બાણુ વરહના ડોહાની વિકૃતિઃ ચાર વર્ષની બાળા ભોગ બની

શૈતાનીયતના કિસ્સાઓ અટકતા જ નથીઃ શરમ પણ શરમાઇ જાય એવું કૃત્ય

રમી રહેલી બાળકીને બાજુમાં બેસાડી રેલનગર સનરાઇઝ રેસીડેન્સીમાં રહેતો વૃધ્ધ એવુ કરવા માંડયો કે સૈો ચોંકી ગયાઃ પ્ર.નગર પોલીસે કરી ધરપકડ

(દર્શનસિંહ જાડેજા દ્વારા)

રાજકોટ મિરર તા. 22

શહેરમાં અવાર-નવાર વિકૃતી અને હવસખોરીના બનાવો બને છે. અમુક વખત તો કોઇ સાવકો બાપ પોતાની દિકરીને પીંખી નાખે છે તો ક્યારેક કોઇ સાવકો ભાઇ બહેનનો દેહ પીંખે છે. આ પ્રકારની ઘટનાઓમાં અનેક વખત માસુમ ફુલડા જેવી બાળાઓ પણ વિકૃત શૈતાનીયતનો ભોગ બનતી હોય છે. ક્યારેક એવી ઘટનાઓ બને છે જેમાં શરમ પણ કદાચ શરમાઇ જતી હશે. રંગીલા રાજકોટ શહેરમાં દૂષ્કર્મ, પજવણી, જાતીય સતામણીના કિસ્સા અનેક વખત બની ચુક્યા છે. અનેક હવસખોરો જેલભેગા થઇગયા છે. ત્યાં વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં એક બાણુ વરસનો ડોસો ભાન ભુલી ગયો હતો અને એક ચાર વર્ષની દિકરીને પોતાની વિકૃતિનો શિકાર બનાવી બેઠો હતો. આ ડોહાને પોલીસે કાયદાના પાઠ ભણાવવાની કાર્યવાહી કરી હતી.

રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી દૂષ્કર્મ, સામુહિક દૂષ્કર્મ, સતામણી, પજવણી, છેડતીના કિસ્સાઓ વધી ગયા છે. સતત અવાર-નવાર કોઇને કોઇ વિકૃતો પોતાની શૈતાનીયત છત્તી કરીને શિકાર કરતાં રહે છે. આ વખતે ચાર વર્ષની એક બાળકી સાથે એક ડોસાએ અતિ વિકૃત હરકતો કરી લીધી છે. વધુ એક વખત આ પ્રકારની ઘટના બની છે. જેમાં રેલનગર વિસ્તારમાં રહેતાં ડોસા વિરૂધ્ધ ચાર વર્ષની બાળાને અડપલા કરી જાતીય સતામણી કર્યાના આરોપ સાથે ગુનો દાખલ થતાં ખળભળટા મચી ગયો છે. ચોંકાવનારી વાત એ છ કે આ ડોસાની ઉમર બાણુ વરસની છે. પોલીસે આ બનાવમાં કાયદેસર કાર્યવાહી કરી વૃધ્ધની ધરપકડ કરી હતી. ત્યારે વૃધ્ધ પોતે કંઇ કર્યુ નથી એવો બચાવ કર્યો હતો.

શહેરભરમાં ચકચાર જગાવનારી આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો આ બનાવ રેલનગર વિસ્તારમાં બન્યો છે. પ્રદ્યુમનનગર પોલીસે ભોગ બનનાર ત્રણ વર્ષ અગિયાર માસ તેર દિવસની વય ધરાવતી બાળાના વાલીની ફરિયાદ પરથી નવલશંકર કલ્યાણજીભાઇ દેસાઇ (રહે. સનરાઇઝ રેસીડેન્સી, ગેઇટ નં. 1, સાધુ વાસવાણી કુંજ રોડ) વિરૂધ્ધ બીએનએસની કલમ 75 અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ વૃધ્ધની ઉમર બાણુ વરસની છે. આ વયે બાળકોને રમાડી નિર્દોષ આનંદ લેવાને બદલે આ ડોસાએ વિકૃતીને સંતોષવા ન કરવાનું કરી નાખ્યુ હતું. ડોસો સંધ્યા ટાણે બહાર લટાર મારવા નીકળ્યો હતો ત્યારે તેની મત્તી ફરી ગઇ હોઇ તેમ કે પછી તેના મગજમાં વિકૃતીનો દાવાનળ ફાટી નીકળ્યો હોય તેમ તે ભાન ભુલી ગયો હતો અને માસુમ બાળાને શિકાર બનાવી હતી.

વધુ વિગત અનુસાર સાંજના પાંચેક વાગ્યા આસપાસ ફરિયાદીની ચાર વર્ષની દિકરીને વૃધ્ધ નવલશંકરે તેણી રમી રહી હતી ત્યારે પોતાની પાસે બોલાવી બેસાડી ગુપ્ત ભાગે હાથ ફેરવી અડપલા કરી લીધા હતાં. આવુ વર્તન થતાં બાળકી ડઘાઇ ગઇ હતી. પણ તે કંઇ સમજી શકી નહોતી. ડોસો આ વિકૃત હરકતો કરી રહ્યો હતો તે વખતે અન્ય રહેવાસીઓ જોઇ જતાં દેકારો મચી ગયો હતો અને તેને પકડી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ભાર્ગવ એમ. ઝણકાત સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ બનાવે રેલનગર વિસ્તાર અને શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. શહેર, રાજ્યમાં અવાર-નવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. રાજકોટ શહેરમાં વધુ એક આવી ઘટના સામે આવી છે.

અન્ય એક શરમજનક બનાવ સુરતના સરથાણામાં બન્યો હતો. રોયલ પ્લાઝામાં વોશરૂમની બહાર ઉભા રહી તેમાંથી બહાર નીકળતી યુવતી સાથે અડપલાં કરવાની વાતે ટોળું વિફર્યું હતું. ટોળાએ વિકૃત પ્રૈોઢની ધોલાઈ કર્યા બાદ ઉઠક બેઠક કરાવી હતી. જે બાદ પોલીસ આપતા આધેડને પોલીસને સોંપી દીધો હતો. ઝડપાયેલા આધેડ જયંતી ધરમશી લાખાણી આ કોમ્પ્લેક્સના ડેનિશ કેકમાં જ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. જાણવા મળ્યા મુજબ સવારે સાડા દસ વાગ્યા અસરામાં પોલીસ કંટ્રોલ રૂમ મારફતે સરથાણા પોલીસને રોયલ પ્લાઝામાં પહોંચવા જણાવાયું હતું. એક આધેડ વયનો શખસ લેડિઝ ટોયલેટની બહાર ઉભો રહી યુવતીઓ સાથે બીભત્સ હરકત કરતો હોવાનું અને વિફરેલા ટોળું તેની સાથે મારકુટ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. કોલ મળતાની સાથે જ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. લીંબોલા સહિતની ટીમ ત્યાં દોડી ગઇ હતી.

આ દરમિયાન ટોળાંએ જયંતી ધરમશી નામના પ્રૈોઢ શખસને પકડી પાડ્યો હતો. તે પહેલાં તેની બરાબર માર માર્યો હોવાનું લાગી રહ્યું હતું. લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે યુવતીની છેડતી કરી હોવાનું પણ સ્વીકાર્યું હતું.

 ટોળાંના સંકજામાંથી મુકત કરાવી પ્રૈોઢને સરથાણા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. તે સાથે જ બે યુવતીઓ પણ પહોંચી હતી. 18-18 વર્ષની બે યુવતીઓ પૈકી એક યુવતીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, આધેડ આ કોમ્પ્લેક્સની ડેનિશ કેક શોપમાં નોકરી કરતો હતો.  આઠ દિવસ પહેલાં તે આ શોકમાં કેક લેવા ગઈ હતી, ત્યારે પ્રૈોઢે પાછળથી ધસી આવી ઇરાદાપૂર્વક ટકરાયો હતો. આજે લેડિઝ ટોયલેટની બહાર ઉભો રહી ગયો હતો. વોશરૂમમાંથી બહાર નીકળી ત્યારે ખાવાનું કંઈ લાવી છે તેમ કહી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વિકૃત ઢગાની ધરપકડ કરી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:32 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm