મનપાનો નવો સિરસ્તો

કોર્પોરેટરો આનંદો: 70 વિકાસ કામો માટે ગ્રાન્ટનો કરી શકશે ઉપયોગ

અત્યાર સુધી મર્યાદિત કામો માટે જ વપરાતી હતી ગ્રાન્ટ : વિવિધ મહાનગરપાલિકાઓ દ્વારા કરવામાં આવતા કામોની યાદી આવી મેળવવામાં

રાજકોટ, તા. 21
રાજકોટ મહાનગરપાલિકા હોય કે રાજ્યની અન્ય કોઈ મહાનગરપાલિકા જે તે શહેરના વિકાસ માટે મનપાનો રોલ અત્યંત મહત્વનો હોય છે ત્યારે શહેરનો યોગ્ય વિકાસ થાય તે માટે લોકો કોર્પોરેટર ને પસંદ કરતા હોય છે. અને તેમને સરકાર દ્વારા ગ્રાન્ડ પણ ફાળવવામાં આવે છે જેનો ઉપયોગ તેઓ લોકહિતના કાર્યો માટે કરી શકે. પરંતુ અત્યાર સુધી જે રકમનો ઉપયોગ કરવામાં આવતો તે મર્યાદિત હોવાથી અન્ય વિકાસ કામો થઈ શકતા ન હતા. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવો શિરસ્તો કરવામાં આવ્યો છે. અને આ વાત અત્યંત ચોંકાવનારી પણ છે પરંતુ અંતે એ વાત તો સ્પષ્ટ છે કે હાલ આની જો અમલવારી યોગ્ય કરવામાં આવશે તો રાજકોટ શહેરનો વિકાસ ખૂબ પ્રબળ થશે. .
અત્યાર સુધી વોર્ડ દીઠ એક કોર્પોરેટર ને 20 લાખ રૂૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હતી અને વોટ ડેટ કુલ ચાર કોર્પોરેટરો ચુંટાય છે એટલે કહી શકાય કે એક વોર્ડમાં કુલ 80 લાખ રૂૂપિયાની ગ્રાન્ટ મળતી હોય છે પરંતુ આ ગ્રાન્ટમાં જો કામગીરીની વાત કરવામાં આવે તો માત્ર પેવિંગ બ્લોક, બાકડા અન્ય કોઈ નાની ચીજ વસ્તુઓના કામ ઉપયોગમાં લેવાતા પરંતુ હાલ જે વિગતો સામે આવી રહી છે તે અત્યંત ચોંકાવનારી છે કારણ કે દરેક મહાનગરપાલિકામાં કોર્પોરેટરોને અન્ય કામો માટે પણ ગ્રાન્ટ નો ઉપયોગ થઈ શકતો હોય છે જે અંગેની માહિતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી અને તેમાં માલુમ પડ્યું કે વિવિધ મહાનગરપાલિકામાં કોર્પોરેટરને જે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે તેમાં માત્ર બે ત્રણ કામ નહીં પરંતુ અનેકો કામ તેઓ કરી શકે છે આ તમામ રિપોર્ટને ધ્યાને લઇ હવે રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો તેમની ગ્રાન્ટમાંથી 70 જેટલા વિકાસ કામો કરી શકશે.
આ થવાથી ટેન્ડર ની કામગીરીમાં પણ ઘણાખરા અંશે ઘટાડવા આવશે કારણ કે એ વાત સ્પષ્ટ છે કે દસ લાખ ઉપરના કામ હોય તો તે ટેન્ડર મારફતે કરવામાં આવતા હોય છે પરંતુ ઘણા ખરા કિસ્સાઓમાં ટેન્ડર પ્રક્રિયા હવે થશે નહીં કારણકે એક કોર્પોરેટરને 20 લાખ રૂૂપિયાની ગ્રાન્ટ મળે છે અને ઘણા ખરા કામો જે ટેન્ડર મારફતે થતા અને તેની રકમ જો 20 લાખની અંદર હોય તો તે કોર્પોરેટર સરળતાથી કરાવી શકશે. હાલ આ કરવાથી રાજકોટ મહાનગરપાલિકાને ઘણો ખરો ફાયદો પણ પહોંચશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી તરફ સરેરાશ 30 થી 35 કામો એવા છે કે જે અન્ય મહાનગરપાલિકાઓ કરી રહી છે ત્યારે તેના કામગીરીનો અભ્યાસ કરી હાલ આ પગલું ભરવામાં આવ્યું છે.

આ અંગે કેમ અધિકારીઓને જ્ઞાન ન આવ્યું અને ધ્યાને ન આવ્યું તે પણ સૌથી મોટો પ્રશ્ન
છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા ના અધિકારીઓ માત્ર સ્ટીરિયો ટાઈપ કામગીરી કરવામાં જ માનતા હતા અને માની રહ્યા છે કોઈ નવીન કામ આજ દિન સુધી અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું નથી અને આ વખતે જે મહાનગરપાલિકા દ્વારા પગલું ભરવામાં આવ્યું છે તેમાં એ વાત તો સ્પષ્ટ છે કે આ પહેલા પણ અધિકારીઓ કામગીરી કરી શકતા હતા ત્યારે તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ અંગે તેમ તેઓને કોઈ ધ્યાન ન આવ્યું અને જો ધ્યાન આવ્યું હોય તો કેમ આ મુજબની કામગીરી કરવામાં ન આવી. જો યોગ્ય સમયે આ પ્રકારની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી હોત તો આજે રાજકોટની કાયાપલટ થઈ ચૂકી હોત.

કોર્પોરેટર તેમની ગ્રાન્ટમાંથી વિવિધ કામો કરાવી શકશે

  1. ચાલી અથવા તો ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રબર મોલ્ડ, પેવર બ્લોક, ડામર કામ, આરસીસી રોડ
  2. ટ્રાફિક સમસ્યા ને હલ કરવા માટે ડિવાઈડર તથા સ્પીડ બ્રેકર
  3. કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર, સીટી સિવિક સેન્ટર, સ્વિમિંગ પૂલ, હેલ્થ માસ્ટર સ્ટેશન, લાઇબ્રેરી સહિતની મનપા હસ્તકની બિલ્ડીંગોમાં બાંકડા બેંચ મુકવાનું કામ, વોટર કુલર મૂકવાનું કામ તથા વોટર પ્યુરીફાયર મૂકવાનું કામ
  4. જાહેર જનતાના હિત માટે મનપા મિલકતમાં સોલાર લાઈટ ,સોલાર વોટર હીટર, સોલાર પ્લાન્ટ વગેરે પ્રકારના કામ
  5. કોમન પ્લોટ તથા કોમન વપરાશની ખુલ્લી જગ્યાઓમાં કવડ પાર્કિંગ એરિયા તથા પથ્થર પેવિંગ વગેરેની સુવિધાઓ પૂરી પાડવા માટે સો ટકા ખર્ચ પેટે કામગીરી કરાવી શકે છે
  6. કોટ વિસ્તારમાં દરવાજાનું રીપેરીંગ, હયાત ચબૂતરા નું અપ્રેડેશન
  7. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિક સર્કલ બનાવવાનું કામ
  8. મહાનગરપાલિકા સંચાલિત બાલકીડાંગણ, આંગણવાડી, પ્રાથમિક શાળા માં રમતગમત તેમજ અંગ કસરતના સાધનો વસાવવાનું કામ.
  9. મનપા સંચાલિત આંગણવાડીના મકાનોનું બાંધકામનું કામ
  10. કોર્પોરેશનની હોસ્પિટલમાં આરોગ્ય વિષયક સાધનો મૂકવા તથા બગીચા વિકાસના કામો
  11. સીસીટીવી કેમેરા લગાડવાના કામો
  12. ફિઝિયોથેરાપી સેન્ટર તથા હેલ્થ ક્લબમાં સાધનો નવા મૂકવા માટે બજેટ પણ ફાળવી શકે છે.
  13. સ્માર્ટ આંગણવાડીનું બાંધકામ, અંગ્રેજી માધ્યમ અને જુનિયર અને સિનિયર કેજી અને ધોરણ એક થી પાંચ તથા મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં સ્પોર્ટ્સ પ્રવૃત્તિ તથા શૈક્ષણિક સાધન સામગ્રી
  14. મહાનગરપાલિકા વિસ્તાર તથા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જમીન અને વનવિભાગની જમીન પર વૃક્ષારોપણ કરી તેનું બ્યુટીફિકેશન જાળવવા માટે તાર ફેન્સીંગ અને ચેંજ લીંક ફેન્સીંગ કરવા ગ્રાન્ટનો ઉપયોગ થઈ શકે છે
  15. નવીન વરસાદી ગટર નાખવા તથા હયાત વરસાદી ગટર લંબાવવા, કાચા રસ્તા અને પાકા કરવા અને મેટલ ગ્રાઉન્ડિંગ વાળા રસ્તા પર કાર્પેટ કરવી અથવા જાહેર સ્થળોએ પથ્થર પેવિંગ ની કામગીરી કરવા માં ગ્રાન્ટનો ઉપયોગ કોર્પોરેટર કરી શકે છે. એટલું જ નહીં નવીન ડ્રેનેજ લાઈન નાખવા તથા હયાત ડ્રેનેજ લાઈન ટેકનિકલી શક્ય હોય તો ત્યાં લંબાવી આપવા માટેના કામ પણ કોર્પોરેટર પોતાની ગ્રાન્ટમાંથી કરાવી શકે છે
  16. જ્યાં સ્ટ્રીટ લાઈટની સુવિધા ન હોય ત્યાં સમગ્ર સભાએ નક્કી કરેલ રસ્તાની પહોળાઈ મુજબ સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ આપી શકે છે કોર્પોરેટર
  17. સરકાર દ્વારા નિર્માણ પામેલ 25 ચોરસ મીટરના મકાનો ની હાઉસિંગ સ્કીમોના તમામ રોડ ગલીયો તથા કોમન પ્લોટ માં પથ્થર પેવિંગ તથા પેવર બ્લોકની કામગીરી થઈ શકશે.
  18. પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ઓપન વિસ્તારોમાં સ્વચ્છતાને ધ્યાને લઈ તેવર અને પેવિંગ બ્લોકની કામગીરી પણ કોર્પોરેટર કરી શકે છે.

કોર્પોરેટરોને આ અંગે કરાશે જાગૃત

હાલ આટલા બધા વિકાસ કામો મનપાના કોર્પોરેટરો કરી શકે તે અંગે તેઓ અજાણ હોવાથી તેમને જાગૃત કરવામાં આવશે એટલું જ નહીં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકરે જણાવ્યું હતું કે આ અંગે ગઈકાલે યોજાયેલી બજેટની સમીક્ષા બેઠકમાં પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને નવા ક્ષેત્રમાં આની અમલવારી થાય તે માટેની તૈયારીઓ પણ કરવા આદેશ કર્યો હતો એટલું જ નહીં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે કોર્પોરેટરોને પણ આ તમામ કામો જે છે તેની યાદી આપવામાં આવશે જેથી તેઓ તેમની ગ્રાન્ટમાંથી તેનો ઉપયોગ કરી શકે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:04 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech