ઉપલેટા : આવતી કાલે પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૨ મી પુણ્યતિથીની થશે ભવ્ય ઉજવણી

0
246

આવતી કાલે પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૨ મી પુણ્યતિથીની થશે ભવ્ય ઉજવણી

દિવસ દરમિયાન યજ્ઞ, બટુક ભોજન, પ્રશાદ તેમજ રાત્રે રામધુનનું કરવામાં આવ્યું આયોજન

ઉપલેટા શહેરમાં આવેલ બ્રહ્મચારી બાપુની જગ્યા ખાતે કાલે એટલે કે ચૈત્ર સુદ ૧૧ ને મંગળવાર તારીખ ૧૨-૦૪-૨૦૨૨ ના રોજ પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુની ૫૨ (બાવનમી) તિથીની ભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે ત્યારે ઉજવણીના ભાગરૂપે દિવસ દરમિયાન અને રાત્રે વિવિધ પ્રકારે ઉજવણી કરશે.

બ્રહ્મચારી બાપુની ૫૨ મી પુણ્યતિથી નિમિતે સવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે બાળકો માટેના બટુક ભોજનનું આયોજન કરેલ છે જેમાં અંદાજીત ૪૦૦૦ ઉપરાંતના જેટલા બાળકો માટેના બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જયારે આ સાથે બપોરે ભોજન પ્રશાદનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં રાત્રે રામધુનનું કરવામાં આવ્યું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે ઉપલેટા પંથકની ધર્મપ્રેમી જનતાને આ ઉજવણીમાં સહભાગી થવા અને ભોજન પ્રસાદ લેવા ટ્રસ્ટના પ્રમુખ ઉકાભાઈ બારિયાએ પોતાની યાદીમાં જણાવ્યું હતું.