્ય આસનો દ્વારા માર્ગદર્શન આપશે, જે તમને તમારા સ્વાસ્થ્યને એ રીતે સુધારવામાં મદદ કરશે જે તમે પહેલાં કલ્પના કરી ન હોય.
સમગ્ર વિશ્વમાં યોગની પ્રેક્ટિસ વધી રહી છે. તેની લોકપ્રિયતાનું એક મુખ્ય કારણ એ છે કે ડોક્ટરો પણ દર્દીઓને યોગના મહત્વ વિશે સલાહ આપી રહ્યા છે. વૈજ્ઞાનિકો દ્વારા યોગનો વ્યાપક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તે સાબિત થયું છે કે યોગ મન અને શરીર બંનેને શાંત અને આરામ આપે છે અને ભાવનાને ઉત્તેજન આપે છે. સારું મન મેળવવું અને પોતાને સ્વસ્થ રાખવું એ એક અસાધારણ શિસ્ત છે.
યોગ એટલે મોક્ષ તરફનો દ્વાર : ભાર્ગવીબા ગોહિલ
રાજકોટ મિરરના આંગણે આવેલા ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ યોગ સાથે જોડાયા હતા એટલું જ નહીં તેઓએ ખૂબ સારી વાત કરી અને જણાવ્યું કે યોગ માત્ર શારીરિક સ્વસ્થતા પૂરતું જ સીમિત નથી તળાવ મુક્ત જીવન માટે પણ યોગનું મહત્વ ખૂબ વધુ છે. એટલું જ નહીં તેઓ જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી તેઓ નિયમિત યોગ કરે છે અને આંતરરાષ્ટ્રીય યોગ ટીચર અને જજ તરીકે પણ તેઓએ પોતાની સેવા આપી છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું કે રૂટીનમાં જો લોકો યોગ કરે તો તેઓને પણ તેનું ફળ ખૂબ સારું મળે છે અને હાલ રાજકોટમાં જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાને લઈ યોગ તરફ લોકોનો ઝુકાવુ વધે તે ખૂબ જરૂરી અને આવશ્યક છે. બીજી તરફ તેઓએ વર્ણવ્યું કે રમતગમતમાં પણ યોગને વણી લેવું જોઈએ ત્યારે નવા નવા વર્કશોપ અને સેમીનારના આયોજન થકી યોગ કરવામાં આવે તો લોકોમાં ખૂબ સારી જાગૃતિ પણ આવી શકે છે. તેઓ જણાવ્યું કે યોગ એટલે મોક્ષનો દ્વાર હાલના સાંપ્રત સમયમાં લોકો જે ભૌતિકતા તરફ ડોટ મૂકી છે તેને ધ્યાને લઈ આવનારા દિવસોમાં હવે યોગ એક માત્ર વિકલ્પ અને ઉકેલ હશે જેને દરેકે અપનાવો ખૂબ આવશ્યક બનશે. લોકો ખૂબ વધુ સ્કિન ઉપર પોતાનો સમય વિતાવે છે જે ખરા અર્થમાં હિતાવહ નથી આ કરવાના બદલે જો લોકો યોગ તરફ પોતાનો ઝૂકાવ વધારે તો ખૂબ સારું પરિણામ આવી શકે.
યુવાનોનું નબળું આવરણ દુર્દશાનું કારણ : માવસિંહભાઈ બારડ
યોગ સાધના ભવિષ્યના પ્રશ્નોનું કરે છે નિવારણ : કે. ડી પરમાર
89 વર્ષના માવસીહભાઈ બારડે રાજકોટ મિરર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓએ રેલવેમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમ આગળ વધતા વધતા તેઓ યોગ તરફ વળ્યા. માવસીહભાઈ બારડ એટલે એક એવું વ્યક્તિત્વ કે જે નવ યુવાનોને પણ પોતાની સ્પૂર્તી થી અનજાવે. તેઓ ગિરનારની યાત્રા એક વખત નહીં પરંતુ બહારથી 13 વખત કરી ચૂક્યા છે બે વખત બાર જ્યોતિર્લિંગના દર્શન, એક વખત કૈલાશ માનસરોવરની યાત્રા. એટલું જ નહીં જુનાગઢ થી મેંદરડા અને મેંદરડા થી સોમનાથ દાદાની ધ્વજા તેમ એક વાર નહીં અનેક વખત પદયાત્રા કરી લીધી છે હવે તેઓ આવનારા સમયમાં દક્ષિણમાં જે સિનિયર સિટીઝન માટે રમાતી રમતો છે તેમાં ભાગ લેવા જઈ રહ્યા છે. માવસીહભાઈ બારડ 5000 મીટર વોક, પાંચ કિલોમીટર રનિંગ અને ભાલાફેક સ્પર્ધામાં નોંધણી કરી છે આ ત્રણેય રમતમાં ભૂતકાળમાં પણ તેઓએ અનેકવિધ મેડલો લીધેલા છે અને નવ યુવાનો માટે પ્રેરણારૂપ પ્રસ્થાપિત થયા છે. આવનારા દિવસોમાં વધુને વધુ નવ યુવાનો આ ક્ષેત્રે આગળ વધે તે ખૂબ જરૂરી છે એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે હાલ ભૌતિક સુખ લોકોમાં સૌથી વધુ જોવા મળી રહ્યું છે અને તેના કારણે જ લોકો યોગને ભૂલી રહ્યા છે. ક્ષ તો સામે નવયુવાનોના નબળા સર્કલ અનેક વખત એવી પરિસ્થિતિ ઊભી કરે છે જે અસહ્ય હોય પરંતુ જો તેમના જીવનમાં યોગ હોય તો તેઓ માનસિક સ્વસ્થ પણ રહી શકે અને લોક ઉપયોગી કાર્યો પણ કરી શકે. માવસીહભાઈ બારડના જમાઈ અને નિવૃત્ત ડીવાયએસપી કે.ડી પરમારે પણ રાજકોટ મિરર સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના સસરા પાસેથી આજના નવ યુવાનોએ પ્રેરણા લેવી ખૂબ જરૂરી છે કારણ કે આ ઉંમરે એક જ દિવસમાં 50 કિલોમીટર સુધી ચાલવું તે ખૂબ મોટી વાત છે. વધુમાં તમે જણાવ્યું હતું કે રાષ્ટ્ર ફલક ઉપર સિનિયર સિટીઝનો માટે જે રમત રમાડવામાં આવે છે એમાં તેઓ એક વખત નહીં અનેક વખત સિલેક્ટ થયા છે અને સારી એવી સિદ્ધિ પણ મેળવી છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે આપણા પૂર્વજો કઈ ગયા છે કે શરીરનું સુખ એટલે કે શરીર સ્વસ્થ હશે તો દરેક કાર્ય ખૂબ સરળતાથી પૂર્ણ થશે જેના માટે યોગ અને રમત ગમત હોવું ખૂબ જરૂરી છે. જો અત્યારથી યોગ તરફ લોકો ઝુકાવશે તો 50 વર્ષ પછી તેઓને તકલીફ નહીં થાય ઉલટું જીવનમાં પણ એક અનેરો આનંદ મળશે. ત્યારે અંતમાં તેઓએ દરેકને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે યોગને પોતાના જીવનશૈલીમાં ઉતારવામાં આવે તે ખૂબ જરૂરી અને આવશ્યક છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:40 pm, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm