સેમિકન્ડક્ટર પોલિસીની અમલવારી કરતું ગુજરાત પ્રથમ રાજ્ય

સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમને વિકસાવવા 76 હજાર કરોડ રૂપિયાનું કેન્દ્ર સરકારે ફાળવ્યું બજેટ : 53 હજાર નવી રોજગારીની તકો થશે ઉભી : ગુજરાતમાં 1.24 લાખ કરોડનું રોકાણ

રાજકોટ, તા. 7
આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, ક્લાઉડ સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હિકલ, ઔદ્યોગિક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-અઈં તથા જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સિસ્ટમ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સેમિક્ધડક્ટર્સ ટેકનોલોજીની જરૂરિયાત ઉભી થાય છે. આ સેમિકન્ડક્ટર્સની જરૂરિયાતને પહોંચી વળવા, સેમિક્ધડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વર્ષ 2021માં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ને મંજૂરી આપી હતી. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ. 76,000 કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે.
ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ વર્ષ 2020માં 15 અબજ ડોલરનું હતું, જે વર્ષ 2026 સુધીમાં 400 ટકાથી વધુની હરણફાળ સાથે 63 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “વિકસિત ભારત2047” ના વિઝનને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે દેશમાં સૌપ્રથમ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી – વર્ષ 2022 થી 2027 લોન્ચ કરી છે. આ પોલિસીના સરળ અને શ્રેષ્ઠ અમલીકરણ માટે એક સમર્પિત ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન ની સ્થાપના કરીને ગુજરાતે સેમિક્ધડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ પ્રોત્સાહન આપવા તરફ હરણફાળ ભરી છે. ધોલેરા સેમિકોન સિટી ખાતે રૂ. 91,000 કરોડથી વધુના ખર્ચે ભારતના પ્રથમ કોમર્શિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-એનેબલ્ડ સેમિકન્ડક્ટરફેબનું નિર્માણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (ઝઊઙક) અને ટાઈવાનની કંપની ઙજખઈ દ્વારા કરવામાં આવશે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર એકમો દ્વારા કરવામાં આવેલ રોકાણના પગલે રોજગારીનું પણ સર્જન થશે એટલું જ નહીં હાલ સેમિકન્ડક્ટરને લઈ ભારતે અન્ય દેશો પર આયાત અર્થે નિર્ભર રહેવું પડે છે ત્યારે મેક ઇન ઇન્ડિયા ક્ધસેપ્ટને સેમિકન્ડક્ટર હબ પૂરું પાડશે અને તેમાં ગુજરાતનો ફાળો ખૂબ મહત્વનો રહેશે.સેમિકન્ડક્ટર નું ઉત્પાદન શરૂ થતા ની સાથે જ રાજ્યમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીઓનું સર્જન થશે. આ એકમોનું નિર્માણ નોંધપાત્ર રીતે ભારતને સેમિક્ધડક્ટર ચિપની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે તેમજ ઓટો, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ અને ટેલિકોમ જેવા સંબંધિત ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે. સેમિક્ધડક્ટર પોલિસી લોન્ચ કરીને ગુજરાત ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા બાબતે અગ્રેસર રાજ્ય બન્યું છે.
સેમિકન્ડક્ટર ઉદ્યોગોને મૂડી ખર્ચ તેમજ સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપિત કરવામાં ગુજરાત સરકાર સતત સહાયરૂપ બની રહી છે. ગુજરાત સેમિક્ધડક્ટર પોલિસી હેઠળ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીનું એક વખતનું 100 ટકા વળતર આપવામાં આવશે. સાથે જ વૈશ્વિક સ્પર્ધાત્મક દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠામાં પણ રૂ.2 પ્રતિ યુનિટની સબસિડી, રૂ. 12 પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાના પાણીની સુવિધા તેમજ વીજળી ડ્યુટીમાંથી મુક્તિ જેવાં વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત ગુજરાતના ધોલેરાને સેમિકોન સિટી તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ખાતે સ્થપાનાર સેમિક્ધડક્ટર યુનિટને કેટલાક વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. જેમાં ફેબ પ્રોજેક્ટ માટે જમીનની ખરીદી પર 75 ટકા સુધીની સબસિડીનો સમાવેશ થાય છે. આ સાથે ધોલેરાને ભારતના પ્રથમ ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટી તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો લાભ ઉદ્યોગો અને નાગરિકોને વધુ સારી રીતે મળી શકશે. ગુજરાતમાં 04 જેટલી સેમિકન્ડક્ટર કંપનીઓ દ્વારા કુલ રૂ. 1.24 લાખ કરોડના રોકાણ સાથે નવા પ્રોજેક્ટસ બનવા જઈ રહ્યા છે, આ પ્રોજેક્ટ થકી રાજ્યમાં નવી સંભવિત 53,000 જેટલી રોજગારીનું સર્જન થશે, એમ ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગની યાદીમાં જણાવ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:31 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm