રાજકોટ: ઉપલેટામાં આયુર્વેદિક બિયરના નામે નશાના કાળા કારોબારનો પર્દાફાશ

0
389

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને દારૂ પકડાઈ રહ્યા છે,તે સમયે રાજકોટમાં આવેલા ઉપલેટા ગામમાં કઈંક અલગ જ કિસ્સો સામે આવ્યો છે,લોકો જયારે બીમાર પડે ત્યારે દવા લેવા જતા હોય છે અને હોમિયોપેથી કે એલોપેથી કરતા વધારે તેઓ આર્યુવેદીકમાં વધારે વિશ્વાસ ધરાવતા હોય છે,પરંતુ ઉપલેટા ગામમાં તો આર્યુવેદીકના નામે લોકો સાથે ચેડા કરવામાં આવ્યા છે,અહિયાં આર્યુવેદીકના નામે નશીલાપીણાવેચાઈ રહ્યા છે.

આર્યુવેદિક બીયરના નામે નશાકારક પીણાવેચાઈ રહ્યા છે આ વાતની જાણ પોલીસને થતા જ સઘન તપાસ હાથ ધરી છે.ઉપલેટાના પાંજરાપોળ વિસ્તારમાં આવેલ પાનની દુકાનમાં આયુર્વેદિક બિયરના નામે નશાકારક પીણા વેચાતા હોવાની બાતમી મળી,આ બાતમીને આધારે પોલીસે તપાસ કરતા દુકાનથી 14 બોટલો મળી આવી.

ત્યારબાદ દુકાનના માલિકની પૂછપરછ કરતા વધુ તપાસ હાથ ધરીને ગોડાઉનમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં,જ્યાંથી વધુ 22 હજાર કરતા વધુ બોટલો મળી આવી હતી જેની કિંમત 33 લાખ રૂપિયા જેટલી થાય છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બિયરની બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ 8 ટકા જેટલું મળી આવતું હોય છે. પણ આ આયુર્વેદિક બિયરની બોટલમાં 11 ટકા જેટલું આલ્કોહોલ હતું. હાલ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે. FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે.