ઢીલીનીતિ+ગેરરીતિ=પ્રજા દુ:ખી

પરિશ્રમ સોસાયટી જેવા અનેક આવાસોમાં રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની છતી થઈ પોલ

રદ થયેલ આવાસો માટે છે અરજીઓ આવી એનો પણ નિકાલ થયો નથી, એક વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં તારીખ પે તારીખ

રાજકોટ તા. 25
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ અનેકવિધ યોજનાઓ થતી રાજકોટ નજીકના જે વિસ્તારો છે તેના વિકાસ માટે અનેકવિધ કાર્યો કરતી હોય છે એટલું જ નહીં રૂડા દ્વારા શહેરની ભાગોળે અનેકવિધ ટાઉનશીપ એટલે કે આવાસ યોજના પણ ઉભી કરે છે જેમાં જરૂરિયાતમંદ લોકો વસવાટ કરતા હોય છે પરંતુ વરવિ વાસ્તવિકતા તો એ છે કે આ આવાસ યોજનામાં અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જેનું નિરાકરણ આજે પણ આવ્યું નથી અને ત્યાં વસતા રહેવાસીઓએ પણ ઘણી હાલાકી ભોગવી પડે છે. એક બે વાર અરજીઓ થઈ હોય તો સમજી શકાય પરંતુ વરસ વરસ સુધી અરજીઓના જવાબ ન આવે અને સતત હેરાનગતિનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડે તે ક્યાંનો ન્યાય આ લોકોની વ્યથા છે. રૂડા ના આવાસ ને લઇ અનેકવિધ રહેવાસીઓ કે પછી કહેવામાં આવે કે લાભાર્થીઓ ઘણી ખરી રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેમના દ્વારા રૂડાના અધિકારીઓને પણ ઘણીખરી રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ એનકેન પ્રકારે એ રજૂઆતોને ગેરલાયક ફેરવી અથવા તો કોઈ નક્કર જવાબ આપ્યા વગર જ લોકોને ધક્કા ખાવા પડે છે. આવી જ એક ઘટના રાજકોટની ભાગોળે આવેલા ટીપી સ્કીમ 17 અને મુંજકા ફાઈનલ પ્લોટ એસી માં ઊભી કરવામાં આવેલી પરિશ્રમ સોસાયટીમાં બની છે. આ સોસાયટીમાં આશરે 784 પ્લેટ ઉભા કરવામાં આવ્યા છે અને મળતી માહિતી મુજબ 90 ટકા જેટલા ફ્લેટમાં રહેવાસીઓ વસવાટ કરે છે પરંતુ જાણવા જેવી અને સમજવા જેવી વાત તો એ છે કે હજુ પણ 10% જેટલા લોકોને આવાસ મળ્યા નથી પરંતુ આ એ આવાસો છે કે જે ભૂતકાળમાં રૂડા દ્વારા કોઈ પણ કારણો વર્ષ હસ્તગત કરી લેવામાં આવ્યા હોય અને ફરી તેને સોંપવા માટે જાહેરાત કરવામાં આવી હોય.
આ માત્ર પરિશ્રમ સોસાયટીની જ વાત છે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે રૂડા હેઠળ જે જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે તે પ્રોજેક્ટમાં આશરે 4500 અરજીઓ આવેલી. જેમાં રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે 3000 અરજીઓને માન્ય રાખી જે માટે લોકોએ રૂપિયા 5000 ની ડિપોઝિટ પણ ભરી હતી. બાકી રહેતા 1500 લોકોને રૂડાએ ગેરલાયક ગણાવ્યા હતા. ત્યારે જે ગ્રાહ્ય રાખવામાં આવેલી અરજીઓ છે તેને ક્યારે આવા સોંપવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે કારણ કે આ એ લોકો છે કે જેમના લોટ એ લોટ થવાના છે પરંતુ એક વર્ષ જેટલો માતબર સમય વીતી ગયો છતાં હજી સુધી જે અરજીઓને ગ્રાહ્ય રાખ્યા બાદ જે ફ્લેટ એલોટ કરવામાં આવવા જોઈએ તે એલોટ કરવામાં આવ્યા નથી. આ માટે અનેકવિધ રજૂઆતો કરવામાં આવી પરંતુ કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ એ જ વાત કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં તમને પ્લોટ એટલે કે ફ્લેટ લાગી જશે પરંતુ એને પણ વરસ જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી હજુ પણ તેમને પોતાના ફ્લેટ મળ્યા નથી.
ત્યારે હવે જે અરજી કરનાર અરજદારો છે તેમનું માનવું છે કે ક્યારે તેમને ફ્લેટ લાગશે કારણકે અનેકવિધ લોકોએ 5000 જેવી માર્ગ રકમ ડિપોઝિટ પેટે ભરી છે અને તે રકમ પણ અત્યારે બ્લોક થઈ ચૂકી છે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આજે પગલાં લેવામાં આવી રહ્યા છે તે ઘણાખરા અંશે લોકોને પસંદ નથી કારણકે તેમના જે કાર્યો થવા જોઈએ તે થતા ન હોવાના પગલે ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા છે. એટલું જ નહીં પરિશ્રમ સોસાયટીની જ્યારે વાત કરવામાં આવે તો અનેકવિધ પ્રશ્નો પણ આ સોસાયટીમાં જોવા મળી રહી છે અને ત્યાં વસતા રહેવાસીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે. કોઈ એક પ્રશ્ન હોય તો સમજી શકાય પરંતુ અહીં અનેકવિધ પ્રશ્નો થી લોકો હેરાન પરેશાન થયા છે અને પોતાની હૈયા વરાળ પણ રાજકોટ મિરર સમક્ષ વર્ણવી હતી. હોવાનું એ થયું કે આ તમામ પ્રશ્નોના નિવારણ ક્યારે આવશે જ્યાં સુધી આ મુદ્દે નિવારણ નહીં આવે ત્યાં સુધી હજુ પણ પ્રશ્નો ઊભા થાય તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. એ વસવાટ કરતા લોકોએ જણાવ્યું કે ઘણા ખરા મુદ્દે રૂડાને એક વખત નહીં અનેક વખત રજૂઆત કરવામાં આવે પરંતુ આજ દિન સુધી તેનો કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી એટલું જ નહીં પરિણામ સ્વરૂપે ત્યાં વસતા રહેવાસીઓ અને લોકોએ ઘણી તકલીફો પણ સહન કરવી પડે છે.
આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ હવે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી ખૂબ જરૂરી છે અને ગંભીરતાપૂર્વક તેમને એટલે કે જે રહેવાસીઓને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તેનું નિવારણ લાવવું પણ એટલું જ જરૂરી છે જો આ કરવામાં સમય લાગશે તો હજુ પણ ઘણા ખરા પ્રશ્નો ઊભા થાય તો નવાઈ નહીં આજ દિન સુધી અનેકવિધ ફરિયાદો અનેકવિધ મુદ્દાઓને લઈ ઉઠવા પામી હતી જેને આજ દિન સુધી નિવારવામાં આવી નથી અને લોકોએ આજની તારીખ સુધી હેરાન થવું પડે છે. રહેવા સિવાય જણાવ્યું હતું કે 2017માં આ આવાસ માટેના ફોર્મ ભરવામાં આવ્યા જ્યારે આ આવાસ તેઓને વર્ષ 2023 માં સોંપવામાં આવ્યા છે અને તેમાં પણ જે પ્લમ્બિંગનું કામ હોવું જોઈએ તે પૂરતું નથી કારણ કે હજુ બે થી અઢી વર્ષ જ સમય વીત્યો છે અને ઘરમાંથી પોપડા પડવા લાગ્યા છે.

આવાસ છેવાડે હોવાથી આજ દિન સુધી હજુ નથી મળી લાઈટની સુવિધા
પરિશ્રમ આવાસ જે ઊભો કરવામાં આવ્યું છે તે ઇસ્કોન મંદિર પાછળ આવેલું છે પરંતુ જોવાની વાત એ છે કે રાત્રિ સમયે એક પણ પ્રકારની સ્ટ્રીટ લાઈટ છેવાળા સુધી મૂકવામાં આવી નથી જેથી મહિલાઓએ બહાર નીકળવું પણ ખૂબ કપરું બને છે આ માટે મહાનગરપાલિકા અને રૂડામાં પણ લેખિત અરજીઓ કરવામાં આવી છે કે આવાસ જે ઊભા કરી દેવામાં આવ્યા છે અને તેને આશરે બે વર્ષ જેટલો માર્ગ સમય વીતી ગયો છે છતાં પણ હજુ સુધી સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવી નથી તો તે મૂકવામાં આવે જેથી લોકો રાત્રી સમયે અવર જવર કરી શકે. પરંતુ હજુ પણ સત્તાધિશો દ્વારા આ અંગે કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી જેનાથી લોકો રોષે ભરાયા છે. જો આવનારા દિવસોમાં આ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન થાય તો પણ નવાઈ નહીં એટલું નહીં સત્તાધીશોને પણ ખ્યાલ છે કે આ તકલીફ લોકો વેઠી રહ્યા છે પરંતુ તેનું નિવારણ લાવવા માટે હજુ પણ કોઈ રસ્તો શોધવામાં આવ્યો નથી જે અત્યંત દયનીય બાબત કહેવાય.


સોલારમાં નબળું કામ : લાઈન લીક
એક તરફ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકાર પ્રદૂષણ દૂર કરવા માટે અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સોલાર સિસ્ટમને કેન્દ્રને રાજ્ય સરકારે અમલી બનાવી છે અને મહત્તમ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે ત્યારે હવે જે આવાસો સરકાર બનાવી રહ્યા છે તેમાં પણ સોલાર સિસ્ટમ ઊભી કરવામાં આવતી હોય છે પરિશ્રમ સોસાયટીની વાત કરવામાં આવે તો આ આવાસમાં પણ ખાસ વ્યવસ્થા સોલાર માટેની ઉભી કરવામાં આવેલી છે પરંતુ ત્યાંના સ્થાનિકોના કહેવા મુજબ આજ દિન સુધી સોલારનો જે રીતે ઉપયોગ થવો જોઈએ તે થયો નથી કારણ કે સોલાર માટે જે પાઇપ લગાડવામાં આવ્યા છે તે અત્યંત નબળી ગુણવત્તા ના હોવાથી લીકેજ નો પ્રશ્ન ઉભો થયો છે આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી અને ખાનગી કોન્ટ્રાક્ટર અને કારીગર મારફતે રીપેર પણ કરાવવામાં આવ્યું છતાં પણ પરિસ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે ત્યારે આ જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે સાથોસાથ સોલારને લઈને જે જાગૃતતા કેળવવામાં આવી રહી છે તેમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તો લોકોને હેરાન થવું પડે છે જે હાલ અત્યારે પરિશ્રમ સોસાયટીના રહેવાસીઓ તકલીફ ભોગવી રહ્યા છે.


પરિશ્રમ સોસાયટીના ફ્લેટમાં પણ ચાલી રહી છે કોમર્શિયલ પ્રવૃત્તિઓ
કોઈપણ રહેણાંક ફ્લેટ અથવા તો રહેણાંક મકાન હોય તેમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરવી હોય તો ખાસ મંજૂરી લેવામાં આવતી હોય છે પરંતુ જ્યારે સરકાર દ્વારા બનાવવામાં આવેલા આવાસ યોજનાની વાત કરવામાં આવે તો તે આવાસોમાં કોઈપણ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તે ગેરકાયદે અને ગેરમાન્ય છે. પરંતુ સત્તાધીશોને ધ્યાન હોવા છતાં પરિશ્રમ સોસાયટીના અનેક ફ્લેટમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે અંગેની વાત સ્થાનિકોએ વર્ણવી હતી. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે જ્યારે અધિકારીઓને પણ ખબર હોય કે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો કોકની મીઠી નજર હેઠળ આ સમગ્ર કારણ સ્થાન આચરવામાં આવતું હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી.


ફાયર સાધનોને પણ નથી આવ્યા બદલવામાં નથી અપાય ટ્રેનિંગ
ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયરને લઈને અનેકવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે પરિશ્રમ સોસાયટીમાં જે ફાયર ના સાધનો મૂકવામાં આવ્યા છે તે પણ આઉટડેટેડ થઈ ગયા છે ત્યારે હવે આ સાધનોને બદલવામાં આવે અને સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં વસતા લોકો ને હજુ સુધી ફાયર અંગેનું કોઈ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું નથી જે એક દુ:ખની વાત છે.


પાર્કિંગમાં અને ફ્લેટમાં થઈ રહ્યો છે ચુવાગ
કોઈપણ આવાસ યોજના જ્યારે બનાવવામાં આવતી હોય ત્યારે તે લાંબા સમય સુધી ચાલે અને રહેવાસીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે તકલીફનો સામનો ન કરવો પડે તે વાતની ગંભીરતા લેવામાં આવતી હોય છે એટલું જ નહીં તે પ્રસંગે પરિશ્રમ સોસાયટીમાં રૂડા દ્વારા જે એજન્સીને કામ સોંપવામાં આવેલું તેના દ્વારા કામ ખૂબ નબળું એટલે કે હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે કારણ કે પાર્કિંગ અને ફ્લેટમાં બે વર્ષના સમયગાળામાં જ ચુવાગ થવાનો શરૂ થઈ ગયો છે જેથી ફ્લેટમાં રહેવું પણ ખૂબ મુશ્કેલ બની ગયું છે જો આ પરિસ્થિતિનો નિવેડો લાવવામાં નહીં આવે તો આવનારો સમય રહેવાસીઓ માટે ઘણો વિકટ બની રહેશે. આ અંગે રહેવા સિવાય જણાવ્યું કે રૂડા ને પણ આ બાબતે એકવાર નહીં અનેકવાર રજૂઆત કરવામાં આવેલી છે પરંતુ તેઓ અને જે આવાસ બનાવ્યા છે તે એજન્સી સતત ખો આપી રહ્યા છે અને સ્થાનિક લોકોએ પીસાવું પડે છે. હાલ ઘણા ખરા ફ્લેટમાં તો રહેવું ખૂબ મુશ્કેલ બની ગયું છે અને જે રીતે ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે તેનાથી બિલ્ડીંગ પણ ખોખલું થઈ રહ્યું છે તેવી ફરિયાદ સ્થાનિક હોય કરી છે.


લાભાર્થીઓએ ફ્લેટ પણ ચડાવી દીધા ભાડે
આવાસ યોજનાના જે ફ્લેટ લાભાર્થીઓને લાગતા હોય છે તે ફ્લેટમાં તે જ લાભાર્થી તેમના પરિવાર સાથે વસવાટ કરી શકે પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં લાભાર્થીઓ દ્વારા તેમના ફ્લેટને ભાડે ચડાવી દેવામાં આવતો હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે એ ફ્લેટને ભાડે ચડાવવું તે ગેરકાયદે છે છતાં પણ કોઈ પણ તંત્રની સેહસરમ રાખ્યા વગર ભાડું આ તો વસવાટ કરે છે આ અંગેની જાણ રાજકોટ શેરી વિકાસ સત્તા મંડળને પણ છે પરંતુ તેમના દ્વારા જે નકર પગલાં લેવામાં આવવા જોઈએ તે હજુ સુધી આવ્યા નથી અને આપ કારણે જ જે ભાડું આ તો છે તેઓ પોતાની મનમાની ચલાવતા થઈ ગયા છે.


ફાયર સાધનોને પણ નથી બદલયા કે નથી અપાય ટ્રેનિંગ
ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયરને લઈને અનેકવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે પરિશ્રમ સોસાયટીમાં જે ફાયર ના સાધનો મૂકવામાં આવ્યા છે તે પણ આઉટડેટેડ થઈ ગયા છે ત્યારે હવે આ સાધનોને બદલવામાં આવે અને સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં વસતા લોકો ને હજુ સુધી ફાયર અંગેનું કોઈ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું નથી જે એક દુ:ખની વાત છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:56 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech