મકરસંક્રાંતિએ થયેલી માથાકૂટનો બદલો લેવા પરેશ ગઢવી પર સાગરિત પર પુનિતનગરમાં થયું હતું ફાયરીંગ

પેંડા ગેંગના સાગ્રીત પર ‘ભડાકો’ કરનાર ત્રિપુટી ઝબ્બે

જંગલેશ્વર ગેંગના ત્રણને પિસ્તોલ, કાર્ટીઝ, કાર સાથે દબોચાયા : ગોહિલ, બસીયા અને એસ.એમ.જાડેજા ની ટીમને સફળતા

ત્રિપૂટીને ઝડપી લેનાર જઘૠની ટીમ : કબ્જે કરાયેલ દેશી બનાવટની પિસ્તોલ,
ફાયરીંગમાં ઘવાયેલ પેંડા ગેંગનો સાગરિત પરેશ ગઢવી તથા ફાયરીંગ કરનાર મુર્ગો, શાહનવાઝ તથા શોહિલ નજરે પડે છે

રાજકોટ મિરર, તા.16
વાવડી નગર ખાતે બનેલી ઘટનામાં શક્તિ ઉર્ફે પેંડા ગેંગ સાગરીત ગણાતા શખ્સ પર ગઈકાલે વહેલી સવારે જંગલેશ્વર ગેંગ દ્વારા ફાયરિંગ કરી હત્યાની કોશિષ કરવામાં આવી હતી. આ ગુનામાં શહેર એસઓજીએ જંગલેશ્વર ગેંગના ત્રણને દબોચી લઈ કાર, પિસ્તોલ અને કારટીસ તેમજ રોકડ કબજે લીધા છે. ત્રણમાંથી બે શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
વાવડીના પુનીતનગરમાં પેંડાના સાગરિત પર ફાયરીંગ કરનાર જંગલેશ્વર ગેંગના ત્રણ શખ્શને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ પિસ્ટલ, કાર્ટીઝ અને કાર સાથે દબોચી લઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ગત મકરસંક્રાંતિના દિવસે થયેલી માથાકુટનો બદલો લેવા ફાયરીંગ કરાયાનું પોલીસે જણાવ્યું હતું. ત્રણેય સામે ગેંગ બનાવી, સમાન ઈરાદો પાર પાડવા હત્યાની કરાયેલી કોશિશનો ગુન્હો નોંધી ત્રણેયની રિમાન્ડની માંગણી માટેની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પહેલા શહેરના નામચીન પેંડા ગેંગના પરેશ રાજુભાઇ બળદા (ઉ.વ.23) ઉપર અચાનક ઘસી આવેલા ગણાવાતી જંગલેશ્વર ગેંગના ત્રણ શખ્શોએ ફાયરીંગ કરતા પરેશને પગમાં ઈજા થઇ હતી. ફાયરીંગ કરી નાશી છૂટેલી ત્રિપુટીને પકડવા એસઓજીના તપાસ સોંપાતા ત્રણેય શોધવા પોલીસે ઠેરઠેર છાપા માર્યા હતા પણ ફાયરીંગ કરનાર શખ્શો શહેરમાંથી ગાયબ થઇ ગયા હતા. પણ ટેકનીકલ સોર્સ કામ કરી ગયા હોય તેમ એસઓજીના એએસઆઈ ફિરોઝભાઈ શેખ, હેડકોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ કિશોરભાઈ ઘુઘલને ત્રણેય આરોપીઓ અંગે મળેલી સંયુક્ત બાતમીના આધારે એકતા નગર શેરી-7 માં રહેતા સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઇ પઠાણ (ઉ.વ.26), મૂળ તે જ શેરીમાં હુશેની ચોક પાસે અને હાલ દેવપરા કોઠારીયા મેઇન રોડ ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં નિલમ પાર્ક સોસાયટીમાં રહેતા શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઇ વેતરણ (ઉ.વ.19) અને જંગલેશ્વર શેરી-6 માં રેહેતા સોહિલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા (ઉ.વ.21) એમ ત્રણેયને દબોચી લીધા હતા. ત્રણેયને ઉઠાવી લીધા બાદ ફાયરીંગમાં વપરાયેલ હથિયાર બાબતે આકરી પૂછપરછ કરતા ત્રણેયે રૂૂ.25 હજારની દેશી બનાવટની સિલ્વર-બ્લેક પીસ્ટલ, રૂૂ.200 ના બે જીવતા કાર્ટીઝ, તેમજ ફાયરીંગ સમયે વપરાયેલી જી.જે.13 સી.ઇ 0013 નંબરની કાર અને રોકડ 27,ક્ષરર મળી રૂૂપિયા 5,52,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ફાયરીંગ કરનાર ત્રિપુટીને પકડવામાં એસ.ઓ.જી શાખાના પીઆઈ એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ. એસ.બી.ઘાસુરા, એન.વી. હરીયાણી, એમ.બી.માજીરાણા, એ.એસ.આઈ. ફિરોજભાઈ શેખ, ધર્મેશભાઇ ભરતભાઇ, વિરેન્દ્રસિંહ વનરાજસિંહ, હેડ.કોન્સ. ઇન્દ્રસિંહ ગુલાબસિંહ, અરૂૂણભાઇ લક્ષમણભાઇ, દિગ્વીજયસિંહ કીરીટસિંહ, ઉપેન્દ્રસિંહ જયવિરસિંહ, રણછોડભાઇ લઘરાભાઇ, મહાવીરસિંહ દશરથસિંહ, સિધ્ધરાજસિંહ નીરૂૂભા, કોન્સ્ટેબલ કિશોરભાઇ લક્ષમણભાઇ, મુકેશભાઇ નાગદાનભાઇ, અનોપસિંહ પ્રવિણસિંહ, અમિતકુમાર ખિમજીભાઈ, યોગરાજસિંહ છનુભા, હાદીંકસિંહ જગતસિંહ, મહિલા કોન્સ્ટેબલ મોનાબેન ખીમજીભાઈ, હેડ કોન્સ્ટેબલ શ્યામભાઈ સગરામભાઈ, ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, ડી.સી.બી.પો.સ્ટેના પીએસઆઈ એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા, એ.એસ.આઇ રણજીતસિંહ પઢેરીયા રોકાયા હતા.

ઝડપાયેલા ત્રણેય આરોપીઓ રીઢા ગુન્હેગાર
પોલીસના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા ત્રણ આરોપી પૈકીના બે ગંભીર ગુન્હાઓ સબબ અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. જેમાં સમીર ઉર્ફે મુરધો મારામારી, દારૂૂ, જુગાર, હત્યાની કોશિશ સહિત 12 ગુન્હામાં તેમજ શાહનવાઝ ઉર્ફે નવાઝ રાયોટિંગના ગુનામાં અને સોહીલ ઉર્ફે ભાણો રાયોટિંગના બે ગુંના, જુગાર સહિત 4 ગુનામાં સંડોવાઈ ચુક્યો છે.
મકરસંક્રાંતિના દિવસે થયેલી માથાકૂટનો બદલો લેવા કરાયું ફાયરીંગ
ગત મકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ તેમની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલાએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી “તું અમારી સાથે આવ” તેમ કહી સોહેલ પર ચારેય શખસોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સોહેલ ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડાયો હતો અને પેંડા ગેંગ સામે ગુન્હો નોંધાયા આવ્યા બાદ તમામ જેલમાં ધકેલાયા હતાં. જેલમાંથી પરેશ પાંચ દિવસ પહેલા જ બહાર અગાઉની માથાકૂટનું વટક વાળવા જંગલેશ્વરની ગેંગે તેના પર ફાયરીંગ કર્યુ હતું.
પડોશી રાજ્યમાંથી સમીરે ખરીદી પિસ્ટલ
ઝડપાયેલા ત્રણેય આરોપીની પુછપરછ દરમિયાન સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, પરેશને ડરાવવા તેમણે પરપ્રાંતીય રાજ્યમાંથી અગાઉ દેશી બનાવની પિસ્ટલ ખરીદી હતી અને મકર સંક્રાતિના ડખ્ખાનું વટક વાળવા પરેશની આવન જાવન અને ઉઠક-બેઠક અંગે રેકી કરીને, કારમાં આવીને તેમના પર ફાયરીંગ કરાયું હતું. જેમાં પરેશને ડાબા પગમાં ઈજા થઇ હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:12 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm