આધારકાર્ડ પ્રશ્ન હવે ભૂતકાળ

રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ચાર્જ સંભાળતા જ લીધો મહત્વનો નિર્ણય : એક સાથે શરૂ કરવામાં આવી 20 કીટ

રાજકોટ, તા. 18
છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકામાં આધાર કાર્ડ ને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે મહાપાલિકામાં છેલ્લા ઘણા મહિનાથી લોકોને હેરાનગતિ વેચવી પડતી હતી ત્યારે નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આવતાની સાથે જ જે પ્રજાનો હાર્દ સમા પ્રશ્ન હતો તેને દૂર કર્યો છે છેલ્લા ઘણા મહિનાથી જે ઈ કેવાઇસી, વિદ્યાર્થીઓના અપાર કાર્ડ, રોજિંદા ને જરૂરિયાત મુજબના ફેરફારો માટે જે આધાર કેન્દ્રમાં આવતા લોકોની જે લાંબી લાઈનો લાગતી તે હવે ભૂતકાળ બની જશે કારણકે મહાનગરપાલિકા દ્વારા ત્રણેય જોનલ કચેરી ખાતે આધાર કાર્ડ કાઢવાની તમામ પ્રકારની કામગીરી માટે ટોકન સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે જેના માટે ત્રણેય જોનલ ઓફિસ ખાતે એકસાથે 20 કીટ ચાલુ કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે.
મનપાના આધાર કેન્દ્ર ખાતે છેલ્લા ઘણા સમયથી અરજદારો લાઈનો માં ઊભા રહેતા અને યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારોનો ઘસારો પણ જોવા મળતો હતો ત્યારે ફરજદારોમાં ભારે રોષ વ્યાપી ઊઠ્યો છે જેને લઈને ડેપ્યુટી કમિશનર દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરવામાં આવી અને યોગ્ય વ્યવસ્થા ઉભી થાય તે માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી. આ વાતની ગંભીરતાને ધ્યાને લેતા સેન્ટ્રલ ઝોન ખાતે 7કીટ, ઇસ્ટ ઝોન ખાતે 6 કીટ અને વેસ્ટ ઝોન ખાતે 7કીટ સહિત કુલ ઓપરેટરો આધાર કાર્ડની કામગીરી શરૂ કરશે.
ત્રણેય ઝોનમાં એક કીટ બીટ 30 થી 40 ટોકન આપવામાં આવશે જેનો પ્રારંભ ગઈકાલે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલ જે વિગતો સામે આવી રહી છે તેમાં સેન્ટ્રલ ઝોન કચેરીએ 140 અરજદારોને ટોકન ફાળવવામાં આવ્યા હતા જે બાદ જો સમય હશે તો વધારાના અરજદારોને પણ ટોકનનો લાભ આપવામાં આવશે.
મહાપાલિકામાં છેલ્લા મહિનાથી ઇ-કેવાયસી, વિદ્યાર્થીઓના અપાર કાર્ડ, રોજિંદા અને જરૂરીયાત મુજબના ફેરફારો માટે આધાર કેન્દ્રમાં આવતા લોકોની લાઇન વધી જતા અંધાધૂંધી જેવો માહોલ છે.થોડા સમય અગાઉ ત્રણે ઝોનમાં કામ બંધ કરવાની ફરજ પડયા બાદ હવે નિયમિત કામમાં પણ તંત્ર પહોંચી શકતું ન હોય અને લોકોની લાઇન કેન્દ્રથી ગેટ સુધી પહોંચી જતી હોય અંતે આજથી આ કામ માટે ટોકન વ્યવસ્થા ફરી લાગુ કરી દેવામાં આવી છે. બે દિવસ પહેલા આધાર કેન્દ્ર બહાર અરજદારો વચ્ચે રકઝક થઇ હતી. સ્ટાફ સાથે પણ માથાકૂટ થતા અને ઘણા લોકોના વારા પૂરા દિવસના વેઇટીંગ છતાં ન આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. દરમ્યાન આજે સવારે પણ નાગરિકો સેન્ટ્રલ ઝોન (ઢેબર રોડ) કચેરીએ આધાર કાર્ડના કામ માટે ગયા હતા.
આ સમયે સ્ટાફ દ્વારા ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ક્રમમાં ઉભેલા લોકોને નિયત સંખ્યામાં ટોકન આપવામાં આવ્યા હતા. આથી બાકી રહી ગયેલા લોકોને પરત જવાનો વખત આવ્યો હતો. અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, રોજ લોકોનો સમય બગડતો હોવાની અને કયારેક ધકકો થતા હોવાની ફરિયાદ પરથી ફરી ટોકન આપીને આધાર કાર્ડની કામગીરી કરવા વ્યવસ્થા અમલમાં મૂકાઇ છે. ડે.કમિશ્નરે આજે આ સૂચના આપી હતી. હાલ સેન્ટ્રલ ઝોનમાં 7, વેસ્ટમાં 7 અને ઇસ્ટમાં 6 કીટથી કામ ચાલે છે.
આજે સેન્ટ્રલ ઝોનમાં 140 ટોકન આપવામાં આવ્યા હતા. આવતીકાલથી પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં પણ ટોકન પધ્ધતિ લાગુ થઇ જશે. વહેલા તે 5હેલાના ધોરણે અરજદારોને ટોકન આપી દેવામાં આવશે. હાલની વ્યવસ્થા મુજબ પ્રતિ કીટ રોજ સરેરાશ 30 થી 40 ટોકન આપવામાં આવશે. સર્વર કે અન્ય કોઇ ટેકનીકલ પ્રશ્ન ન હોય તો 20 કીટમાં આટલુ કામ થઇ શકશે. આમ આધાર કેન્દ્ર બહાર સર્જાતી અંધાધૂંધી નિવારવા અરજદારોને ટોકન આપવા નિર્ણય તો લેવાયો છે, પરંતુ તેનાથી કામગીરીના સરવાળામાં કોઇ વધારો થવાનો નથી. કીટની પણ મર્યાદા હોય છે.મનપા અને જિલ્લા કલેકટર રાજકોટમાં વધુ કીટની વ્યવસ્થા થાય, વધુ કેન્દ્રો ખુલે તે માટે ચૂંટાયેલા લોકો મારફત પણ ઉપર સુધી રજુઆત કરે તે અનિવાર્ય બન્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:28 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech