મનપામાં ફૂડ ઓફિસરોની થશે ભરતી

રાજ્ય સરકાર વધુ ચાર ઓફિસરોનો ટીમમાં કરશે સમાવેશ : 16 નવેમ્બર સુધી કરી શકાશે અરજી

રાજકોટ, તા. 6
રાજકોટ મહાનગરપાલિકા ની કામગીરી હાલ ગોકળગાય ગતિએ ચાલી રહી છે ત્યારે ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકાના એક નહીં અનેક વિભાગોમાં હાલ કર્મચારીઓની અછતના પગલે જે ઝડપ થી કામગીરી થવી જોઈએ તે થતી નથી એટલું જ નહીં ઘણા ખરા વિભાગોમાં તો ઘણી ઘણી જગ્યાઓ પણ ખાલી પડેલી છે આ વાતની ગંભીરતાને ધ્યાને વિભાગના વડાઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક વખત અનેક વખત રજૂઆત કરવામાં આવી જે બાદ ગઈકાલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો જેમાં પાયલ વિભાગની સાતો સાત હવે આરોગ્ય વિભાગમાં પણ ભરતી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે હાલ ફૂડ વિભાગમાં જે જરૂરી મહેકમ હોવું જોઈએ તેનાથી ઘણું ખરું ઓછું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફૂડ શાખામાં ભરતી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ રાજકોટ મહાનગરપાલિકા પાસે ત્રણ ફૂડ ઓફિસર છે અને પ્રતિ એક લાખની વસ્તીએ એક અધિકારીની જરૂર હોવાથી હાલ ચાર નવા ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં 20 લાખની વસ્તી છે અને તેની સામે માત્ર ત્રણ ફૂડ ઓફિસર જ ફરજ બજાવે છે આ ગંભીરતા ને ધ્યાને લઈ વધુ દોઢ ડઝન જેટલા ફૂડ ઓફિસરોની જરૂર મહાનગરપાલિકા ને જે પરંતુ હાલ આપ જગ્યા માટે સાતનું મહેકમ છે. જે આવનારા દિવસોમાં મહેકમ વધારવા મંજૂરી પણ મળી છે જેથી હવે વોર્ડ વાઇઝ ફૂડ ચેકિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવું છે અને સુચરૂરિતથી આ તમામ કામ થાય તે માટેનો તખતો પણ ગોઠવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાં વોર્ડ વાઇઝ ફૂડ ઓફિસરોની માંગણી રાજકોટ મહાનગર દ્વારા કરવામાં આવી હતી ત્યારે હાલ સરકારે એક એક જગ્યા છે મંજૂર કરી છે ત્યારે ડેપ્યુટી કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ જગ્યા ઉપર જે કોઈ ફરજ બજાવા માંગતા હોય તેઓ અરજી કરી શકે છે અને હાલ જે ચાર ફૂડ સેફટી ઓફિસર ની જગ્યા ની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં એક જગ્યા બિન અનામતની છે અને આ તમામ માટે ઓનલાઇન અરજી કરવી જ જરૂરી અને આવશ્યક છે. મળતી માહિતી મુજબ જો ફૂડ વિભાગમાં ભરતી પૂર્ણ થાય તો ફૂડ બ્રાન્ચમાં ખૂબ મોટા પ્રમાણમાં ભરતી અને સેટઅપમાં ફેરફાર થશે.
હાલ રાજકોટ નો વિસ્તાર દિન પ્રતિદિન વધી રહ્યો છે સામે વસ્તીમાં પણ જે રીતે વધારો જોવા મળે છે તેને ધ્યાને લઈ ફુડ ઓફિસરોની માંગમાં વધારો થયો છે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા ફૂડ ચેકિંગની કામગીરી પણ ઝડપભેર આગળ વધશે તેવું હાલ સુત્રો જણાવી રહ્યા છે પરંતુ સામે પ્રશ્ન એ જ છે કે શું મહાનગરપાલિકા ઝડપભેર આ કામગીરીને પૂર્ણ કરશે કે કેમ કે ફરી એક વખત આ ભરતી ખોરંભે ચડશે?
ફૂડ લેબોરેટરી બને તે ખૂબ જરૂરી
હાલ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેમ્પલ જે લેવામાં આવે છે તેને તપાસ અર્થે લેબોરેટરી માં મોકલવા પડે છે અને આ લેબોરેટરી રાજકોટ નહિ પરંતુ વડોદરા હોવાથી રિપોર્ટ ત્રણ થી છ મહિનાના સમયગાળામાં આવતો હોય છે ત્યાં સુધી ફૂડ વિક્રેતા ઉપર કોઈપણ પ્રકારના પગલા લઈ શકાય તેમ નથી હોતા ત્યારે સરકાર આ અંગે ગંભીરતાથી વિચાર કરે અને રાજકોટને ફૂડ લેબોરેટરી આપે તે ખૂબ આવશ્યક છે જો ફૂડ લેબોરેટરી રાજકોટને મળશે તો ઘણા ખરા પ્રશ્નોનું ત્વરિત નિવારણ શક્ય બનશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:18 am, Jun 7, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech