શહીદ રાજ્ગુરૂ ટાઉનશીપને લાગ્યા તાળા?

નવનિયુક્ત મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ આવાસનો પ્રશ્ન હલ કરવા આપી હૈયાધારણા

વર્ષોથી બંધ હાલતમાં આવાસ ખંઢેરમાં પરિવર્તિત થવાની તંત્ર શું રાહ જોઈ રહ્યું છે? : અનેક સવાલો

રાજકોટ, તા. 26
લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના ની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી એટલું જ નહીં મહત્વનું એ છે કે જે આવાસો બન્યા તેમાં ઘણાખરા લોકોનું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પણ સાકાર થયું હાલ આ વાતને લઈને જે માંગ ઉઠવા પામી છે તે પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે પરંતુ ઘણા ખરા કિસ્સામાં હજુ પણ જે લાભાર્થીઓ છે તેમને આવાસ મળ્યા નથી. ઠેર ઠેર આવાસો ઊભા થઈ ગયા છે પરંતુ તેની જે સાચવણી અને જાળવણી અને સાથો સાથ લાભાર્થીઓને મળવા જોઈએ તે એનકેન પ્રકારે મળ્યા ન હોવાનું હાલ જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હાલ આ અંગે રાજકોટ મહાનગરપાલિકાએ ગંભીરતા પૂર્વક વિચાર કરવો ખૂબ જરૂરી છે અને જો આ અંગે યોગ્ય નિર્ણય ગણતરીના દિવસોમાં નહીં લેવાય તો આ બંધ ક્વાર્ટરનું શું કરવું તે અંગે નિર્ણય કરવો આવશ્યક બનશે.
રાજકોટ મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવસોના નિર્માણ કર્યા પરંતુ પ્રજાને સોંપવામાં કોર્પોરેશન ઊણુ ઉતર્યું છે.ફરી એક વખત મનપા હસ્તકની આવાસ યોજના છેલ્લા ત્રણ વર્ષથી ધૂળ ખાઈ રહી છે.શહીદ રાજગુરૂ ટાઉનશિપના 1538 ફ્લેટને તંત્રનું તાળુ લાગેલું છે.આવાસની માઠીદશા નજરે પડી શકે છે.વર્ષોથી બંધ હાલતમાં આવાસ ખંઢેરમાં પરિવર્તિત થવાની જાણે તંત્ર રાહ જોઈ રહ્યું હોય એવું ઉડીને પ્રજાની આંખે આવી રહ્યું છે.
રાજકોટની વાત કરવામાં આવે તો વન બીએચકે ના અનેકવિધ યુનિટો ખાલી ખમ પડેલા છે ત્રણ ત્રણ વર્ષનો સમય વીતી ગયો છતાં પણ આ આવાસો લાભાર્થીઓને મળ્યા નથી જેને લઈને હાલ ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે. પ્રાર્થના મહાનગરપાલિકા તંત્રએ આ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવો ખૂબ જરૂરી અને આવશ્યક બન્યો છે. ત્યારે સૌથી મોટી ચિંતા મહાનગરપાલિકા માટે હોય તો તે એ છે કે જે તૈયાર થયેલા આવાસો છે તેનો નિર્ણય ઝડપભેર આવે. નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પણ જણાવ્યું હતું કે હાલ આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સરકાર પાસેથી જવાબ પણ માંગવામાં આવશે. તજજ્ઞનું માનવું છે કે જો મહાનગરપાલિકા ઈચ્છે અને આ તમામ આવાસોના હેતુફેર કરવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલે ને સરકાર જો તેને ગ્રાહ્ય રાખે તો જે જે શ્રમિક આવાસો બનાવવા માટે નો જે પ્રશ્ન હાલ રાજકોટ મહાનગરપાલિકાને સતાવી રહ્યો છે તે પ્રશ્ન પણ હવે ભૂતકાળ થઈ જશે.
મહાનગરપાલિકા હસ્તે ભગવતી પરાથી બેડી બાયપાસ વચ્ચે જે આવાસ યોજના ઉભી કરવામાં આવી તેમાં કુલ 1538 ફ્લેટ બનાવવામાં આવ્યા હતા. બીજી મહત્વની વાત તો એ છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઉભા કરવામાં આવેલા ફ્લેટ કોર્પોરેશન દ્વારા જાણે ઠેબે લેવામાં આવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. મનપા હસ્તકની શહીદ રાજગુરુ ટાઉનશીપ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં જોવા મળે છે આ બનેલા તમામ આવાસો હાલ સંપૂર્ણ ધૂળ ખાઈ રહ્યા છે. હાલ આ અંગે એક નહીં અનેક પ્રશ્નો ઉભા થયા ત્યારે સૌથી મહત્વની વાત તો એ છે કે તંત્રની ઢીલી નીતિ ના કારણે લાભાર્થીઓને પણ જે આ વાતનો લાભ મળવો જોઈએ તે મળ્યો નથી અને તેનાથી તેઓ વંચિત રહ્યા છે.
મહાનગરપાલિકાના તજજ્ઞોના જણાવ્યા અનુસાર હાલ આ આવાસ બનાવવા પાછળ 70 થી 80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ કારણોસર આ આવાસો લોકહિતના ઉપયોગમાં ન આવતા હાલ અત્યંત બની ગયા છે એટલું જ નહીં બારીઓના કાચ પણ તૂટી ગયા છે અને સંપૂર્ણ આવાસ યોજના હાલ ધૂળ ખાઈ રહી છે. મહત્વનું એ છે કે આજે બંધ આવા સોની હાલત જે છે તેના પર મહાનગરપાલિકા અને ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી ખૂબ જરૂરી અને આવશ્યક છે.


ગેસની લાઇનો પણ અપાઈ
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે આવા શોખ બન્યા તેમાં ગેસની લાઈનો પણ મૂકવામાં આવી છતાં પણ કયા કારણોસર આ યોજના માટે લાભાર્થીઓ આગળ ન આવ્યા તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવતું નથી પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને જો મહાનગરપાલિકા આવાસ યોજનાનો નિકાલ કરશે તો જ કંઈક શક્ય બનશે હાલ આ માટે તંત્રએ રાજ્ય સરકાર ને દરખાસ્ત કરવી અનિવાર્ય છે તો બીજી તરફ તજજ્ઞોનું માનવું છે કે મહાનગરપાલિકા આ યોજના માટે હેતુફેર પણ કરી શકે છે જેની પરવાનગી સરકાર પાસે માંગવાની રહેશે અને જો સરકાર આ હેતુફેર કરવાની માંગણીને મંજૂર કરે તો ઘણા ખરા પ્રશ્નોનું નિવારણ ત્વરિત શક્ય બનશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:28 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech