બીજા દેશોમાં જઇ કારકિર્દી ઘડવા ઇચ્છતા અનેકને લેભાગુઓ છેતરી ગયા છે: વધુ બે લાલબત્તી સમાન ઘટના
દંપતિને અને નર્સિંગનો કોર્ષ કરતી યુવતિને લેભાગુઓએ સવા અગિયાર અને સવા અઠ્ઠાવીસ લાખનો ચૂનો લગાવ્યો
યુવતિને તો બોગસ સ્પોન્સર લેટરને કારણે દસ વર્ષ સુધી યુકેમાં પ્રવેશવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો
દર્શનસિંહ જાડેજા દ્વારા
રાજકોટ મિરર તા.18
પરદેશ જવા ઇચ્છુકો કોઇપણ ભોગે બીજા દેશમાં જઇ પોતાની કારકિર્દી ઘડવા માટે ઉતાવળા હોય છે. આ માટે તેઓ વર્ક પરમીટ વીઝા-નોકરી મેળવવા માટે ખુબ પ્રયાસ કરતાં હોય છે. જો કે આવુ કરવાના પ્રયાસમાં તેઓ ઘણીવાર લેભાગુ એજન્ટોની જાળમાં ફસાઇ જઇ લાખો કરોડો ગુમાવી દેતાં હોય છે. વર્ક પરમીટ વીઝાના નામે તેમજ વિદેશમાં નોકરીની ગેરેન્ટીના નામે છેતરનારા ખુબ વધી ગયા છે. આવી વધુ બે ઘટના સામે આવી છે જેમાં દંપતિને યુકેમાં નોકરી વીઝાની લાલચ આપી સવા અગીયાર લાખમાં છેતરી લેવાયુ છે. તો બીજા બનાવમાં પણ યુકે જવા ઇચ્છુક અને ત્યાં નર્સિંગનું કામ કરવા ઇચ્છતી યુવતિ સાથે યુકે સ્થિત દંપતિ સહિત ચાર જણાએ સવા અઠ્ઠાવીસ લાખની ઠગાઇ કરી છે. બંને કિસ્સા પોલીસ સુધી પહોંચતા તપાસ શરૂ થઇ છે.
વિગતો પર નજર કરીએ તો એક દંપતીએ પરદેશ જવાની મહેચ્છાએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. ત્રીપુટીએ વિઝા અને ફાઈલ તૈયાર કરી આપવાનો વિશ્ર્વાસ આપી જુદીજુદી રીતે ટુકડે ટુકડે કુલ રૂપિયા 11.25 લાખ આ દંપતી પાસેથી પડાવી લેતા સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે કુવીવાળા ફળિયામાં ચિરાગ કનુભાઈ પટેલ રહે છે. તેઓ અને તેમના પત્ની જવાહરનગર ખાતેની એક કંપનીમાં નોકરી કરે છે. ચિરાગભાઈ અને તેમની પત્નિને યુકે જવાની ઈચ્છા જાગી હતી. જેથી તેઓ સારા એજન્ટની તલાશમાં હતા. દરમિયાન ચિરાગભાઈની પત્ની સાથે નોકરી કરતી મહિલા લતાબેન મહેન્દ્રભાઈ જયસ્વાલે તેમના પરિચિતમા સારો એજન્ટ છે જે તમારુ કામ કરી આપશે તેમ જણાવ્યું હતું. આથી આ ચિરાગભાઈ અને તેમના પતિ આ એજન્ટને મળ્યા હતા, ચિરાગભાઈએ પોતાના ઘરે આ એજન્ટને મળવા બોલાવ્યો હતો.
આ દરમિયાન લતાબેન તેમજ તેમનો દીકરો કશીયપ અને એજન્ટ નિરવ નરેશ પંડ્યા (રહે.આણંદ) સાથે બેઠક કરી હતી. બાદમાં આ ત્રીપુટીએ જરૂરી ડોક્યુમેન્ટ મેળવી ચિરાગભાઈ પાસેથી અલગ અલગ દિવસો દરમિયાન ફાઈલ તૈયાર કરવાના, ફાઈલ ચાર્જ, મેડીકલ ખર્ચ, ફી, પેટે મળી કુલ રૂપિયા 11 લાખ 25 હઝાર પડાવી લીધા હતા. બાદમાં પણ કોઈ -ોસેસ ન કરતા અને એ બાદ ચિરાગભાઈની ધીરજ ખૂટતા તેમણે તપાસ કરતા આ ત્રીપુટીએ થોડો સમય માગ્યો હતો. જોકે આ બાદ પણ સંતોષકારક જવાબ ન મળતા અને ફોન ઉપાડવાનું ટાળતા આ સમગ્ર મામલે ચિરાગભાઈ પટેલે વિશ્ર્વાસઘાત કરનાર આ ત્રીપુટી સામે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં પોરબંદરની એક યુવતીને યુકે ખાતે ર્નસિંગનું વર્ક અપાવવાના બહાને અઠ્ઠાવીસ લાખ વીસ હજાર પિયાની છેતરપિંડી કરવામાં આવતા અને બોગસ જોબ લેતા તૈયાર કર્યો હોવાથી યુકેમાં 10 વર્ષ જવા ઉપર -તિબંધ મુકાવી દેવાતા દંપતી સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મુળ કુતિયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમ્પલેક્ષમાં રહેતી મિતલ ભીમાભાઇ ભુતીયા નામની 23 વર્ષની યુવતી એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે ર્નસિંગનો કોર્સ કર્યો છે. અને તે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં પ્રેક્ટીકલ કામ કરવા માટે જતી હતી. ત્યારે લેબ ટેક્ધિશિયન તરીકે કામ કરતા અજય દિલીપ ચાવડા નામના રાણાવાવના યુવાન સાથે ઓળખાણ થઈ હતી અને અજય ત્યારે યુકે જતો રહ્યો હતો.
ત્યારબાદ મિતલે અજયને યુકે જવા માટે ર્નસિંગની વર્ક વિઝા માટે એજન્ટ ધ્યાનમાં હોય તો જણાવવાનું કહેતા દિગ્મિતા પટેલ કે જે યુકેમાં અજયની પાસે જ રહે છે અને કેર હોમમાં કેરટેકર તરીકે જોબ કરે છે. તેના સાથે વાત કરીને જાણ કરીશ તેમ કહ્યું હતું. અજયે તેઓના નંબર આપતા મુકેશ વીરદાસ પટેલ કે જે કાકાશિયા ગામે રહે છે અને તેની પુત્રી દિગ્મીતા પટેલ કે જે યુકે રહે છે એ પિતા પુત્રી લોકોને વિદેશ લઇ જવા માટે કામ કરે છે. તેમ કહ્યું હતું.આથી મીતલે મુકેશભાઈ પટેલને ફોન કર્યો હતો. ત્યારે તેણે એવું જણાવ્યું હતું કે તેઓ લુણાવાડા પાસે ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં -ોફેસર તરીકે નોકરી કરે છે. અને સાથે વિદેશ લઈ જવા માટે કામ પણ કરે છે. તમારે યુકે જવું હોય. તો વિઝા કરાવી આપીશ. મારી દીકરી દિગ્મીતા અને જમાઈ ધર્મેશ પટેલ પણ યુકે રહે છે. તેમ કહીને વિશ્ર્વાસમાં લીધી હતી.
તેમજ આ પછી મિતલએ ખર્ચ અંગે પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે 27 લાખ પિયા એજન્ટ તરીકે તથા એક લાખ વીસ હજાર વિઝા ફી વગેરે લાગશે. તેમ જણાવ્યું હતું અને તેના ડોક્યુમેન્ટ પણ મિતલે મોકલી આપ્યા હતા. અને ત્યારબાદ કટકે કટકે પિયા પણ આપી દીધા હતા તથા તે અંગે સ્પોન્સર જોબ લેટર માટે ડીટેલ માંગતા પાસપોર્ટ સહિત વિગતો આપી હતી. ત્યારબાદ મિતલ તેના પતિ સામત સાથે અમદાવાદ ગઈ હતી અને પોતાના ડોક્યુમેન્ટ સ્કેન કરાવી બાયોમેટ્રિકની -ોસેસ કરાવી 1,20,000ની વિઝા ફીની રિસિપ્ટ પણ મેળવી હતી તથા અસલ પાસપોર્ટ ત્યાં જમા કરાવ્યો હતો. ત્યારબાદ દિગ્મીતા તેનો પતિ ધર્મેશ અને પિતા મુકેશભાઈ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે હવે ચિંતા કરતા નહીં તમારું વર્ક વિઝાનું સબમીશન થઈ ગયું છે. અને ટૂંક સમયમાં થઈ જશે અને તમારું કામ નહીં થાય તો પૈસા પરત આપી દેશું તેવો વિશ્ર્વાસ આપ્યો હતો.
ત્યારબાદ ફરિયાદીને તેનો પાસપોર્ટ કુરિયર મારફતે મળ્યો હતો પરંતુ તેમાં કોઈ વિઝા સ્ટેમ્પ લાગેલા ન હતા. તેથી તેઓએ મુકેશભાઈ ને ફોન કરીને પૂછતા યુકે ગવર્મેન્ટનો એક રેફયુઝર લેટર મોકલ્યો હતો. જેમાં એક જ નોકરી માટે બે સ્પોન્સર લેટર મોકલેલ હોવાથી વિઝા નહીં મળવા પાત્ર છે તેમ જણાવ્યું હતું. આથી મિતલ એ અન્ય વર્ક વિઝાનું કામ કરતા એજન્ટોને પૂછતા એવું જાણવા મળ્યું હતું કે દિગ્મીતાએ મોકલેલ સ્પોન્સર લેટર બોગસ છે અને તેના કારણે જ વર્ક વિઝા મળ્યા નથી. અને યુકે ગવર્મેન્ટ તરફથી દસ વર્ષ સુધી યુકે જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આથી છેતરપિંડી થયાની જાણ થતા મિતલ એ વારંવાર મુકેશ પટેલ સહિતના અને પૈસા પરત આપવા માંગ કરી હતી. પરંતુ પૈસા આપવાને બદલે ગાળો આપીને હત્યાની ધમકી આપવામાં આવતી હતી. તેથી અંતે મિતલે મુકેશ વીરદાસ પટેલ નામના કાકાશિયાના ઈસમ ઉપરાંત યુકે રહેતી દિગ્મીતા ધર્મેશ પટેલ તેનો પતિ ધર્મેશ પટેલ અને ફોન કરનાર પિંકેશ પટેલ વગેરે તમામ સામે ગુનો નોંધાવ્યો છે.
