રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરાઈ
31 ડિસેમ્બર, 2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા થશે અરજી
રાજકોટ, તા. 30
રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ રીસર્વે પ્રમોલગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવવામાં આવી છે. એક વર્ષ સુધી તારીખ લંબાવવામાં આવી છે. હવે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે. રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરાઈ છે. જોકે ખેતીની જમીનમાં રિસર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો સામે આવી હતી. ખેડૂતોના ભારે વિરોધ બાદ ક્ષતિ સામે વાંધા અરજી કરવાની રાજ્ય સરકારે મુદત આપી હતી. જોકે આ મુદ્દત દરમિયાન પણ સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં રહી ગયા હોય તેમને તક આપવામાંઆવી છે. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો.
ગુજરાતમાં વિકાસ અને ખેતીની જમીનમાં બિનખેતી- ગઅ રૂપાંતરણ તેમજ જમીનમાંથી પૈકી અથવા તો હિસ્સાના વેચાણને તબક્કે પ્રોપર્ટીકાર્ડ ઝડપી જનરેટ થઈ શકે, દૂરસ્તી કમી જાસ્તી પ્રત્રક – ઊંઉંઙની કાર્યવાહી થઈ શકે તેવા ઉદ્દેશ્યથી મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.જમીનમાં હિસ્સા માપણીની અરજી ’અરજન્ટ’ ગણી તેમાં ફી રિસિપ્ટ જનરેટ થયાથી 21 દિવસમાં જ માપણી પૂર્ણ કરવા અથવા એવી અરજીનો નિકાલ કરવા આદેશ થયો છે.મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીથી પરિપત્રનો તમામ કલેક્ટર તેમજ જમીન માપણી દફતર અધિકારીઓને અમલ કરવા કહેવાયુ હતુ.
કલેકટર કચેરી ખાતે જો આ પ્રકારની અરજી મળે તો આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે.રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે એ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે તેમને મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે.સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં ખેતીની જમીન રીસરવે માટે ડિઝીટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ્ઝ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (ઉઈંકછખઙ) હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી કુલ 33 જિલ્લામાં હાથ ધરવામાં આવેલ છે. પ્રમોલગેશન પછી રીસરવે રેકર્ડમાં ખાતેદારો દ્વારા રેકર્ડની ક્ષતિઓ સુધારવાની રજુઆતો આવે છે. કાયદાકીય જોગવાઈ હેઠળ પ્રમોલગેશન પછી રેકર્ડમાં ક્ષતિઓ સુધારવા નારાજ અરજદારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-203 હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે.
