વડોદરામાં ત્રણ સ્થળો પર GST વિભાગના દરોડા

મેવાડા કલેક્શન, મેવાડા ડ્રેસવાલા, સુલતાનપુરા ઘડીયારી પોરના શોરૂમમાં સર્ચ ઓપરેશન : કરોડોની ૠજઝ ચોરી બહાર આવે તેવી સંભાવના

રાજકોટ, તા. 11
છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉપરાઉપરી રાજ્યના વિવિધ શહેરોમાં સ્ટેટ જીએસટીની સાથોસાથ સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવતા હોવાની હાલ અનેક વિગતો બહાર આવી રહી છે ત્યારે ગત બે દિવસ પૂર્વે અમદાવાદની આંગડિયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યારે ગઈકાલે વડોદરામાં જીએસટીની ટીમ ત્રાટકી હતી. મળતી માહિતી મુજબ વડોદરામાં ત્રણસો રૂમમાં જીએસટી એ દરોડા પાડ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેવાડા કલેક્શન, મેવાડા ડ્રેસવાલા, સુલતાનપુરા ઘડીયારી પોરના શોરૂમમાં હાલ નરોડા ચાલી રહ્યા છે એટલું જ નહીં રાવપુરા સહિત ત્રણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે અને હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે.
મહત્વનું એ છે કે આગામી દિવસોમાં આ તમામ પેઢીઓ પર તવાઈ બોલાવવામાં આવે તો નવાઈ નહીં કારણકે કેન્દ્ર સરકાર દ્વારા હાલ જીએસટી અને ઇન્કમટેક્સ પોર્ટલ મર્જ કરી દેવાથી ઇન્કમટેક્સ વિભાગ પણ આ જગ્યા પર દરોડા પાડી શકે છે. ત્યારે પ્રાથમિક તપાસમાં હાલ જીએસટીના અધિકારીઓએ તમામ સંબંધિત દસ્તાવેજો તથા તેમના દ્વારા કરવામાં આવેલો વેપાર અંગે માહિતી મેળવવાની શરૂ કરી દીધી છે. સુશોભન ની ચીજવસ્તુ નો વેપાર કરતી પેઢીઓ બાદ હવે કપડાના વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી આવી નથી કે કેટલીક જીએસટી ચોરી પકડાય છે પરંતુ હાલ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેને ધ્યાને લેવામાં આવે તો એવા સ્પષ્ટ છે કે ખૂબ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી આચરવામાં આવી છે. કારણકે આ તમામ પેઢીઓ દ્વારા બિલ વગરનો માલ વેચવામાં આવતો હતો અને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવી લીધી હોવાની ફરિયાદ જીએસટી વિભાગને મળતા સર્વ પ્રથમ ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ વધારવામાં આવી જ્યારે તમામ પુરાવા એકત્રિત થયા ત્યાર બાદ જ જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે.
મહત્વની વાત એ છે કે આગામી દિવસોમાં આ તમામ પેઢીઓ સાથે કયા વેપારીઓનું કનેક્શન છે તેની પણ યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં રાજકોટ, અમદાવાદ અને સુરતનો પણ સમાવેશ થાય તો નવાઈ નહીં. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી મળેલી સૂચનાઓને ધ્યાને લઈ હાલ આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ ઠેર ઠેર જગ્યા પર સર્ચ ઓપરેશન કરી કરોડો રૂપિયાની કરચોરી પકડી પાડે છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:31 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech