શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા આપવામાં આવેલા સુચનો ની નોંધ લેશે સમિતિના સભ્યો
રાજકોટ, તા. 20
ગુજરાત રાજ્યમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડ અને લાગુ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તારીખ 24 સોમવારના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે યુનિફોર્મ સિવિલ કોડ અંગે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે સરકારે આ માટે કોમન સિવિલ કોડના મુદ્દે દક્ષેશ ઠાકર કે જેઓ પૂર્વ કુલપતિ સુરત યુનિવર્સિટીના છે અને ગીતાબેન શ્રોફ એમ બે સદસ્યોની કમિટીની રચના કરી છે જેવો સોમવારે ખાસ જિલ્લા કલેકટર કચેરી ખાતે હાજર રહેશે અને કલેક્ટર પ્રભાવ જોશી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે..
મળતી માહિતી મુજબ અધિક કલેકટર આલોકની સાથે શહેર જિલ્લાના ધારાસભ્યો, સાંસદો, સરકારી વકીલ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કોલેજના આચાર્ય ઉપસ્થિત રહેશે. તરફ કમિટી દ્વારા આમંત્રિતો પાસેથી જે સૂચનો આવશે તેને પણ સ્વીકારવામાં આવશે કારણ કે હાલ રાજ્ય સરકાર રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો તે માટે હાલ સૂચનો આપવા માટે જણાવ્યું છે. દેશમાં હાલ એક માત્ર ઉત્તરાખંડમાં યુનિફોર્મ સીવીલ કોડ અમલી બતાવી દેવામાં આવેલ છે.
જે બાદ ગુજરાતમાં પણ આ કાયદો લાગુ કરવા માટે રાજય સરકાર દ્વારા ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, યુનિફોર્મ સીવીલ કોર્ડ (યુસીસી) લાગુ કરવા માટે રાજય સરકાર દ્વારા નિવૃત ન્યાયાધીશ રંજનાકુમારીના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરાયેલ છે. આ કમિટીના સદસ્યો સોમવારે રાજકોટ આવી પહોંચનાર છે. રાજકોટમાં તેઓની આ પ્રથમ બેઠક યોજાશે.
યુનિફોર્મ સિવીલ કોર્ડ એ એક એવો કાયદો છે કે જે ભારતના તમામ નાગરિકોને તેમના ધર્મ-જાતિ કે સમુદાયને ધ્યાનમાં લીધા વગર સમાન રીતે લાગુ પડે છે. હાલમાં દેશમાં લગ્ન, છુટાછેડા, વારસાગત અને દત્તક જેવા વ્યકિતગત બાબતોને લગતા કાયદાઓ અલગ અલગ છે. આ યુસીસી લાગુ થવાથી આ તમામ બાબતોમાં તમામ નાગરિકો માટે એક સમાન કાયદો અમલમાં આવશે.
