રાજકોટ, તા. 4
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેના પરિણામ પણ આવી ગયા છે ત્યારે હવે રાજ્યની 68 નગરપાલિકા અને જુનાગઢ મહાનગરપાલિકાના મેયરની વરણ કરવા માટે ઘણો ખરો સમય લાગ્યો ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રમુખો ના નામની ચર્ચા પણ કરવામાં આવી ત્યારે જે વિગતો સામે આવી રહી છે તેને ધ્યાને લઈ આજે આ અંગે ઘોષણા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે. અને જો વધુ નામ માટે ચર્ચા કરવામાં આવશે તો આજે ફરી એક વખત બેઠકનું આયોજન થાય તેવી વાત સામે આવી રહી છે. રોના જણાવ્યા અનુસાર મહદ અંશે આજે જ 68 નગરપાલિકાઓની સાતો સાત જુનાગઢ મહાનગરપાલિકાના મેયરના નામની ઘોષણા કરી દેવામાં આવશે.
મળતી માહિતી મુજબ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના અધ્યક્ષ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂૂ થઈ હતી જેમાં 68 નગરપાલિકાના પ્રમુખોની નિમણૂક ની સાથોસાથ જુનાગઢ મેયર અને હોદેદારોના નામ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે ત્યારે જે ચિત્ર સામે આવી રહ્યું છે તે મુજબ આગામી 24 કલાકની અંદર જ તે તમામ નામોની ઘોષણા કરવામાં આવે તો નવાઈ નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં 200થી વધુ હોદ્દેદારોના નામ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. ત્યારે આજે જુનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, ખડી સમિતીના ચેરમેન, શાસક પક્ષના નેતા, અને દંડક, 60 થી વધુ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના
નેતા, દંડકના નામ નકકી કરવામાં આવશે. 12 કલાકમાં તમામ નામો ફાઇનલ કરી લેવામાં આવશે.આજે સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં જનરલ બોર્ડની બેઠકના એક કલાક પૂર્વ બંધ કવરમાં પદાધિકારીઓના નામ મોકલી દેવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર તાલુકા પંચાયત ના હોદ્દેદારો સાથે આ બેઠક ની શરૂૂઆત થઈ અને મોડી સાંજ સુધી આ બેઠક યોજાઈ હતી. ત્યારબાદ જૂનાગઢ મનપા, 3 તાલુકા પંચાયત અને બીજેપી શાસિત પાલિકાના હોદ્દેદારો અંગે મંથન કરવામાં આવશે. મોટાભાગના નામો આજે જ પૂર્ણ કરવાની બીજેપીની તૈયારી જોવા મળી રહી છે. આ ઉપરાંત આગામી ચૂંટણીને લઇને આયોજન અને પ્લાન વિશે ચર્ચા કરવામાં આવશે. જો કોઈ ચર્ચા બાકી રહી જશે તો 5 તારીખે સવારે ફરી બેઠક મળશે. પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોની વાત કરવામાં આવે તો આ બેઠકમાં સી.આર. પાટીલ, ભુપેન્દ્રભાઈ પટેલ, પરસોત્તમભાઇ રૂૂપાલા, વિજયભાઇ રૂૂપાણી, નીતીનભાઇ પટેલ, આર.સી.ફળદુ, સુરેન્દ્રભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રત્નાકરભાઇ, જશવંતસિંહ ભાભોર, રાજેશભાઈ ચુડાસમા, કાનાજી ઠાકોર, ડો. કીરીટભાઈ સોલંકી, ડો. દીપીકાબેન સરડવા હાજર રહ્યા હતા .
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં પાલિકાના ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડકના નામની થશે જાહેરાત
